ફણસ ની આઈસ્ક્રીમ – અલગ અલગ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાવો પસંદ છે તો બનાવો આ નવીન ટેસ્ટનો આઈસ્ક્રીમ..

કેમ છો ફ્રેંડસ

ગરમી ખુપ શરૂ થઇ ગયી છે આઈસક્રીમ ખાવાનું મન થાય છેને …બધા ફ્રુટ ની આઈસ્ક્રીમ તો તમે બનાવતા જ હશો.અને ખાતા પણ હસો..પણ હું તમારા માટે આજે કઈક નવીન આઈસ્ક્રીમ ની રેસીપી લઈને આવિ છું….જે એકદમ હેલ્થી છે તે છે ” ફણસ ની આઈસ્ક્રીમ…”

આપણા ઐયા લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે.

ભારતમાં સૌથી વધુ થનાર ફળ ફણસ વિશ્વમાં સૌથી મોટું હોય છે. ફણસનું શાક, પકોડા કે અથાણું ઘણા લોકોના ફેવરિટ હોય છે. જ્યારે તે પાકી જાય છે ત્યારે તેની અંદરના મીઠાં ફળને ખાવામાં આવે છે. જે કે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફણસની અંદર ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેવા કે, વિટામીન એ, થાઈમીન, પોટેશિયમ, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, આર્યન, નિયાસીન અને જિંક વગેરે.

એટલા બધા ફાયદા છે તો આપણે પણ ચોક્કસ થી તેનો ઉપયોગ કરીએ…

“ફણસ ની આઈસ્ક્રીમ”

  • ૧ વાટકી – ફણસ નો અંદર નો માવો
  • ૧ વાટકી – ક્રીમ
  • ૧ વાટકી – મિલ્ક પાવડર
  • ૧ વાટકી – કંડેન્સ્ડ મિલ્ક
  • ફણસ ના પીસ – આઈસ્ક્રિમ માં નાખવા માટે

રીત :-

સૌ પ્રથમ ફણસ ને છોલી મિક્સર માં ફેરવી લેવું.

હવે કંડેન્સ્ડ મિલ્ક, ક્રીમ, મિલ્ક પાવડર, પણ મિક્સ કરવું.હવે મિક્સર જારમાં ફેરવી લેવું.

હવે એક એરટાઈટ ડબા માં બધુ મિશ્રણ કાઢી લેવું.

હવે આ ડબા ને ફ્રીઝર માં ૭-૮ કલાક માટે સેટ કરવા રાખવું.

હવે આઈસ્ક્રીમ સર્વ કરવા રેડી થઈ ગઈ છે.

આ આઈસ્ક્રીમ માં આપણે દૂધ નો વપરાશ નથી કરી રહ્યા.

અને બીજી વાર ચર્ણ કરવાની પણ જરૂર નથી …

ખુપ સહેલી પ્રોસેસ થી આ આઈસ્ક્રીમ બની જતી હોય છે….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.