ચોક્કસ તમે બધાની લવ સ્ટોરી નહીં જાણતા હોય, મુકેશ અંબાણીથી લઈને શાહરુખ સુધીના દિગ્ગજોની લવ લાઈફ જાણો અહીં

લવ મેરેજ અને અરેન્જ મેરેજ આવા બે લગ્ન વિશે લોકો અવાર નવાર વાતો કરતાં રહે છે. તેમજ બન્ને વિશે બધાના અલગ અલગ મત રહેલા છે. ત્યારે એક છાપ એવી પણ ઉભી થઈ ગઈ છે કે મોટા મોટા દિગ્ગજો તો લવ મેરેજ જ કરતા હોય છે. ત્યારે આજે એવા દિગ્ગજોની લવ સ્ટોરીની જ વાતો કરવી છે કે કોણે કઈ રીતે તેમની અર્ધાંગિનીને પ્રપોઝ કર્યું હતું. કારણ કે લગ્ન માટે પ્રપોઝની સ્ટાઇલ અને સ્થળ હવે મહત્વનું થઇ ગયું છે. બિઝનેસમેન મુકેશ અંબાણી અને બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સહિતની સેલિબ્રિટીએ તેમનાં પાર્ટનરને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું એના વિશે વિગતે વાત કરીએ

image source

સૌથી પહેલાં વાત કરીએ મુકેશ અંબાણીની તો સુત્રો પાસેથી એવી માહિતી મળે છે કે મુજબ મુકેશ અંબાણી અને નીતા એક દિવસ ડેટ પર ગયા હતા. ત્યારે મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ પર નીતા અંબાણીને પ્રપોઝ કરી દીધું. એટલું જ નહીં જ્યાં સુધી નીતા અંબાણીએ આ પ્રપોઝલનો સ્વીકાર કર્યો ન હતો. ના પાડી તો મુકેશ અંબાણીએ કાર આગળ ન હાંકારી અને થોડા સયમ માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પણ આ બધી વાતો અને અટકળો લગાવવામાં આવી રહી છે. આની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.

image source

શાહરુખ ખાન અને ગૌરી દિલ્હીના રહેવાસી છે. તેમની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. પરંતુ અહીં મેરેજ પ્રપોઝલની વાત કરીએ તો શાહરુખે ગૌરીને મુંબઇના સમુદ્ર કાંઠે બીચ પર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. શાહરૂખ ખાન ત્યારે 19 વર્ષનો હતો અને ગૌરી ગલભગ 14 વર્ષની હતી. શાહરૂખે જ્યારે ગૌરી સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતાં ત્યારે ગૌરીએ પહેલા ના પાડી હતી, પણ કિંગ ઓફ રોમાન્સ આગળ ગૌરી પણ હારી ગઇ અને બન્નેના અફેરની શરૂઆત થઇ હતી. શાહરૂખ, ગૌરીને લઇને બહુ પજેસિવ હતો. તે એટલો પજેસિવ હતો કે જો તે પોતાના વાળ ખુલ્લા રાખે તો પણ શાહરૂખ તેની સાથે ઝઘડતો.

image source

શાહરૂખની આ ટેવથી હેરાન ગૌરી તેને દિલ્હીમાં છોડી વગર કહ્યે મુંબઇ આવી ગઇ હતી. શાહરૂખ, ગૌરીને મનાવવા મુંબઇ સુધી આવી પહોંચ્યો. તે નહોતો જાણતો કે ગૌરી ક્યાં રહે છે? તે ઘણા દિવસો સુધી ગૌરીને મુંબઇમાં શોધતો રહ્યો. એક દિવસ શાહરૂખે ગૌરીને મુંબઇના અક્સા બીચ પર શોધી કાઢી. શાહરૂખને જોઇને ગૌરી રડવા લાગી હતી. શાહરૂખ અને ગૌરી તેમના પ્રેમને લગ્નમાં બદલવા તૈયાર હતાં, પણ અલગ-અલગ ધર્મને લીધે તેમના ઘરવાળા રાજી નહોતાં. ભારે મહેનત પછી શાહરૂખ ગૌરીના પરિવારવાળાઓને મનાવવામાં સફળ રહ્યો હતો. બન્નેએ 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યાં હતાં.

image source

બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન બીજા લગ્ન માટે 12 વર્ષ નાની કરિના કપૂરને ટશન ફિલ્મના સેટ પર પ્રપોઝ મૂક્યું હતું. ફિલ્મના શૂટિંગ વખતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને એક દિવસ સૈફે કરિનાને કહી દીધું, ‘ચલો શાદી કર લેતે હૈં’. વર્ષ 2012માં સૈફ અને કરીના કપૂરના લગ્ન થયા હતા. ફિલ્મ ટશનના શુટિંગ દરમ્યાન કરીનાને સૈફ સાથે પ્રેમ થઈ ગયો. ફિલ્મ તો ફ્લોપ થઈ, પરંતુ કરીના અને સૈફને પોતાનો લવ લાઈફ જરૂર મળી ગયો. આ લવસ્ટોરીની ખબર લોકોને ત્યારે પડી, જ્યારે સૈફે કરીનાના નામનું ટેટુ બનાવડાવ્યું. ત્યારથી બંનેનો બોન્ડ સળંગ મજબૂત જ રહ્યો છે.

image source

લગ્ન પહેલાની વાત હોય કે પછીની, આ બોલિવૂડ કપલે ક્યારે પણ પોતાના પ્રેમને છુપાવવાની કોશિસ નથી કરી. બંને હંમેશા હાથમાં હાથ રાખી સામે આવતા હતા. કરીના કેટલાએ ઈન્ટરવ્યૂમાં કહેતી હતી કે, તેણે લગ્ન પહેલા એક જ શરત રાખી હતી. અને એ શરત હતી કે, હું તમારી પત્ની છું અને હું કામ કરતી રહીશ, પૈસા કમાઈશ અને તમે મને ઉંમરભર સપોર્ટ કરતા રહેજો.

image source

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને નકલી વિંટી આપી લગ્ન માટે મનાવી હતી. ઐશ્વર્યાએ આ અંગે કહ્યું હતું કે એભિષેકે પ્રપોઝ માટે જે રિંગ તેને પહેરાવી હતી, તે અસલી ડાયમન્ડની નહીં પણ ફિલ્મ ગુરુમાં વપરાયેલી એક પ્રોપ હતી. ઐશ્વર્યા-અભિષેકની જોડી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ કપલમાં એક છે. આ કપલને ફેન્સ પણ ખૂબ જ પ્રેમ કરે છે. વળી ઐશ્વર્યા-અભિષેક પણ પોતાના ફેન્સનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને ઘણીવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. પહેલા બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેમના વિશે તેમને પણ જાણ થઈ શકી નહી. ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” ના શૂટિંગ સેટ પર બન્નેની પહેલી મુલાકાત થઇ હતી.

image source

આયુષ્યમાન ખુરાનાએ તેની લેડી લવ તાહિરાને પ્રપોઝ કરવા માટે રાત્રે 1.4 કલાકે ફોન કર્યો હતો. બંને વચ્ચે પ્રેમ હતો. ત્યારે 2001માં પરીક્ષાની તૈયારી વખતે એક દિવસે આયુષ્યએ તાહિરાને રાત્રે ફોન કરી લગ્નની મંજૂરી માંગી હતી. આયુષ્ય અને તેની પત્ની તાહિરા એક બીજાને ટ્યુશન ક્લાસમાં પોતાનાં વતન ચંડીગઢમાં મળ્યા હતા. જ્યાં તેઓ એક સાથે ફિઝિક્સનાં ક્લાસમાં જતા હતા. બન્ને એક બીજાને મનોમન પસંદ કરતાં હતા. ત્યારે એક દિવસ તાહિરાનાં પિતાએ કહ્યુ કે આજે તેઓ તેનાં એક જુનાં મિત્રને ત્યાં ઘેર જમવાં જવાનાં છે. ત્યાં નવાઈ વચ્ચે તેઓ એક બીજાને મળ્યા. આમ તેઓ એક બીજાનાં ફેમેલી ફ્રેંડ નીકળ્યા.

image source

ત્યારબાદ તેઓ સાથે જ પંજાબ યુનિવર્સિટીમાં સાથે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતાં હતા. અને એક બીજાની સામે ડિબેટ અને ડ્રામામાં ભાગ લેતાં હતા. આ દરમિયાન તેઓ મિત્ર બની ગયા અને સાથે સાથે ફરતાં થયાં હતા. ત્યારે એક દિવસ આયુષમાને તાહિરાને પ્રપોઝ કર્યુ હતુ. જેનો તેણે સહર્ષ સ્વિકાર કર્યો હતો. જ્યારે આયુષમાનનાં લગ્ન થયાં ત્યારે તે હજુ બોલિવુડમાં સંઘર્ષ કરતો હતો. અને હજુ સ્ટાર બન્યો ન હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ