જાણો જગન્નાથ મંદિરથી લઇને ઇસ્કોન મંદિર સુધી, ભક્તોને કેટલા વાગે મળશે મંદિરમાં એન્ટ્રી

અમદાવાદમાં જાહેર જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે મંદીરો – તૈયારીઓ થઈ શરૂ

સમગ્ર દેશમાં છેલ્લા લગભગ બે અઢિ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. અને તેના પગલે જરૂરિયાતની બધી જ સેવાઓ સિવાય સરકાર દ્વારા બધા જ વ્યવહારો બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં મંદીરોનો પણ સમાવેશ થાય છે. પણ લોકડાઉનના 5માં તબક્કામાં અથવા અનલોકના પ્રથમ તબક્કામાં ધીમે ધીમે સરકારે વ્યવહારોને છૂટ આપવાનું શરૂ કર્યું છે. જેમાં નાના મોટા ધંધા રોજગારની સાથે સાથે 8મી જૂનથી મંદીરોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

image source

આજથી એટલે કે 8મી જૂનથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે દેશના વિવિધ ધાર્મિક સ્થળોને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. અને તેને ધ્યાનમાં રાખીને વિવિધ મંદીરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો જમાલપુર ખાતે આવેલા જાણીતા જગન્નાથ મંદીરને પણ ટ્રસ્ટીઓએ ખોલવાની જાહેરાત કરી છે.

image source

જગન્નાથ મંદીરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જણાવે છે કે ભગવાનને જળ યાત્રા બાદ તેમના મોસાળ મોકલવામાં આવ્યા છે. અને દર્શનનો સમય હજુ સુધી નિયત કરવામાં આવ્યો નથી. પણ મંદીરમાં સાફ સફાઈ, તેમ મંદિરના પ્રાંગણની સાફસફાઈ, સેનેટાઇઝેશન વિગેરેની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર શ્રી દ્વારા જણાવવામાં આવેલ માર્ગદર્શિકા પ્રમાણે ભક્તો મંદીરમાં ભગવાનના દર્શન કરવા આવે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે ભક્તોના વાહનોના પાર્કિંગની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

હવે અમદાવાદના ઇસ્કોન મંદિરની વાત કરીએ તો અહીં પણ 8મી તારીખથી ભક્તો માટે દ્વાર ખોલવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી. મંદિરમાં ભક્તો એકબીજાથી શારીરિક અંતર બનાવી રાખે તે માટે મંદીરની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ માટે માર્કિંગ રૂપે ગોળ સર્કલ પણ કરવામા આવ્યા છે. આ ઉપરાંત સંક્રમણનો ફેલાવો ન થાય તે માટેની કાળજી પણ મંદિરમાં રાખવામાં આવશે. મંદિરોને સરકાર દ્વારા તો જ ખોલવાની છૂટ આપવામાં આવી છે કે તેમણે સરકારની દરેકે દરેક ગાઇડલાઇન્સનું કડક રીતે પાલન કરવુ પડશે. તેમ ત્યાં આવતા દર્શનાર્થીઓએ પણ તેનું કડક રીતે પાલન કરવાનુ રહેશે.

image source

ઇસ્કોન મંદીરે દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય સવારે 7થી 1 અને ત્યાર બાદ સાંજના 4થી 8.30નો રાખ્યો છે. તેમજ માસ્ક વગરના દર્શનાર્થીઓને મંદીરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં આ ઉપરાંત ભક્તો પાસે હેન્ડસેનિટાઇઝર પણ હોવું જોઈએ. ઇસ્કોનનો જે પ્રસાદ દર્શનાર્થિઓમાં વખણાય છે તેનું હાલ પુરતું મંદિર દ્વારા વિતરણ કરવામા આવશે નહીં. આ ઉપરાંત શહેરના અન્ય મંદીરોમાં પણ આ જ રીતની વ્યવસ્થા શરૂ કરવામા આવી છે અને સોશયિલ ડિસ્ટન્સિંગ માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે.

image source

સરકાર દ્વારા 8મી જૂનથી દેશના દરેક મંદીરના દ્વાર ખોલવાની છૂટ તો આપવામાં આવી છે તેમ છતાં કેટલાક મંદિરોએ ઉતાવળ નહીં કરીને હમણા જાહેર જનતા માટે દ્વાર બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. અનલોકના પહેલા તબક્કામાં દુકાનો તેમ જ અન્ય વ્યવહારો ખુલ્લા મુકવામાં આવ્યા છે જો કે હજુ સુધી મોલ્સ તેમજ થિયેટર્સને ખુલ્લા મુકવાની કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી આ ઉપરાંત શાળાઓ તેમજ કોલેજો વિષે પણ હજુ સુધી નિર્ણય લેવાયો નથી. જો કે ગઇકાલે શાળાઓને 15મી ઓગસ્ટ બાદ ખુલ્લી મુકવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે વાલીઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી શાળાઓ ખોલવામાં ન આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ