‘મીરા બાઈ’ની મીરા દેખાવમાં છે બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ સુપર સ્માર્ટ, જોઇ લો તમે પણ તસવીરોમાં

મીરાબાઈ સિરિયલની નાનકડી અભિનેત્રી બની ગઈ છે ટીકટૉક સ્ટાર – જુઓ કેટલી બોલ્ડ બની ગઈ છે આ અભિનેત્રી

image source

મીરા બાઈ સિરિયલની નાનકડી મીરા બાઈ યુવાનીમાં દેખાઈ રહી છે આકર્ષક

ભારતમાં ધાર્મિક સિરિયલો લોકોને ખૂબ પસંદ છે પછી તે મહાભારત હોય રામાયણ હોય કે પછી શિવજી પર આધારિત કોઈ સિરિયલ હોય કે ગણપતિ પર આધારિત કોઈ સિરિયલ હોય. આ બધી જ સિરિયલને જો નવા નવા રૂપમાં પણ રજૂ કરવામાં આવે અથવા નવી નવી કથાઓ સાથે રજૂ કરવામાં આવે તો પણ લોકો તેને જોવાનું પસંદ કરે છે. આવી સિરિયલનો દર્શક વર્ગ વહેંચાયેલો નથી હોતો નાના મોટા – સ્ત્રી પુરુષ બધાને આવી ધાર્મિક સિરિયલ પસંદ આવતી હોય છે. અને સાથે સાથે ઐતિહાસિક કથા વસ્તુ ધરાવતી સિરિયલ પણ ભારતીય વ્યૂઅર્સને પોતાની તરફ આકર્ષે છે.

image source

થોડા વર્ષો પહેલાં આવી જ એક ભક્તિભાવપૂર્ણ ઐતિહાસિક વિષય વસ્તુ ધરાવતી સિરિયલ મીરાબાઈ રજૂ કરવામાં આવી હતી લોકોને તે ખૂબ પસંદ આવી હતી અને તેમાં મીરાબાઈના નાનપણને ભજવનારી નાનકડી અભિનેત્રી લોકોને ખૂબ ગમી ગઈ હતી.

આ સિરિયલમાં આ નાનકડી મીરાબાઈને કૃષ્ણ ભક્તિમાં એટલી તે લીન જોવામાં આવતી કે લોકો તેને વાસ્તવમાં મીરાબાઈ માનવા લાગ્યા હતા. આ અભિનેત્રીનું નામ છે આશિકા ભાટિયા. હાલ તો આ નાનકડી મીરાબાઈ યુવાન થઈ ગઈ છે અને આકર્ષક પણ લાગે છે. તેણી કોઈ બોલીવૂૂડ સ્ટાર્સ જેટલી આકર્ષક લાગવા લાગી છે.

image source

આશિકા ભાટિયાએ મીરા ઉપરાંત બીજી ઘણી બધી સિરિયલ્સમાં કામ કર્યું છે જેમ કે પરવરીશ, કુછ ખટ્ટી કુછ મીઠી, કુછ રંગ પ્યાર કે ઐસેભી, એક શ્રિંગાર – સ્વાભિમાન. આ ઉપરાંત તેણે પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની સોતેલી નાની બહેન પ્રિન્સેસ રાધિકાનું પાત્ર પણ ભજવ્યું છે.

image source

તમને જણાવી દઈે કે તેણી પોતાનું ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પણ ધરાવે છે અને તેના પર તેણીના 4.1 મિલિયન એટલે કે 41 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. તેણી ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના લાખો ફોલોઅર્સના સંપર્કમાં રહે છે અને પોતાના અંગત તેમજ પ્રોફેશનલ જીવનની ઝલક અવારનવાર વિડિયો તેમજ તસ્વીરો દ્વારા શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે હાલ તેણી એક મોટી ટીકટૉક સ્ટાર બની ગઈ છે અને તેણીની ટીકટૉક વિડિયોને તેના ફેન્સ કરોડોની સંખ્યામાં પસંદ કરી રહ્યા છે.

image source

જોકે હવે તેણી તે નાનકડી મીરાબાઈ નથી રહી પણ ખૂબ જ બોલ્ડ અને હોટ બની ગઈ છે અને સાથે સાથે બિનદાસ પણ બની ગઈ છે. તેના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટને જો તમે જોશો તો તમને વિશ્વાસ નહી આવે કે આ તે જ શાંત મીરાબાઈનું પાત્ર ભજવનારી આશિકા છે કે બીજું કોઈ છે. તમે જ જોઈલો તેની તસ્વીરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ