આ છોકરાને છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ ગમતા હતા, શોખ એવી રીતે પૂરો કર્યો કે જે વાંચીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

આ છોકરાને છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ ગમતા હતા – ….

ઘણા લોકો પોતાના શરીરમાં બદલાવ લાવવા માટે વિવિધ રીતે પ્રયાસ કરતા હોય છે કોઈ મેદસ્વી હોય તો પાતળા થાય છે, કોઈ શ્યામ હોય તો ગોરા થવાની ટ્રીટમેન્ટ કરાવે છે તો વળી કોઈ પોતાના શરીરથી અલગ જ પ્રકૃતિ ધરાવતા હોય છે. એટલે કે પોતે સ્ત્રી હોય તો તેને પુરુષ થવાનું મન થાય અથવા પુરુષ જેવી ઇચ્છાઓ તેઓ ધરાવતા હોય અને જો પુરુષ હોય તો તેમની સ્ત્રી જેવી ઇચ્છાઓ હોય છે. અને હવે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી લીધી છે કે લોકો કૂદરત વિરુદ્ધ જઈને પણ પોતાની ઇચ્છા સંતોષી શકે છે.

image source

આજના સમયમાં તમને એવી ઘણી બધી વ્યક્તિઓ મળી જશે જેઓ પુરુષમાંથી સ્ત્રી થઈ હોય અથવા સ્ત્રીમાંથી પુરુષ થઈ હોય. એટલે કે તેમણે પોતાનું લીંગ પરિવર્તન કરાવ્યું હોય. આજે અમે તમારી સમક્ષ એવી જ વ્યક્તિની હકીકતો લાવ્યા છીએ જે જન્મ્યો હતો એક પુરુષ તરીકે પણ તેની ઇચ્છાઓ સ્ત્રીઓ જેવી હતી અને તેણે મેડિકલ પ્રક્રિયાઓ દ્વારા પોતાના પુરુષ શરીરને સ્ત્રૈણ શરીરમાં ફેરવ્યું છે.

image source

આ હકીકત રાજસ્થાનના જોધપૂરમાં રહેતાં એક જાણીતા સ્ટેજ ઓર્કેસ્ટ્રા કલાકાર દિપકની છે, જેણે જાતિ પરિવર્તન બાદ પોતાનું નામ દીપિકા કર્યું છે અને આજે લોકો તેને આ દીપિકા નામથી જ જાણે છે. તે ઘણા વર્ષોથી સ્ત્રી જેવી જ ઇચ્છાઓ રાખતા હતા. સ્ત્રીની જેવા વસ્ત્રો તેમને પસંદ આવતા, તેવું નૃત્યુ તેમને પસંદ આવતું અને છેવટે તેમણે પોતાનું લીંગ પરિવર્તન કરાવીની પોતાની ઇચ્છા પૂરી કરી લીધી.

image source

લિંગ પરિવર્તન કરાવ્યું તે પહેલાં દિપક ડાન્સરે ઘણા બધા સ્ટેજ શો, ઓર્કેસ્ટ્રા, કલ્ચરલ પ્રોગ્રામ, તેમજ અન્ય પાર્ટીઝ જેમ કે લગ્ન-જન્મ દિવસ વિગેરેની પાર્ટીઓમાં પર્ફોમ પણ કર્યું છે. તેઓ પોતાના અનુભવ વિષે જણાવે છે કે ઘણા લાંબા સમયથી તેઓ પોતાનું લીંગ પરિવર્તન કરાવવા માગતા હતા. અને છેવટે તેમણે દિલ્લી ખાતે પોતાનું લિંગ પરિવર્તન કરાવીને પોતાને સંપૂર્ણ રીતે મહિલા બનાવી દીધી છે.

image source

દિલ્લી ખાતે જેન્ડર ચેન્જ કર્યા બાદ તેણે પોતાની જાતને ફરી ધમાકેદાર રીતે રજૂ કરવા માટે ગીતાંજલી સોની નામની મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવ્યો, તેમજ સુમન પ્રજાપતિ નામી સ્ટાઇલીસ્ટ પાસે વસ્ત્રો તેમજ જ્વેલરીથી પોતાની જાતને સજાવી હતી. અને ત્યાર બાદ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. અને હવે તેણે પોતાની જાતને દીપક ડાન્સર તરીકે નહીં પણ મોડેલ દિપીકા તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરી છે.

બાળપણથી જ છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ પસંદ હતા

image source

દીપકને બાળપણથી જ છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ ગમતા. અને ત્યારથી તે એ પ્રકારે ઘણીબધી વાર જોવામાં આવ્યો હતો. અને આજ વિચાર સાથે તે મોટો થયો હતો. અને જોત જોતામાં તે રાજસ્થાનના જોધપૂરનો જાણીતો મારવાડી ડાન્સર બની ગયો. પણ આ દરમિયાન પણ સતત તેના મનમાં મહિલા બનવાની જ ઇચ્છા રમ્યા કરતી અને ધીમે ધીમે તે ઇચ્છા તીવ્ર થવા લાગી. અને છેવટે તેને પોતાનું લીંગ પરિવર્તિત કરવાનો વિચાર આવ્યો અને તેણે છેવટે તે અઘરો નિર્ણય લઈ જ લીધો.

image source

છેવટે લોકડાઉનના થોડા સમય પહેલાં જ દીપકે પુરુષમાંથી સ્ત્રી એટલે કે દીપકમાંથી દીપિકા બનવાનું નક્કી કર્યું અને તેના માટે તેણે દીલ્લી ખાતેની હોસ્પિટલમાં લીંગ પરિવર્તનની સર્જરી કરાવી. હાલ તે પોતાના આ નિર્ણયથી ખૂબ ખુશ છે. પહેલાં તેણે પુરુષ રહીને સ્ત્રીઓના વસ્ત્રો પહેરવા પડતા અને સ્ત્રીઓની જેમ ડાન્સ કરવો પડતો. પણ હવે તે એક સ્ત્રી બની ગયો છે અને પહેલાની જેમ જ લોકોને મનોરંજન પુરુ પાડવા માગે છે. જો કે તેની હવે પછીની ઇચ્છા બોલીવૂડમાં કંઈક કરવાની છે.

રાજસ્થાનના જાણિતા નેતાના હસ્તે મળી ચુક્યા છે અવોર્ડ્સ

image source

દીપક છેલ્લા દસ વર્ષથી પોતાના મારવાડી ડાન્સ માટે આખાએ રાજસ્થાનમાં જાણીતો છે. તેણે વિવિધ જગ્યાઓએ પર્ફેમન્સ કરીને પ્રશંસા મેળવી છે. તેને જોધપુરના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ત્યાના મેયર ઘનશ્યામ ઓઝા તેમજ શહેરના કેટલાક ધારાસભ્યો દ્વારા તેની નૃત્યકળા માટે અવોર્ડ પણ મળી ચૂક્યા છે.

image source

આજે સમગ્ર વિશ્વમાં કેટલાક લોકો પોતાની કૂદરત દ્વારા આપેલી જાતિથી સંતુષ્ટ નથી અને વિજ્ઞાન પણ એટલુ આગળ પહોંચી ગયું છે કે લોકો પોતાનું લીંગ પરિવર્તન કરાવી શકે છે. થોડા સમય પહેલાં આ બાબત વિષે વિચારવું પણ શક્ય નહોતું પણ હવે બધું આપણી સામે જ થઈ રહ્યું છે. અને આ સર્જરી કરાવનાર લોકો પણ પોતાના આ નિર્ણયથી ખુશ થતાં જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ