“શુક્રવારનો દિવસ માત્ર લક્ષ્મીજીને જ નહીં માતા દુર્ગાને પણ છે સમર્પિત, આ રીતે કરો પૂજા “

શુક્રવારનો દિવસ માત્ર લક્ષ્મીજીને જ નહીં માતા દુર્ગાને પણ છે સમર્પિત, આ રીતે કરો પૂજા

image source

દેવીની પૂજા એટલે શક્તિની ઉપાસના અને શક્તિનો રંગ લાલ હોય છે. તેથી જ દેવી દુર્ગાની પૂજામાં લાલ રંગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દુર્ગા પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ હોય છે. તેથી જ દર શુક્રવારે સૂર્યોદય પહેલાં જાગી જવું અને નિત્યકર્મથી પરવારી જાઓ એટલે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ દેવીની પૂજા કરવા ધૂપ, દીપ, નૈવેદ્ય, કંકુ, ફળો અને ફૂલ એકત્રિત કરો. લાલ ફૂલ દેવીને ખૂબ જ પ્રિય છે તેથી પૂજામાં લાલ ગુલાબ અચૂક રાખવા.

image source

લાલ ફૂલ જ નહીં માતા દુર્ગાને લાલ રંગ પણ અત્યંત પ્રિય છે. તેથી તેમને લાલ વસ્ત્ર અને ચુંદડી પણ ચઢાવવી. એટલે પૂજા કરવાની હોય તેના અગાઉના દિવસે જ માતા માટે લાલ ચુંદડી લઈ આવવી. આ સિવાય માતા માટે લાલ રંગના શ્રૃંગારના સાધનો પણ લાવવા. દુર્ગા પૂજા જે વ્યક્તિ કરે તેણે પણ લાલ વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ.

આ રીતે કરો પૂજા

image source

શુક્રવારએ દુર્ગા પૂજા કરવા માટે એક લાકડાનું બાજોઠ કે પાટલો લેવો તેના પર લાલ વસ્ત્ર પાથરવું. આ આસન પર માતા દુર્ગાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. તેની સામે આ આસનથી નીચું રહે તે રીતે અન્ય આસન પાથરી પૂજા કરનારએ બેસવું. પૂજા કરનારએ કુશનું આસન પાથરવું શુભ રહે છે. તેના પર બેસી પૂજા કરવાની શરૂઆત કરો.

સૌથી પહેલા માતા પર જળ ચઢાવો અને તેમને વસ્ત્ર પહેરાવી, ચાંદલો, બંગડી, સિંદૂર અર્પણ કરો. માતાની જમણી તરફ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. માતાને શ્રૃંગાર થઈ જાય એટલે તેમની સમક્ષ બેસી દુર્ગા ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા બાદ આરતી કરો.

મંત્ર જાપ

image source

પૂજાની સાથે મંત્ર જાપ કરવો પણ લાભકારી રહે છે. તેથી પૂજા કર્યા બાદ ઓમ શ્રી દુર્ગાય નમ: મંત્રનો જાપ 108 વખત કરવો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી જાતકના માનસિક, આર્થિક અને શારીરિક કષ્ટ દૂર થાય છે. શુક્રવારએ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી પણ ખૂબ લાભ થાય છે.

દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાના લાભ

image source

દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પાઠમાં મંત્રો એટલે કે શ્લોકને એકત્ર કરવામાં આવે છે. આ પાઠ ખૂબ જ શક્તિશાળી છે. આ પાઠમાં કુલ 13 અધ્યાય છે. આ પાઠ કરનારને તેનું ફળ અચૂક મળે છે.

આપણા શાસ્ત્રોમાં દેવી – દેવતાઓને ભોગ ધરાવવાના પણ નિયમ દર્શાવાયા છે. કહેવામાં આવે છે કે દેવી દેવતાઓ આપણા ઘરમાં નિવાસ કરે છે. તેથી તેમનું ધ્યાન પણ આપણે પરીવારના સભ્યનું રાખીએ તે રીતે રાખવું જોઈએ. ભગવાનને સવારે જગાડવા, પૂજા કરવી તેની સાથે તેમના ભોગ અને તેમને સુવડાવવા એટલે કે આરામ સુધીના સમયનું ધ્યાન રાખવું જોઈએ.

image source

આ પૂજા સવારે કર્યા બાદ માતાને સંધ્યા સમયે પણ ભોગ ધરાવી આરતી કરવી અને છેલ્લે માતાનું ઉથાપન કરી અને તેમને પોઢાડવા જોઈએ. સાથે જ સવારે ચઢાવેલા ફૂલ ઉતારી પાણીમાં પ્રવાહીત કરી દેવા. જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ