જાણો શું કરે છે અક્ષય કુમારનો દિકરો આરવ હાલમાં, ભણવાની સાથે-સાથે આ વાતમાં આવે છે તેનો નંબર

બોલીવુડ સ્ટાર્સની સાથે તેમના સ્ટાર કિડ્સ [પણ એટલા જ પોપ્યુલર છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સ્ટાર કિડ્સની ફેન ફોલોઈંગ પર કોઈ અભિનેતા કરતા ઓછી નથી. તે પછી શાહરૂખ ખાનના સંતાન એવા સુહાના ખાન અને આર્યન ખાન હોય કે પછી સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાન કે તૈમુર અલી ખાન હોય કે પછી કાજોલ અને અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ હોય આ બધા જ સ્ટાર કીડ્સના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ લાઈક્સ મળે છે.

image source

આ કડીમાં અક્ષય કુમારના દીકરા આરવ કુમાર અન્ય સ્ટાર કિડ્સ કરતા જુદા તરી આવે છે અને આરવ કુમાર લાઈમલાઈટ અને મીડિયા થઈ દુર રહેવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ આજે બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમારના દીકરા આરવ કુમારના કેટલાક ફોટોસ સાથે જોડાયેલ તેમની વાતો વિષે જાણીએ.

image source

અક્ષય કુમારના દીકરા આરવ કુમારનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૨માં થયો છે આરવ કુમારએ પોતાનો શાળાકીય અભ્યાસ મુંબઈમાં કર્યો છે જયારે હવે આરવ કુમાર હાલમાં સિંગાપુરની એક સ્કુલમાં પોતાનો આગળનો અભ્યાસ કરી રહ્યા છે. આરવ કુમારને ભણતરની સાથે કરાટેમાં પણ રુચિ ધરાવે છે.

image source

અક્ષય કુમારના દીકરા આરવ કુમારના નામથી સોશિયલ મીડિયા પર કેટલાક ફેન પેજ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. જે આરવ કુમારના નવા- નવા ફોટોસને શેર કરતા રહે છે. આ ફોટોમાં અક્ષય કુમાર દીકરા આરવની સાથે એક બેંચ પર બેસેલ જોઈ શકાય છે કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમારનો પોતાના બાળકોની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર છે. આવામાં અક્ષય કુમાર તેમના બાળકો માટે પિતા કરતા વધારે એક મિત્રની જેમ છે જેના લીધે અક્ષય કુમારના બાળકો અક્ષય કુમાર સાથે બધી જ બાબતો વિષે ખુલ્લા મનથી વાતો શેર કરે છે.

image source

આ ફોટોમાં કેમેરાને જોતા જ આરવ કુમારએ પોતાનો ચહેરો નીચેની તરફ કરી લીધો છે. જો કે, આવું કઈ પહેલી વાર થયું નથી જયારે આરવ કુમારએ આવું કર્યું હોય. આરવ કુમાર ઘણીવાર ફોટોગ્રાફર્સને જોઇને ફોટોસ ક્લિક કરાવવાથી બચે છે.

image source

આરવ કુમાર પોતાનું કરિયર ક્યાં ક્ષેત્રમાં બનાવશે આ વિષે વાત કરતા અક્ષય કુમારએ કહ્યું હતું કે, ‘આરવ અત્યારે પોતાની જિંદગીને એન્જોય કરી રહ્યો છે, અત્યારે તેના પર કોઇપણ પ્રકારનો દબાવ આપવો યોગ્ય છે નહી. બાળક ત્યારે જ દબાવનો અનુભવ કરે છે જયારે તેમના માતા- પિતા તેમની પર દબાવ નાખે છે. હું એવો પિતા ક્યારેય બનવા ઈચ્છીશ નહી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ