ફેસબુક-જિયો ડીલની સાથે જ મુકેશ અંબાણીને બખ્ખા, બન્યા ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

FB – Jio ડીલે ફરી એકવાર મુકેશ અંબાણીને બનાવ્યા એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ – ચીનના જેક માને ધકેલ્યા પાછળ

તાજેતરમાં જીઓએ ફેસબુક સાથે કરાર કરીને ફરી એકવાર મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન પાછુ મેળવી લીધું છે. મુકેશ અંબાણીએ જીઓની 9.99 ટકા ભાગીદારી ફેસબુકના ઝુકરબર્ગને વેચી છે. ફેસબુકનું આ રોકાણ રૂપિયા 43,547 કરોડનું છે. અને આ સાથે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે અને મંદીના કારણે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાંના પહેલા ક્રમથી બીજા સ્થાને ધકેલાઈ ગયા હતા જે તેમણે પાછું મેળવી લીધું છે. તેમણે ચીનના જેક માને પાછળ રાખી દીધા છે.

image source

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પ્રમાણે આ ડીલથી મુકેશ અંબાણીની નેટ વર્થમાં એક જ દિવસમાં 469 કરોડ ડોલર એટલે કે લગભઘ 34હજાર કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હાલ એશિયાના ધનિક વ્યક્તિમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમ ધરાવે છે જ્યારે વિશ્વ સ્તરની આ યાદીમાં 16મા ક્રમે છે. તેમણે આ યાદીમાં પણ જેક માને ચાર ક્રમથી પાછળ છોડી દીધા છે, તેમનું સ્થાન આ યાદીમાં 20મુ છે. તમને જણાવી દઈએ કે એશિયાના સૌથી ધનીક લોકોની યાદીમાં પ્રથમ રહી ચૂકેલા જેક મા પોતાના દેશના જ બિઝનેસ ટાઇકુન હુઆન્તે કરતાં પણ પાછળ રહી ગયા છે.

image source

થોડા સમય પહેલા મુકેશ અંબાણી જ એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન હતા પણ આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઇલ ક્ષેત્રે મંદી આવતા તેમનું સ્થાન છીનવાઈ ગયુ હતું. એક અહેવાલ પ્રમાણે 21 એપ્રિલ સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. પણ ફેસબુક સાથેની જીઓની ડીલે તેમને ફરી પાછા પોતાના સ્થાન પર બીરાજમાન કરી દીધા છે. આ ડીલના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ભાવમાં બૂધવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં 9.83 ટકાનો વધારો થયો હતો. અને જીઓ પ્લેટફોર્મનું મૂલ્ય વધીને 4.75 લાખ કરોડ રૂપિયા થયુ હતું.

image source

ફેસબુકના જીઓમાં 9.99 ટકાના રોકાણ બાદ રિલાયન્સની સંપત્તિમાં 4 અરબ ડૉલરનો વધારો થયો છે અને તે સાથે તેમની સંપત્તિ 49 અબજ ડૉલરની થઈ ગઈ છે. જેક મા જે મુકેશ અંબાણી કરતા આગળ હતા હાલ તેમની સંપત્તિ મુકેશ અંબાણી કરતા ત્રણ અબજ ડૉલર ઓછી છે.

image source

સૌથી ધનવાન લોકોની વૈશ્વિક યાદીમાં મુકેશ અંબાણીનું સ્થાન 16મું છે તો પ્રથમ નંબર પર એમેઝોનના જેફ બેજોઝ છે. તેમની સંપત્તિ 116.9 અબજ ડૉલરની છે. જ્યારે બીજા નંબર પર છે બીલ ગેટ્સ તેમની નેટ વર્થ 99.9 અબજ ડૉલર છે. તો બર્નાર્ડ એરનોલ્ટ ફેમિલિ 91.6 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે છે. તો વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ 70.5 અબજ ડૉલર સાથે ચોથા ક્રમે છે. જ્યારે ઓરેકલના સ્થાપક લેરી એલીસન 62.4 અબજ ડૉલર સાથે પાંચમા ક્રમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ