કેળાંના પાનમાં ચટાકેદાર વાનગીઓ જમવાનું નજીકના ભવિષ્યમાં શરૂ થાય તો નવાઈ નહીં, તમે પણ ટ્રાય કરી જુઓ, ફરક તમને જાતે જ દેખાશે…

જો તમે દક્ષિણ ભારત તરફ પ્રવાસ કર્યો હશે તો તમે જાણ્યું જ હશે કે એ વિસ્તારમાં કેળાના પાનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીં ભોજન કરતી વખતે રસોઈ પીરસવા માટે અને ઘરના સુશોભનમાં કેળાના પાનનું આગવું મહત્વ છે. અહીં રસપ્રદ વાત જ એ છે કે જમવામાં થાળીની જગ્યાએ કેળાના પાનનો ઉપયોગ થાય છે. આ સિવાય ત્યાંની સંસ્કૃતિમાં એનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. ભારત દેશમાં કેળાના પાનને અનેક શુભ પ્રસંગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે કેમ તેને પવિત્ર માનવામાં આવે છે. કેળાનું ફળ કે પાન જ માત્ર ઉપયોગી નથી; જોવા જઈએ તો કેળાના પાન, ફૂલ અને તેના મૂળની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. જેના કારણે અનેક શારીરિક બીમારીઓને દૂર થઈ શકે. આવો, કાચા કેળાના લીધે આપણાં સ્વાસ્થ્યને થતા લાભ વિશે જાણીએ. એજ મુખ્ય કારણ છે જેને લીધે આપણે જમવામાં પત્રાળાં તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ. એજ આપણી ભારતીય સંસ્કૃતિની અને પૌરાણીક પરંપરાની આગવી રીત છે.ઓર્ગેનિક રીતઃકેળાંના પાન પર જમવાની ભારતીય પરંપરા પાછળ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કારણ નથી. આનું એક આગવું વૈજ્ઞાનિક કારણ પણ છે.
કેળના પાનમાં એક ખાસ પ્રકારનું કુદરતી વેક્સ લેયર હોય છે. જ્યારે ગરમ ગરમ ભોજન એમાંય સાઉથ ઇન્ડિયન આગવી વાનગી રસમ ભાત એમાં પીરસાય ત્યારે કુદરતી તૈલીય પદાર્થ તેમાં ઓગળીને આગવો સ્વાઉ ઉત્પન્ન કરે છે. હાઈજિનીક રીતઃ આપણે પ્રસંગોમાં અને હોટલોમાં મોંઘી ક્રોકરીમાં જમીએ છીએ અને સમૂહમાં થયેલ જમણવાર બાદ એ વાસણો ડિટર્જન્ટથી ધોવાય છે અને ક્યારેક તે અનહાઇજિનીક રીતે સારી રીતે સાફ ન થવાથી એવા અસ્વચ્છ વાસણમાં જમવાથી માંદગી પણ આવી શકે છે.
કુદરતી વૈકલ્પિક રોજગાર સંસાધનઃ આપણી પૃથ્વી પરના પર્યાવરણને થતા પ્રદૂષિત નુકસાનની સાથે આપાણાં માનવદેહના આરોગ્ય માટે પણ હવે કેટલાક સમયથી હાનિકારક પ્લાસ્ટીકના ચલણને અટકાવવા માટે સરકાર તથા ખાનગી સંગઠનો દ્વારા હવે પ્રતિબંધ લગાવવાની ઝૂંબેશ ચાલે છે જેમાં પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ ક્રોકરી વાપરવાથી દંડ કરવા સહિતની કાર્યવાહીના કડક પગલાં ભરાય છે. પ્લાસ્ટીકની વસ્તુઓની અવેજીમાં ચા – નાસ્તા માટે કાગળના કપ અને ડીશો વાપરવાની બોલબાલા વધી છે. હકીકતે પ્લાસ્ટીકની સરખામણીએ કાગળના ભાવ વધુ હોવાથી નાના પાયાના ધંધાર્થીઓ માટે તેનો ઉપયોગ કરવાથી નફામાંથી તેનો હિસ્સો વધુ પ્રમાણમાં નીકળી જાય છે. આ સિવાય કાગળ પણ પ્રમાણમાં સ્વાસ્થ્યને નુકસાનકારક તો છે જ. જેથી કાગળના બદલે પર્યાવરણ અને માનવ આરોગ્યને નુકસાન ન કરે તેવા કિફાયતી નાણાંકીય રીતે પોસાય તેવા વિકલ્પની શોધ તરફ ટેલેન્ટેડ લોકોએ નજર દોડાવી છે. જેને લઈને અનેક સ્થાને કેળાંના પાનમાંથી બનાવેલ સુંદર, સસ્તા અને વાપરીને ફેંકી દઈ શકાય તેવા વાટકા અને થાળીઓની બનાવટ કરવાના ગૃહઉદ્યોગો બનવા પામ્યા છે. આરોગ્ય બાબતેઃ આપણે કેળાના પાનના આટલા ઉપયોગો જોયા તેમાં સૌથી અગત્યનું એક પાસું એ છે કે તેમાં એક ખાસ પ્રકારનું પ્રાકૃતિક એન્ટી ઓક્સીડેન્ટ તત્વ રહેલું છે જેનું નામ પૉલીફેનૉલ્સ છે. આ એન્ટી ઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના છોડમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થનાર ખાદ્ય પદાર્થોમાંથી પણ મળી જ આવે છે. જો તમે કેળાના પાનને ઝાડ પરથી ઉતારી પાણીથી ધોઈને સ્વચ્છ કરીને એ પાન પર જમવાનું પીરસો છો તો ભોજનમાં આ એન્ટી ઓક્સીડેન્ટને અવશોષિત કરી લે છે જે તમારા શરીરને ખરેખર ઘણી બધી બીમારીઓ થતાં બચાવે છે. આ કેળાંના પાનને સૌથી વધારે હાઇજિનિક, પર્યાવરણના અનુકૂળ અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.ધાર્મિક મહત્વઃ મનોકામના પૂર્ણ કરવા આપણે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર એવા સત્યનારાયણની કથા કરાવીએ છીએ ત્યારે પૂજાની સામગ્રીમાં ભગવાનના પાટલાના માંડવામાં કેળાંના પાન ગોઠવવામાં આવે છે. તેને વ્રત – પૂજામાં પણ ખૂબ જ શુભ મનાય છે.
ભોજનમાં વપરાતાં કેળાંના પાનનું મહત્વ પારંપરિક ભારતીય સંસ્કૃતિથી પ્રેરાઈને હવે નવી ફેશનની ડિસ્પોઝિબલ ક્રોકરી સુધી વધે તેવું ઇચ્છનીય છે.