૨૫ લાખ રૂપિયા ભૂલથી દાનમાં અપાઈ ગયા? સાચે ! વાંચો એક અનોખી ઘટના…

કેનેડાના એક શહેરમાં પતિએ ૨૫ લાખ રૂપિયાના સોના, ચાંદી અને હીરાથી ભરેલી બેગને ભૂલથી કપડાની બેગની બાજુમાં મૂકી દીધી અને એ કપડાથી ભરેલી બેગ તેનો પત્નીએ ઘરની બહાર મૂકી ચેરીટીમાં ફોન કર્યો અને એ કપડા લઈ જવા માટે કહ્યું.

ત્યારબાદ તેઓ નીકળી ગયા બહારગામ જવા. તેઓ બહારગામ ફરીને ઘરે પાછા પણ આવી ગયા ત્યાં સુધી તેઓને ખબર પણ નહતી કે તેમની જોડે શું થઇ ગયું છે પરંતુ એક દિવસ જયારે એ કોઈ પાર્ટી માટે જતા હતા ત્યારે જેન લોવે તેમના પતિને ઘરેણાઓ વિશે પછ્યું ત્યારે તેમના પતિ એ કહ્યું,

‘એ તો મેં ફ્રીઝ આગળ એક પ્લાસ્ટિકની બેગમાં મુક્યા છે.’ આટલું સાંભળતાની સાથે જ, જેનને ખબર પડી ગઈ કે એ બેગ તો મેં ‘ડાયાબીટીસ કેનેડા’ નામની સંસ્થામાં કપડાની સાથે દાન કરી દીધા છે.

જેન લોવે કહ્યું કે તે બેગમાં હીરાની એક માળા હતી જે તેમના પિતાએ ભેટ આપી હતી, પ્લેટીનમની વીટીંમાં જડેલું હીરાનું એક પેન્ડલ, હીરા અને સોનાની બુટ્ટી, ચાર સોનાના બ્રેસલેટ જેમાંથી એક હીરાથી જડેલું અને બીજું નાનું-મોટું ઘણું હતું.

આ વાતની ખબર પડતાની સાથે જ જેને એ ચેરીટી સંસ્થા ‘ડાયાબીટીસ કેનેડા’ માં ફોન કર્યો અને આખી ઘટના વિશે કહ્યું. ‘મેનેજરે દરેક કર્મચારીને ઘરેણાઓથી ભરેલી બેગ મળે તો સંપર્ક સાધવા માટે કહ્યું છે પરંતુ હજી કઈ મળ્યું નથી.’ જેને કહ્યું.

મેનેજરે એવું પણ કહ્યું કે આ દાન ડીસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં લેવામાં આવ્યું હતું જેને ઘણા સમય પહેલા આફ્રિકા પહોચાડવામાં પણ આવ્યું હતું. ‘એ ઘરેણાઓને ટ્રેક કરવા પણ અસંભવ છે.’ જેન આવું કહેતા થોડી નિરાશ પણ થઇ ગઈ હતી પરંતુ આ ભૂલ માટે કારણભૂત પણ જેન પોતે છે, તેનો પતિ નહિ.

“આ મારી ભૂલને લીધે થયું છે.” જેને ઉમેર્યું જયારે જેનના પતિએ તેની હિંમતને બિરદાવતા કહ્યું. “આટલું બધું થયું છતાય રડી નથી એ વાતની મને ખુશી છે.” આટલું જ નહિ, આ વાતની કેનેડાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી અને ખાસ આ કેસ માટે કેનેડીયન પોલીસે એક ઇન્વેસ્ટીગેટર પણ આપ્યો છે.

હવે આગળ શું થશે એની કોઈને ખબર નથી.

લેખન સંકલન : યશ મોદી