સવારે તમને ચા કે કોફી પીવાની આદત છે? વાંચો તમારા સ્વાસ્થ્ય માટે શું વધુ ફાયદાકારક છે…

ચાના બંધાણી હોય છે અને કોફીના ચાહકો હોય છે. બંનેમાંથી શું વધુ સારું એ વિષય કેટલીય કિટી પાર્ટી,કોલેજ કેન્ટિન કે ઓફિસના ટેબલ પર ચર્ચાઈ ચૂક્યો હશે. કેટલાક લોકોને માટે ચા કે કોફી એ એક પ્રકારની આવશ્યક દવા છે: એક એવું પીણું કે જેનાથી થાક, માથાનો દુખાવો અને સુસ્તી દૂર કરે છે. તમને એવું લાગશે કે તમે કોફીના વ્યસની બની રહ્યા છો, ત્યારે તમને એવું પણ અનુભવાશે કે તમને ચાની સુગંધિત અરોમાથી પણ કેફ અનુભવાય છે. તમારા માટે સારું પેય કરતાં વ્યસન જેવું વધારે લાગે છે, અને કદાચ તે પીવાથી તંદુરસ્ત સ્વાથ્ય કરતાં તે પીવાથી એક પ્રકારની પ્રતિષ્ઠા મળવા જેવું છે. પરંતુ ચા એ ખરેખર તમારા માટે વધુ સારું પીણું સાબિત થાય છે.ચા – કોફીનો ઇતિહાસ… : કહેવાય છે કે પાણી અને બિઅર પછી જો સૌથી વધુ વિશ્વમાં વપરાશમાં લેવાતું પીણું તો તે છે ચા – કોફી. ત્યારે કોફી પણ ખૂબ જ લોકપ્રિય છે. અને બન્ને પીણાં શરીરને બૂસ્ટ કરવા માટે ઘણી સદીઓથી વપરાય છે.
એક જાણીતી દંતકથા મુજબ, ચીનના સમ્રાટ દ્વારા સૌ પ્રથમ 2737 બીસીમાં ચાની શોધ કરવામાં આવી હતી. એક વખત તેઓ એક વૃક્ષ હેઠળ પાણી ઉકળતા હતા. ત્યારે આકસ્મિક રીતે ઉકળતા પાણીમાં થોડાં પાંદડાં ઉડીને પડી ગયા, ત્યારે તેમણે તેને ચાખ્યું અને તેમને આશ્ચર્ય થયું. તે પછી ચાઇના અને જાપાનમાં વિદ્વાનો અને પાદરીઓ વચ્ચે ચા લોકપ્રિય બની. જેનો શરૂઆતમાં અભ્યાસ કરવા જાગૃત રહેવા અને ધ્યાનમાં બેસવા ચા પીવાનું ચલણ રહ્યું. તેથી જ આ ગરમ પીણું હંમેશાં ધ્યાનમાં બેસવા, શરીરને શાંત કરવા, આધ્યાત્મિકતા અને નિરોગી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે.
કોફી, ચાની લોકપ્રિયતા વધતી હતી તે દરમિયાન, ઘણા સમય સુધી દેખાઈ નહોતી. તે ઇથોપિયન હાઇલેન્ડઝમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે, ત્યાંની મશહૂર દંતકથા કહે છે કે ત્યાંના કાલડી નામના એક ઘેટાં – બકરાં ચરાવનાર ગોવાળ થઈ ગયા હતા તેમણે નોંધ્યું છે કે તેના બકરા વૃક્ષના ચોક્કસ પ્રકારના બેરી ખાવાથી હાયપર એક્ટિવ બને છે. ત્યાર પછી ત્યાંના કૉફી મઠોમાં સાધુઓ સુધી ફેલાયેલી હતી. જ્યાં તેઓએ આ પીણું પીધું હતું અને પ્રાર્થના કરતી વખતે તેઓ સજાગ રહી શક્યા હતા. ત્યાંથી પ્રવાસ કરીને કોફીએ, અરબી પેનિનસુલા તરફનો માર્ગ બનાવવાનું શરૂ કર્યું. કૉફી અને ચા બન્ને લાંબા સમયથી પૂર્વીય દિશાના દેશોના પીણા બન્યા; 17મી સદી સુધી કોફી યુરોપમાં પણ આવી ન હતી. જેમની ઉત્પત્તિ અને લોકપ્રિયતા આટલી રોચક હોય એ પીણાં એ સદીઓ સુધી ગરીબ તવંગર સૌ પર રાજ કર્યું છે તેના ફાયદા અને ગેરફાયદા અનેક હોવા છતાં તેની માંગ ક્યારેય ઓછી થઈ નથી.લાભ – ગેરલાભ : ચા અને કોફી આ બંને પીણાંમાં કેફી તત્વનું પ્રમાણ વધારે હોય છે અને તેથી તેનું વધુ પડતા લેવાથી શરીરને નુકસાન થાય છે. પરંતુ તેનું સપ્રમાણ અને નિયમિતસેવન કરવાથી બંનેના પોતાના જુદા જુદા ફાયદા પણ છે. જેના કારણે તે બંને એકબીજાથી લાભ – હાનિની રીતે અલગ પડે છે. પણ તેમ છતા પઆ બંનેમાંથી તમારા ફેવરીટ પીણા પ્રત્યેનો પૂર્વાગ્રહ એકબાજુ રાખી જો તમારે જાણવું હોય કે તેમાંથી કયું વધુ સારું છે તો તેની વિશેષ ચર્ચા કરીએ.
રાતે ઊંઘ ન આવવી : એક સામાન્ય ફરિયાદ હોય છે કે જો રાતે કે મોડી સાંજે ચા – કોફી પીધા પછી રાતે ઊંઘ જલ્દી આવતી નથી. જો ઊંઘની વાત કરીતે તો યુ.કે.ની સૂરે યુનિવર્સિટી દ્વારા કરાયેલ એક સંશોધન અભ્યાસમાં જણાવ્યું છે કે એક કપ કોફી કે એક કપ ચા પીતા લોકોમાં ચા પીવાવાળા લોકોને રાત્રે ઊંઘ વધુ સારી આવે છે. જ્યારે કોફી પીતા લોકોને બહુ ઊંઘ આવતી નથી. તેથી જોવા જઈએ તો આ બાબતે ચા ગુણકારી સાબિત થાય છે.
માનસિક શાંતિ અને ડિપ્રેશન : ચા અને કોફી પૈકીની ચર્ચામાં નિષ્ણાંતોનું કહેવું છે કે ચા પીવાવાળી વ્યક્તિઓ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. કોફી પીવાની ટેવવાળા વ્યક્તિઓને વધુ લાંબા સમય સુધી માનસિક રીતે થાકતા નથી.
દાંતની ખરાબી : આ બંને પીણાંથી તમારા દાંતની મજબૂતી અને ચમક જોખમમાં જ છે. તેમ છતાંય તેમાંથી વધુ શું નુકસાનકારક છે તેમાં તો નિષ્ણાંતો મુજબ ચામાં રહેલ રંગદ્રવ્યો આપણાં દાંત પરના પડને સૌથી વધુ પ્રમાણમાં નુકસાન કરે છે. જો દાંતની સુંદરતાની સાચવણીની વાત આવે તો વિજેતા છે કોફી.હ્રદયરોગ : આરોગ્ય વિષયક ચર્ચાઓ થાય ત્યારે હૃદયને લગતી ચિંતા પહેલી થાય છે. અહીં અમે આપને જણાવીએ કે હૃદયના આરોગ્યની વાત થાય ત્યારે કોફી ચા કરતા વધુ ફાયદાકારક છે. પરંતુ એવું નથી કે ચા નુકસાનકારક છે તે ઓછો ફાયદો કરે છે.
મજબૂત હાડકા : નિયમિત રીતે ચા પીતાં વ્યક્તિઓના હાડકાં મજબૂત હોય છે. એક સર્વે મુજબ જેઓ માત્ર કોફી જ પીએ છે તે લોકોને ખાસ કરીને મહિલાઓને ઓસ્ટ્રોપોરેસિસ, બરડ હાડકાંની બીમારી થવાની શક્યતા વધારે છે.
ચા અને કોફી બંનેના જુદા જુદા ફાયદા – ગેરફાયદાઓ જોઈએ તો ખરેખર આચશ્ચર્યચકિત થઈ જવાય તેવાં પરિણામો મળ્યાં છે. બંનેના પોતાના ગુણધર્મો મુજબ લાભ – હાની પણ છે તેથી વધુ પડતો બંનેનો ઉપયોગ ન કરવો જોઈએ. હવે, તમે જાતે નક્કી કરી લેજો તમને શું વધુ ભાવે છે અને ફાવે છે.