આ રીતે વ્યક્તિના બર્થ ડે પરથી જાણી લો તેનો સ્વભાવ સારો છે ખરાબ..

બર્થ ડે પરથી જાણો વ્યક્તિના સ્વભાવ વિશે

image source

દરેક વ્યક્તિ પોતાની આસપાસની વ્યક્તિઓ વિશે જાણકારી મેળવવા આતુર હોય છે. પછી તે આપણા મિત્ર હોય, પ્રિયપાત્ર હોય કે નિકટની કોઈ વ્યક્તિ. જો તમારા મનમાં પણ આવી જિજ્ઞાસા છે તમારા નજીકના લોકો વિશે જાણવાની તો જ્યોતિષશાસ્ત્ર તમને મદદ કરી શકે છે. આ કાર્ય ખુબ સરળ છે કારણ કે વ્યક્તિના સીક્રેટ્સ વિશે જાણવા તમારે ફક્ત તેના જન્મ દિવસ વિશે જાણવાનું રહેશે.

જન્મના દિવસ વિશે જાણ્યા બાદ તમે તે વ્યક્તિના સ્વભાવ, આદતો, પસંદ નાપસંદને જાણી શકો છો.

સોમવાર

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે જન્મેલા લોકો ખૂબ જ ગંભીર સ્વભાવના હોય છે. તેઓ કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો પણ તેને ચહેરા પર દેખાવા દેતા નથી. દરેક પરિસ્થિતિમાં તેના ચહેરા પર સ્મિત રહે છે. તેમને ધર્મમાં ઊંડી આસ્થા હોય છે. તેમની બોલી પણ ખૂબ મીઠી છે. જે કોઈ સાથે તે વાત કરે છે તેને એક ક્ષણમાં પોતાના કરી લે છે. તેમના સ્વભાવની એકમાત્ર ખામી એ હોય છે કે તેઓ જરૂરી કરતાં વધુ લાગણીશીલ હોય છે. આ સિવાય તેઓ ખૂબ જ જવાબદાર હોય છે. તેઓ તેમની મહેનત દ્વારા જીવનના સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ હોય છે.

મંગળવાર

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનો જન્મ મંગળવારે થયો હો છે તેવા લોકો ખૂબ જ જીદ્દી હોય છે. ઘણી વખત તેનો આ આગ્રહ તેને લાભ પણ આપે છે. દાખલાતરીકે જો તેઓ કોઈ કાર્ય પૂર્ણ કરવાનું વિચારે છે, તો તેઓ તે પૂર્ણ કર્યા પછી જ શાંતિથી બેસે છે. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તે તેનાથી પાછળ હટતા નથી. પરંતુ સંબંધોની બાબતમાં તેમની આ ટેવ તેમને ખૂબ નુકસાન કરે છે. ક્રોધ તેના નાક પર જ રહે છે. તેઓ એક ક્ષણમાં ગુસ્સે થઈ જાય છે. જો કે ખુશ પણ એટલી જ ઝડપથી થાય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિથી ડરતા નથી. કોઈની સાથે અન્યાય કરતા નથી.

બુધવાર

image source

જો કોઈ વ્યક્તિનો બુધવાર જન્મ થયો છે તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ એકદમ આકર્ષક હોય છે. તેઓ જ્યાં પણ જાય છે તે વખાણને પાત્ર બની જાય છે. તેઓ ઓછું બોલે છે. પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે, તેઓ બીજાના હક માટે અવાજ ઉઠાવતા અટકતા નથી. તેઓ અન્ય પર ઝડપથી વિશ્વાસ કરી લે છે. તેમની પાસે લોકોને તેમના શબ્દોથી પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે.

ગુરુવાર

image source

જો કોઈ વ્યક્તિનો જન્મ ગુરુવારે થયો હોય છે તો તે ધાર્મિક વૃત્તિના હોય છે. આ સિવાય તેઓ ખૂબ જ મિલનસાર પણ હોય છે. તે દરેક વ્યક્તિને મદદ કરવામાં આગળ આવે છે. તેઓ કોઈપણ બાબતે પુરતો વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય પર પહોંચે છે.

શુક્રવાર

image source

જો કોઈ વ્યક્તિનો જન્મ શુક્રવારે થયો હોય છે તેઓ ખૂબ આધુનિક વિચારોના છે. તેઓ સમય સાથે આગળ વધવામાં માને છે. પ્રકૃતિના ખૂબ જ નમ્ર હોય છે. તેઓએ ક્યારેય રૂઢીચુસ્તતાનું વર્ચસ્વ પોતાના પર વધવા દેતા નથી. તેમની વર્તણૂકને કારણે તેઓ સમાજમાં કઠોર હૃદયના દેખાય છે. તેમને કલા અને સાહિત્યમાં પણ ખૂબ રસ હોય છે. તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ સુધી પહોંચે છે.

શનિવાર

image source

શનિવારએ જન્મેલા લોકો જીવનમાં કર્મને વધારે મહત્વ આપે છે. આ જ કારણ છે કે વધુને વધુ સારા કામ કરવાનું પસંદ કરે છે. તેઓ તેમના કામમાં કોઈ બેદરકારી દાખવતા નથી કે તેઓ અન્યની બેદરકારી સહન પણ કરતા નથી. તેઓ પોતાના સિદ્ધાંતો પર સમાધાન કરતા નથી. જો તેમનો અભિપ્રાય લેવામાં આવે છે તો તે ખૂબ જ સ્પષ્ટ જવાબ આપે છે.

રવિવાર

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ રવિવારે જન્મેલા લોકો ખૂબ ઉદાર સ્વભાવના હોય છે. પરંતુ કોઈ ઇચ્છે તો પણ તેનો લાભ લઈ શકતા નથી. તેઓ એકદમ સમજદાર વૃત્તિના હોય છે. સારા અને ખરાબને તેઓ બરાબર રીતે અલગ પાડી શકે છે. આ સિવાય તેઓ માનસિક અને શારિરીક રીતે પણ ઘણા મજબૂત હોય છે. કોઈ મોટી મુશ્કેલી પણ તેમને તોડી શકતી નથી. તેઓ હિંમત સાથે દરેક મુશ્કેલીનો સામનો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ