દૂધી ટીકી ચાટ – બાળકો દૂધીનું શાક નથી ખાતા તો પછી બનાવી આપો આ ટિક્કી…

દોસ્તો કેમ છો., જ્યારે ઘરે મહેમાન આવે તો આપને વિચાર આવે કે શું બનાવીશું,તો તમે આલુ ટીકી ચાટ તો ટેસ્ટ કર્યો જ હશે.તો આજે દૂધી નો ઉપયોગ કરી ને ચાટ બનાવીશું.

દોસ્તો દૂધી નો ઉપયોગ મે એટલે કર્યો છે કે મારા ઘર માં તો બાળકો અને મોટા સૌ જો દૂધી નું શાક બનાવ્યું હોય ને તો ખાતા જ નથી. અને દૂધી ના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે.

બાળકો શાક ખાતા નથી,એટલે મે એની ટીકી બનાવી તો મસ્ત બની.અને ટિકી તો સારી બની એટલે મને ચાટ યાદ આવ્યો.તો મે દૂધી ટીકી ચાટ સર્વ કર્યો તો મસ્ત બન્યો.

તો દોસ્તો રેસિપી ની સાથે દૂધી ખાવાથી થતા બેનિફિટ પણ જોઈ લઈએ.

૧)દૂધી વજન ઓછું કરવામાં મટે ફાયદાકારક છે કેમકે તેમાં ૯૬ ટકા પાણી છે અને ફાઇબર ની માત્રા વધારે છે એટલે ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું લાગે છે.

૨)દ્દુધી માં પાણી ની માત્રા વધારે હોવાથી આપના બોડી ને ફ્રેશ રાખે છે, અને તણાવ થી દુર રાખે છે.

૩)દૂધી નો રસ પીવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ માં રહે છે.

૪) દૂધી માં રહેલા ફાઇબર એ તમારા પેટની અંદરની સફાઇ કરે છે અને જો તમને એસીડીટી હોય તો તેમા તમારે દૂધીનો રસ પીવો ફાયદકારક છે.

સામગ્રી

  • ૧/૨ દૂધી
  • ૪ બટાટા
  • ૩ લીલા મરચા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ વાડકી સોજી
  • ૧ ચમચી ધણાજીરૂ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ચમચી લીલા ધાણા
  • ૨ ચમચી લીલી ચટણી (ધાણા મરચાંની)
  • ૪ ચમચી લાલ ચટણી (ખજૂર આમલીની)
  • ૨ ચમચી ઝીણી સેવ
  • તેલ તળવા માટે

સૌપ્રથમ બટાકાને બાફી લો.અને અડધી દૂધીને છોલીને છીણી લો. એક બાઉલમાં બાફેલા બટેટા ને છોલી ને છીણી લો. હવે તેમાં છીનેલી દૂધી એડ કરો. તેમાં લીલા મરચાં ,મીઠું,હળદર, ધાણાજીરું,એડ કરો.

હવે તેમાં સોજી અને ધાણા એડ કરી લો.

હવે આ બધું મિક્ષ કરી લો.અને તેની ગોળ ગોળ ટીકી વાળી લો.

નોનસ્ટિક તવી ગેસ પર ગરમ કરો. તવી ગરમ થાય એટલે ૨ ચમચી તેલ નાખો.અને ટીકી ને સેલોફ્રાય કરવી.

બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટીકી ને શેકવી.

તો આપની ટીકી રેડી છે

હવે ટીકી ને સર્વિંગ પ્લેટ માં લઈશું.

હવે ઉપર લાલ ચટણી નાખીશું.

ત્યારબાદ લીલી ચટણી એડ કરીશું.

હવે તેની ઉપર ઝીણી સેવ અને ધાણા નાખી ને ગાર્નિશ કરી લઈશું.

નોધ

૧) ફરાળી ટીકી કરવા માટે તમે સોજી ની જગ્યા એ મોરયા નો લોટ લઈ શકો છો.

૨) દૂધી નો ઉપયોગ વધારે કરવો હોય તો સોજી એ પ્રમાણે વધારે ઓછો લઈ શકાય.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.