એક એવા ઉપવાસના વ્રતની વાત કરીએ જેનાથી મહાદેવ અને મા પાર્વતી બંનેની એક સાથે અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

શિવપાર્વતીને પ્રસંન્ન કરવાનું ઉત્તમ વ્રતઃ પ્રદોષ વ્રત. જાણીએ તેનું મહત્વ અને પૂજા – અર્ચનાની વિધિસર કથા…


એક એવા ઉપવાસના વ્રતની વાત કરીએ જેનાથી મહાદેવ અને મા પાર્વતી બંનેની એક સાથે અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત સામાન્ય ઉપાસનાની જેમ એકટાણું કરીને નથી કરાતું. તેની પાછળ છે એક નિશ્ચિત સમય અને ચોઘડિયું. આવો જાણીએ શું છે આ પ્રદોષ વ્રતની વિધિ અને મહત્વ પાછળ રહેલી કથા.


હિન્દુ ધર્મમાં પ્રદોષ ઉપવાસ ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા થાય છે. આ ઉપવાસ હિન્દુપંચાંગ મુજબ મહિનાના કૃષ્ણપક્ષના ૧૩મા દિવસે આવે છે. તેને ચંદ્રમાસ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે તે બે ગાયનું દાન આપવા સમાન પૂણ્ય મેળવે છે. એવી દ્રઢ માન્યતા છે કે પ્રદોષ ઉપવાસ કરીને એ દિવશે શિવ ઉપાસના કરવાથી સમસ્ત પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે શંકર ભગવાન સાથે પણ માતા દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

પ્રદોષ વ્રતનું છે આગવું મહત્વઃ


આપણી ધર્મિક સંસ્કૃતિ મુજબ મહાદેવને ભોળા શંકર કહેવાય છે. આપણે જો પૌરાણિક કથાઓ વિશે જાણીએ તો તેમાં અનેક એવી દંતકથાઓ પ્રચલિત છે જેમાં ભગવાન શંકરે ભક્તોની કઠોર તપશ્ચર્યા બાદ તેમના પર પ્રસન્ન થઈને અનોખા વરદાન આપ્યાં છે. પ્રદોષનું વ્રત એક પ્રકારે તપ કર્યા સમાન જ ગણવામાં આવે છે. આ દિવસે કરાતા ઉપવાસ બાદ ઉપાસના અને દાનપૂણ્યનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે. કેટલાક લોકો આ વ્રતને દુશ્મનનો સામનો કરીને તેનાથી સફળતા મેળવી જીતવા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરનારા ભક્ત લોકોના દુઃખ દૂર થઈ જાય છે અને તેઓ દેવામાંથી છુટકારો પણ મેળવે છે. આ વ્રત ઉપાસનાથી ભગવાન શંકર અને માતા પાર્વતી લોકોની દરેક ઇચ્છા પૂરી કરે છે.

પ્રદોષ વ્રતની વિધિઃ


પ્રદોષ ઉપવાસ કરવા માટે વહેલી સવારે જાગીને જાતકે સૌથી પહેલ સ્નાન કરવાનું રહે છે. આ પછી, તેમણે ભગવાન શિવને બિલિપત્ર, ચોખા, ફૂલો, દીવો, ફળ, પાન, સોપારી વગેરે ધરાવીને પૂજા કરે છે. ત્યારબાદ માતા પાર્વતી સાથે ભગવાન શિવની પૂજા પણ થાય છે. આ વખતે વર્ષ ૨૦૧૯માં પ્રદોષનો ઉપવાસ ક્યારે ક્યારે આવે છે તે જોઈએ. આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. આ સર્વ તિથિઓમાં જો સોમવારે પ્રદોષ આવે તો તે અતિ ઉત્તમ ગણાય છે. કેમ કે સોમવારને મહાદેવનો વાર માનવામાં આવે છે.

ઉપવાસમાં શું કરવું જોઈએ?


આ પ્રદોષ વ્રતમાં પંચાંગમાં આપેલ સમય મુજબ સૂર્યાસ્ત સમયના પહેલાં એક જ વખત ભરેભાણે જમવામાં આવે છે. ત્યાર પછી અને પહેલાં માત્ર ફળ ફળાદિ અને દૂધ તથા પાણી લઈ શકાય. સામાન્ય રીતે પ્રદોષમાં બપોરે ચાર વાગ્યા પછી જમવાનું મુહૂર્ત હોય છે. એ સમયે એકજ જગ્યાએ બેસીને એક બેઠકે જમી લેવું જોઈએ.

વર્ષ ૨૦૧૯ ના પ્રદોષ વ્રત ક્યારે ક્યારે આવશે તે જાણીએ.


02 મે – પ્રદોષ વ્રત, મે 16 – પ્રદોષ વ્રત, 01 જૂન – શનિ પ્રદોષ વ્રત, 15 જૂન – શનિ પ્રદોષ વ્રત, 30 મી જૂન – પ્રદોષ વ્રત, જુલાઈ 14 – પ્રદોષ વ્રત, જુલાઇ 30 – ભૌમ પ્રદોષ વ્રત, ઑગસ્ટ 13 – ભૌમ પ્રદોષ વ્રત, ઑગસ્ટ 28 – પ્રદોષ વ્રત, સપ્ટેમ્બર 11 – પ્રદોષ વ્રત, 27 સપ્ટેમ્બર – પ્રદોષ વ્રત, ઑક્ટોબર 11 – પ્રદોષ વ્રત, ઑક્ટોબર 26 – શનિ પ્રદોષ વ્રત, નવેમ્બર 10 – પ્રદોષ વ્રત, 24 નવેમ્બર – પ્રદોષ વ્રત, ડિસેમ્બર 10 – ભૌમ પ્રદોષ વ્રત, ડિસેમ્બર 24 – ભૌમ પ્રદોષ વ્રત

પ્રદોષનું ફળઃ


પ્રદોષના વ્રતના શુભ ફળ માટે સુખી દાંપત્ય જીવનના સારા ભવિષ્ય માટે કરવામાં આવે છે. આ દિવસે, આખા ઘરને ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં આ ઉપવાસ અનન્ય પૂણ્ય મેળવવા માટે કરવાનું કહેવામાં આવ્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ