ભવનાથની આ રવાડીમાં અશ્વત્થામા પણ હોય છે હાજર!સૌથી રોમાંચક શિવરાત્રીની રવાડીનું આવુ છે રહસ્ય…

મહા વદ નોમથી લઈ શિવરાત્રીની મધ્યરાત્રી સુધી સોરઠનાં ધણી ગિરનારની તળેટીમાં’હર ભોલે-બમ ભોલે’નાં નાદ ગુંજી ઉઠે છે.લાખીની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.હજારો સાધુઓ ની રાવટીઓ તણાય છે.અનેક મંત્રજાપથી તળેટી જાણે હવનકુંડ હોય તેવો અનુભવ થાય છે.ચોતરફનું પર્યાવરણ શિવાવરણથી છવાય જાય છે.હા,આ વાત છે ભવનાથ મેળાની!મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આજ આપણે વાત કરવી છે તેને જ લગતી.હવે ‘મિની કુંભ’ નો દરજ્જો પામેલો આ વિશાળ મેળો સાચા અર્થમાં ભવ્યાતિભવ્ય હોય છે.અંદાજીત આઠથી દસ લાખનું માનવ મહેમરામણ ઉમટી પડે છે!ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં યોજાતા આ મેળામાં સાધુ-સંસારીઓ અને શિવનો સંગમ રચાય છે.
મહા સુદ નોમથી શરૂ થતા આ મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રીની મધ્યરાત્રીએ થાય છે.શિવરાત્રીનો આખો દિવસ લોકોનું મોટા પ્રમાણમાં આવાગમન રહે છે.હૈયેહૈયું દળાય એ ટલી ભીડ જામે છે.તળેટી જાણે માણસોથી અક્કડેઠઠ્ઠ ભરાય ગઈ હોય એ વું અનુભવાય!પછી મધ્યરાત્રીએ સાધુસંતોની રવાડી નિકળે છે. રવાડીનું મહત્વ સાધુસંતોથી લઈને સામાન્ય માણસોમાં પણ ખૂબ હોય છે.દરેક ભાવિકને સરઘસ જોવાની ઉત્સુકતા હોય છે.આજ અહિ જાણીએ શું છે આ કરતબપૂર્ણ,રહસ્યમય અને જીવ-શિવનાં મિલનનો ઘોષ પાડતી રવાડી વિશેની એ વી વાતો જે સાચા અર્થમાં રોમાંચક છે:મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ અંદાજીત નવ-દસ વાગ્યા આસપાસ અખાડામાંથી સાધુસંતોનું સરઘર નિકળે છે.ભારતભરનાં સંતોનું અહિ આગમન થઈ ગયુ હોય છે,એ બધા જ આ ઘડીએ રવાડીમાં શામેલ થાય છે.હિંદનાં ૧૩ જેટલા અખાડાનાં સંતો મહંતો,મહામંડલેશ્વરોથી આ સરઘસ શોભી ઉઠે છે.હાથી અંબાડી પર,ઘોડાનાં રથ પર કે પાલખીમાં મહંતો બિરાજમાન થાય છે અને બીજા સાધુઓ પગપાળા ચાલે છે.
દ્રશ્ય ખરેખર શ્રધ્ધાનાં ઉદાહરણ સમાન હોય છે.સાધુઓ પણ કેવા? હઠયોગથી મોટામાં મોટી સિધ્ધીઓ ને વશ કરનારા નાગાબાવા! અંગ ભભૂત કંઠ રૂદ્રમાળાથી શોભતા! હાથમાં ત્રિશૂલ હોય,ધર્મદંડ હોય,ડમરૂ હોય કે બીજું કાંઈ હથિયાર પણ હોય.આવા અનેક સાધુઓ સાગમટું નૃત્‍ય આરંભ કરે.લાગે જાણે કૈલાશપતિ પોતે તાંડવ કરવા આવ્યા હોય!અને કરતબો યોજાય.અમુક સાધુઓ પોતાની ઈન્દ્રી વડે જીપ કે કાર પણ ખેંચી બતાવે!કોઈ તલવારો ફેરવીને લોકોને અભિભૂત કરી દે.કેટલાક સાધુનાં કરતબ તો લોકોને સાચે મોમાં આંગળા નખાવી દે એ વા હોય છે.પ્રબળ હઠયોગથી સાધેલી સિધ્ધીઓ અહિ જોવા મળે છે.મિની કુંભમેળાનો દરજ્જો આપવામાં કદાચ આ સાધુસંતોની રવાડી જ મુખ્ય દરજ્જો ભોગવતી હોય તો ના નહિ!
નાગા સાધુઓ નું આ સરઘસ જોવા માટે માણસો પડાપડી કરે છે.તેના પરથી આપ તેનું મહત્વ સમજી શકશો.મૃગીકુંડ સુધી આ રવાડી જાય છે.અહિ પહોંચીને સાધુઓ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે,સ્નાન કરે છે.બસ ભવનાથ મેળાની અસલ પૂર્ણાહુતિ તો અહિ જ જાહેર થઈ જાય છે.હવે મેળો પૂરો થયો.હા પણ એ ક માન્યતા અહિ ધ્યાન ખેંચે તેવી છે.લોકો કહે છે કે,અમુક સાધુઓ મૃગીકુંડમાં ડૂબકી લગાવે પછી બહાર આવતા જ નથી!અલબત,એ તો જે હોય તે એ ક વાત પાક્કી કે,મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ બધા સાધુઓ તરત ચાલ્યા જાય છે.સવારે લાખો માણસોનાં મેળાવડામાં કોઈ જોવા ના જ મળે!હિમાલય સહિત દેશભરની અનેક ગિરિકંદરાઓ માંથી,પવિત્ર ચાર મઠોમાંથી,બીજા અનેક મંદિરોમાંથી,અરણ્યો અને ભોંયરામાંથી આવતા આ સંસ્કૃતિ મૂંગો રખેવાળ સમુદાય ફરીવાર ગંતવ્ય સધાનો ભણી ગતિ કરી જાય છે.બીજી એ ક માન્યતા એ વી પણ છે કે,આ રવાડીમાં ભગવાન દતાત્રેય,રાજા ગોપીચંદ,રાજા ભૃતહરી અને અશ્વત્થામા પણ શામેલ હોય છે!આમ ભવનાથ મેળાનો લ્હાવો લેવો એ જીવનનો એ ક અવિસ્મરણીય અનુભવ બની જાય છે.હવે તો સરકારે સુવિધાઓ પણ કાબિલેદાદ કરી એ ના પણ વખાણ કરવા જ પડે.સાધુઓ નાં આ દિવસનાં રહેવા માટે સુવિધાસજ્જ ટેન્ટસીટી બનાવી છે,જુનાગઢની દિવાલો પર અદભૂત ચિત્રો દોરાયા છે જે મેળામાં લોકોનો રસ જાગૃત કરે છે,૫૧ લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ તૈયાર કરાવવા ઉપરાંત લૈસર શો સહિત ઘણા આકર્ષણો ગોઠવીને સરકારે આધુનિક પેઢી પણ આ મેળામાં મહાલે એ વો પ્રયાસ કર્યો છે.આ નાતે મેળાની એ કવાર મુલાકાત જરૂરથી લેવાની રહી.
જય ભવનાથ!