અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને મોદી સરકાર પાર્ટ – ૨ તૈયાર છે ફરીથી દેશનો વહિવટ સંભાળવા…

નરેન્દ્ર મોદીઃ એક એવું નામ કે જે પોતાની સામે ફેંકાયેલા પત્થરોનો ઉપયોગ કરીને પગથિયા બનાવીને ચડ્યા છે સફળતાના શિખરો… અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને મોદી સરકાર પાર્ટ – ૨ તૈયાર છે ફરીથી દેશનો વહિવટ સંભાળવા…

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi) on


૩૦મી મે, ૨૦૧૯, ભારત દેશની રાજધાની પર આખા વિશ્વની નજર છે. આ દિવસે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સાંજનો માહોલ જોવાલાયક હશે. આજ સુધી એવું નથી કે એવું બન્યું નથી કે કોઈ એક વડાપ્રધાન બીજી વખત ચૂંટાઈને ન આવ્યા હોય. પરંતુ નરેન્દ્ર મોદીની આ વખતની જીતની વાત જ કંઈ જુદી છે. તેમણે પ્રચંડ વેગથી લોક ચાહના મેળવી છે અને બહોળા પ્રમાણમાં જનાદેશ સાથે જીત હાંસલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra modi (@narendramodi.fanclub_) on


તેમના વિશે કહેવાય છે કે તેઓ એક સામાન્ય પરિવારના ચા વહેંચનાર બાળકમાંથી આજે દેશના સર્વોચ્ચ સત્તા ધરાવનાર વ્યક્તિ બન્યા છે. તેમની લોકપ્રિયતા અને તેમની વગ માત્ર ભારત દેશમાં જ નહીં પણ તેઓની છબી વિશ્વનાયક તરીકે પ્રખ્યાત થઈ છે. વર્ષ ૨૦૧૪માં તેઓએ જ્યારે જીત મેળવી ત્યારે કહેવાયું કે મોદીની લહેર ચાલી છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra modi (@narendramodi.fanclub_) on


પરંતુ આ વખતે સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે મોદીની સુનામી દેખાઈ છે ચૂંટણીના પરિણામમાં… અને કેમ ન હોય દેશના અનેક ગુજરાત સહિત બધી જ સીટ આખેઆખા રાજ્યોમાં કોઈ જ વિપક્ષના નેતા નથી જીત્યા. જ્યારે દુનિયાભરના આરોપો સામે તમારે જાતને ઉપર લાવવી હોય ત્યારે જવાબ તમારી કથની કરતાં કર્મોમાંથી મળવો જોઈએ. આ સાર મોદી સાહેબના ૧૮ વર્ષના કાર્યકાળમાંથી મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra modi (@narendramodi.fanclub_) on


મોદી સાહેબ વિશે કહેવાયું છે કે તેઓ પોતાના તરફ આવતી મુશ્કેલીઓનો સામનો હિમ્મત પૂર્વક કરે છે. તેઓ પર જ્યારે પણ વિપક્ષ, મીડિયા કે વિદેશી સાશકો અને નાગરિકો દ્વારા આરોપો અને આક્ષેપો થયા છે તેનો જરા પણ ડર્યા વગર સામનો કર્યો છે. ઉલ્ટાના એ આક્ષેપોને તેમણે એક રીતે જોઈએ તો હથિયારની જેમ ઉપયોગ કર્યો છે. મોદી સાહેબે કહેવાય છે કે જ્યારથી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેઓ ૨૦૦૨થી ૧૮ વર્ષથી એક દિવસ પણ રજા નથી લીધી. તેઓ ૨૦ કલાક કાર્યરત રહે છે અને માંડ સાડા ત્રણ – ચાર કલાક જેટલી ઊંઘ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Nationalwheels India News (@nationalwheels_india_news) on


તેમના વિશે કહેવાય છે કે તેઓ એક એવા વ્યક્તિ છે કે તેઓ જલ્દીથી કોઈને છેડતા નથી અને જો કોઈ તેમની સામે થાય તો તેમને છોડતા નથી…

મોદી વિશેના કેટલાક એવા આરોપો વિશે વાત કરી તો તમને થશે કે વિવિધ અપમાનોને તેમણે એવું સકારાત્મક વલણથી સ્વીકારી લીધું અને તેને તાકાત બનાવીને ઊપર ઊઠવા માટેનું પગથિયું બનાવી લેવાની એવી એક ટેવ પડી છે જે ગુણ આપણે સૌએ અપનાવી લેવા જેવો છે. આવો જોઈએ તેમને કઈ રીતે જે પોતાની સામે ફેંકાયેલા પત્થરોનો સદુપયોગ કરીને તેને સફળતાના શિખરો સર કરવાના પગથિયા ગોઠવવાની આદત પાડી છે.


ચાયવાલા

મોદી સાહેબે પોતાના પરિવારની ગરીબી અને જ્ઞાતિ વિશે અનેકવાર વિપક્ષ તરફથી કવેણ સાંભળ્યા છે. “ચાયવાલા કા બેટા” શબ્દ જ્યારે તેઓ પોતાની જાત માટે તેમના ભાષણમાં કહેતા ત્યારે તેઓની વાત સ્પસ્ટ હતી કે તેમને રાજનીતિ અને દેશ પર સાશન કરવાની ગાદી જન્મ સાથે કોઈ વિરાસતમાં નથી મળી. તેમણે હંમેશા તેમના પ્રતિબંધી રાહુલ ગાંધીને શહેઝાદે કહે છે. તેઓ આવું સંબોધન એટલે આપ્યું છે કેમ કે તેઓ માને છે કે તેમને બધું જ રાજ પદ અને રાજનીતિ વારસામાં મળ્યું છે. જે મેળવવા તેમને સંઘર્ષ નથી કરવો પડ્યો અને તેને સંભાળી રાખવા તેમણે મહેનત પણ નથી કરી.

 

View this post on Instagram

 

A post shared by अर्जुन सिंह लवाण (@chowkidar_arjun_lawan) on


ચોકીદાર

જ્યારે મોદી સાહેબે તેમના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે આપણાં વતનના નાગરિકો સૂતાં હોય છે ત્યારે તમારો આ ચોકીદાર જાગતો હોય છે અને તે બધું સલામત જોઈને જ સૂવે છે. ત્યારે રાહુલ ગાંધીએ તેના એક ભાષણમાં એવું નિવેદન આપ્યું હતું કે ચોકીદાર હી ચોર હૈ… આ ભાષણોના જવાબ પરસ્તી દરમિયાન ૨૦૧૯ની સાલ નજીક આવતાં મોદી સાહેબે એક સૂત્ર આપી દીધું દેશનો હર એક નાગરિક ચોકીદાર છે. જો તમે આસપાસ કંઈ ખોટું થતું જુઓ છો તો જરૂરથી ફરિયાદ કરશો અને દરેક બાબતે દેશના હિતમાં જાગૃત રહેનાર વ્યક્તિ ચોકીદાર છે. આ ‘મૈં ભી ચોકીદાર’ સૂત્ર લોક જીભે ચડી ગયું.

 

View this post on Instagram

 

A post shared by 𝐀𝐤𝐬𝐡𝐚𝐲 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 (@akshayshrmaa) on


અનેક સ્લોગન અને મેમેસ બન્યા તેના તથા દેશના લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયાના લોકોએ તેમના પ્રોફાઈલ સ્ટેટસમાં, પ્રોફાઈલ ફોટોમાં આ કેપ્શન મૂકી દીધું. એક રીતે જાદૂઈ ઘટના બનવા પામી કે એક હાકલમાં તેમના ચાહકો અને સમર્થકોએ તેમની વાતને ઝીલી લીધી. તેમના પર જ્યારે ચોકીદાર હી ચોર હૈ; આરોપ લાગ્યો હશે ત્યારે તે વિપક્ષ નેતાને સ્વપ્નેય નહીં ખ્યાલ હોય કે આ શબ્દનો આટલો વિરોધ થશે ને મોદી સાહેબના નિવેદનની આ રીતે સ્વીકૃતિ થશે.

 

View this post on Instagram

 

A post shared by yash umbarkar (@yashumbarkar_official) on


મોદી ટાઈમ મેગેઝીનમાં

મોદી વિશે આજ સુધીમાં ૪ વખત અમેરિકાના પોપ્યુલર મેગેઝીન ટાઈમમાં કવર ફોટો સાથે લેખ અને નિવેદન આવ્યા છે. જે દરેકે દરેક જુદી જુદી રીતે વિવાદાસ્પદ રહ્યા છે. ચૂંટણીના થોડા દિવસો અગાઉ જ ૧૦મી મેના તેમાં મોદીનો ગંભીર અને ગુસ્સેલ ચહેરા સાથે લખાયેલું હતું કે મોદી દેશના ભાગલા કરીને રાજ કરનાર નેતા છે.

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv) on


આ લેખ ત્યાંના જ વતની લેખક પત્રકાર આતિશ તાસીરે એવી છબી બાંધી હતી કે ભારત દેશમાં મોદી સરકારની દેખરેખમાં જાહેરમાં મોબ લિંચિંગ થાય છે અને યોગી સરકાર બનાવવા પાછળ ઉત્તર પ્રદેશમાં યોગ્ય નથી થઈ રહ્યું એવું કડક શબ્દોમાં તેમની ઝાટકણી કરાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nationalwheels India News (@nationalwheels_india_news) on


જ્યારે ૨૩મી એ પરિણામ આવ્યું અને તેમની લોકચાહનાનો જુવાળ વિશ્વવ્યાપી બન્યો ત્યારે આજ મેગેઝીને તેમના વ્યક્તિત્વના વખાણ કર્યા છે અને કહ્યું છે કે આટલા દશકોમાં એમણે ભારતમાં સૌનો આટ્લોમોટો જનાદેશ લઈને ચાલ્યો હોય તેઓ નેતા નથી જોયો…

તેમના પર બને છે કાર્ટૂન અને મેમેઝ

 

View this post on Instagram

 

A post shared by Indian politics troll (@indian19x) on


કોઈપણ સંજોગોમાં મોદી ક્યારે વિચલિત નથી થયા. તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે રૂબરૂમાં કે સોશિયલ મીડિયામાં તેમાણે અંદરોઅંદર લડ્યાના અનેક દાખલાઓ મળ્યા છે. સોશિયલ મીડિયા અને ટી.વી. ન્યૂઝમાં રજૂ થતા હાસ્યાસ્પદ મેમેઝ વિશે જ્યારે પણ એમને પૂછીએ તો તેઓ હસીને કહી દે છે કે ભારતની જનતા બહુ ક્રિયેટીવ છે તેમને મજા આવે છે આવા કટાક્ષ જોવાની.

પહેલો વિરોધ અમેરિકાના વિઝાનો

 

View this post on Instagram

 

A post shared by Mukesh Rajpurohit (@rajpurohit9895) on


ભારત દેશનો કોઈ નેતા એમાં પણ જો કોઈ રાજ્યનો ચીફ મિનિસ્ટર હોય તો તેને અમેરિકન વિઝા ન મળે એવું ન બને. પરંતુ મોદીની વાતમાં સંજોગોએ એક સમય એવો ટર્ન લીધો હતો કે તેમને અમેરિકાએ પ્રવેશ બેન કર્યો હતો. જી હા… એક જમાનામાં મોદીના વિરોધમાં અમેરિકન ગવર્મેન્ટે એવું ફરમાન કરાવ્યું હતું કે મોદી માનવ ભક્ષક નેતા છે. આવું તેમને ૨૦૦૨ના ગુજરાત ગોધરા દંગામાં મૃત્યુ પામેલા લોકોની ઘટનાને લીધે આવી માન્યતા વ્યાપી હતી.

આજે અમેરિકાના મુખ્ય અખબાર ધ વોલ સ્ટ્રીટ જનરલમાં ભારતના સૌથી સશક્ત નેતા તરીકે બીરદાવ્યા છે. તેમાં લખ્યું છે કે આટલા સમયમાં દાયકાઓ બાદ પહેલા એવા નેતા આવ્યા છે જેમણે બહોળો જનાદેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે શ્રી નરેદ્ર મોદી પહેલા એવા વ્યક્તિ છે જેમણે પહેલીવાર અમેરિકન અખબારમાં ફ્રન્ટ પેજમાં સ્થાન મેળવ્યું છે.

સર્જિકલ સ્ટ્રાઈક

 

View this post on Instagram

 

A post shared by Success King™ (@successking14) on


દેશની સરહદની રક્ષા હેતુ જેઓ દિવસ રાત, ટાઢ તડકો જોયા વિના તેનાત રહે છે ત્યારે એવા જવાનો પર તેઓ જ્યારે તેમના કેમ્પ પર પરોઢના સૂતા હતા ત્યારે અને એક સ્થાનેથી બીજા સ્થાને પલ્ટન સાથે બસમાં પરિવહન કરતા હતા ત્યારે અચાનકથી માનવ બોંબ દ્વારા આત્મઘાતી હૂમલો કરાવાયો. એ સમયે આ બહાદૂર જવાનો નિહથ્થા હતા અને કોઈ જ જાતની સુરક્ષા વિના તેઓ નિર્વાણ પામ્યા હતા. આ બંને ઘટનાઓ બાદ મોદીજીની સેનાએ પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી.

 

View this post on Instagram

 

A post shared by #Shekhawat Vijayraj Khyali (@kunwar_vijayraj_shekhawat) on


જેની સફળતાના પરચમ વિશ્વની દરેક મહાસત્તાએ નોંધ લીધી. સ્થાનિક લોકોને અડચણ પહોંચાડ્યા વિના અને પોતાના જવાનોની પણ આહૂતિ આપ્યા વગર લેવાયેલ આ બદલા વિશે વિરોધીઓ કહેવા લાગ્યા તમે શું સબૂત આપશો આ સર્જિકલ સ્ટ્રાઈકનું? બીજી વખત કરાયેલ એર સ્ટ્રાઈકે તો ઇતિહાસ સર્જ્યો. વિદેશની ભૂમિ પર ઉતરેલા કમાન્ડર અભિનંદનની વાપસી અને ત્યાર બાદની રાજનીતિએ પણ માહોલ ગરમ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi.pmindia) on


સર્જિકલ સ્ટ્રાઈક કેમ કરી? શું કામ કરી? છે કોઈ સાબીતી? જેવા પ્રશ્નોના જવાબમાં ઊરી જેવી ફિલ્મ બનવા પામી છે જેણે સૌની આંખો ભીની અને ગર્વથી છાતી ફૂલે એવા કારણો આપ્યાં છે. આવું અગાઉની સરકાર પણ કરી શકી હોય જ્યારે મુંબઈ તાજનો હમલો અને ગાંધીનગરના અક્ષરધામ પર હમલો થયો હતો. પરંતુ મોદી સરકારે સેનાના જવાનોને અનુમતિ આપી, તેમની સાથે રાતો જાગીને તેમના મિશનની સંપૂર્ણ જવાબદારી સાથે સહકાર આપ્યો. જેથી દુશ્મન દેશને યોગ્ય સમયે સચોટ જવાબ આપી શકાયો.

 

View this post on Instagram

 

नरेंद्र मोदी जी #narendramodi #narendramodifan #bjp4india #bjpindia

A post shared by Narendra Modi (@narendramodi.pmindia) on


મોદી સાહેબ પાસેથી દરેકે શીખવા જેવી કેટલીક બાબતો જે દરેક નાગરિકે અપનાવવી જોઈએઃ

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi.pmindia) on


– વિષમ પરિસ્થિતિમાં કદી વિચલિત થવું.

– તમારા મિત્રો અને સાથીદારોનો સાથ સહકારનું મહત્વ સમજીને સૌને ન્યાય આપીને દરેકને સમય આવે યોગ્ય વર્તન કરવું.

– વિરોધીઓને પણ સમજીને તેને યોગ્ય સમયે સચોટ રીતે વાર કરવો. જરૂર ન હોય ત્યાં સુધી અકારણ આક્ષેપ ન મૂકવો.

– સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જેવા અનેક એવા સૂત્રો આપ્યાં છે જે લોક જીભે ચડીને લોક ચહના મેળવી ચૂક્યાં છે.

– પોતાના વતનની વાત અને મૂળ પરિવારનો સંઘર્ષ ક્યારે નથી ભૂલ્યા. અવારનવાર ભાવૂક થઈને બાળપણની અને પરિવારને પડતી મુશ્કેલીની વાત કરી છે.

– અપરિગ્રહનો સ્વભાવ, એટલે કે એક સમય એવો હતો કે ઓછી જરૂરિયાતોમાં પણ જીવન નિર્વાહ કર્યો છે તેમણે.

– સાત્વિક ભોજન અને ઓછી ઊંઘ, પૂરતો વ્યાયામ અને ચૂસ્ત દિનચર્યામાં પણ તેઓ એકદમ સ્વસ્થ જીવન જીવે છે.

તેમના અનેક ઇન્ટ્રવ્યૂ અને ભાષણો આજના મહત્વકાંક્ષી યુવાઓએ વાંચવા અને સાંભળવા જોઈએ. જેમાંથી તેમને જીવના ઘણાં બોધપાઠ મળી રહેશે. અક્ષયકુમાર સાથેનો એક્સક્યુઝીવ ઈન્ટરવ્યૂ ખૂબ રોચક હતો. જેમાં આપણને મોદી સાહેબના અત્યાર સુધીના અનેક અજાણાં પ્રસંગો જાણવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi.pmindia) on


આવા અનેક સદગુણોથી દુનિયા આખીને તેમણે ઇમ્પ્રેસ કર્યા છે. માત્ર એક થેલો લઈને દેશનું બ્રહ્મણ કર્યં છે તેમણે. કોઈપણ ધર્મશાળા અને ધાર્મિક સ્થાનોમાં રાતવાસો કરીને દેશની પ્રજાની ઓળખ મેળવી છે. જેમના શપથ ગ્રહણ વિધિમાં દુનિયાભરના નામી વ્યક્તિઓએ હાજરી આપી અને વિશ્વના તમામ લોકોની નજર જેમની કાર્યદક્ષતા પર છે તેવા આપણાં લોકલાડીલા વડાપ્રધાન જેમની બીજીવાર સરકાર બની રહી છે ત્યારે એક ગુજરાતી તરીકે, ભારતીય નાગરિકના રૂપમાં ગર્વની લાગણી અનુભવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Bhattacharyya (@tanushreebhattacharyya) on


શપથ વિધિની ક્ષણને પોતના ઘરના નાનકડાં ટી.વી.માં એકલાં બેસીને દીકરાને ‘મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી…’ સાંભળતી વખતે એ જનની કે કેટલો ગર્વ, આનંદની અનુભૂતિ થઈ રહી હશે. ખરેખર તો આપણે કલ્પી પણ ન શકીએ કે એ સમયે એ માતા શું અનુભવતી હશે જ્યારે દુનિયામાં તેના નામનો ડંકો વાગતો હોય.

તેમને વળતાં પાણીને પોતાની તરફ વાળતાં આવડે છે. વિપરિત સ્થિતિને અનુકૂળતામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવતા, આ સમયની રાજનીતિના મહાનેતાને શુભેચ્છાઓ સહ વંદન…

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ