દરેક દુઃખ દુર કરશે માતાજીના આ ૧૫ મંદિર, એક તો આપણા ગુજરાતમાં જ આવેલ છે…

હિન્દુ ધર્મમાં દરેકને દેવી દેવતા ઉપર પૂરી શ્રદ્ધા છે. હિન્દુ ધર્મમાં પથ્થરને પણ દેવ તરીકે પૂજવામાં આવે છે. આપણાં પુરાતન વેદોમાં પણ તેમનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અસૂરનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે દેવોએ દેવી આરાધના કરીને માતા દુર્ગાની ઉપાસના કરી માતા દુર્ગાની સ્તુતિ અને આરાધના કરી માતા દુર્ગાએ  અસૂરોને સંહાર્યા હતા અને એટલે જ દર નવરાત્રી માં માતા દુર્ગાની નવ રાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરવામાં આવે છે.

જ્વાલા દેવી મંદિર –

હિમાચલ પ્રદેશ પાસે કાંગડા જીલ્લામાં આવેલ કાલીધર પહાડીની ઉપર મારા જ્વાલા દેવીનો દરબાર બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ માતાનું મંદિર 51 શક્તિપીઠમાની એક શક્તિપીઠ છે. જ્યારે સતી માતાના દેહના ટુકડા થઈ તેમના અંગ જ્યાં જ્યાં પૃથ્વી ઉપર પડ્યા ત્યાં બંધાયેલ મંદિર શક્તિપીઠ ના નામે ઓળખાયા. આજે પણ આ મંદિર એટલું જ ચમત્કારિક છે જેના કારણે દિવસે ને દિવસે ભક્તોની ભીડ વધતી જોવા મળે છે.

નૈના દેવી મંદિર –

નૈનીતાલ ની ઝીલ ના ઉત્તર તરફના કિનારે સ્થિત  નૈના દેવી નું આલીશાન મંદિર આવેલૂ છે. આ જગ્યાએ માતા સાથીની પૂજા શક્તિ સ્વરૂપે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યાએ માતા સતીના અંગમાઠી આંખો પડી હતી જેના કારણે આ શક્તિપીઠ નૈના દેવી તરીકે ઓળખાય છે અને પૂજાય છે.

કામાખ્યા મંદિર

ગૌહાટી પાસે આવલી કામાખ્યા શક્તિપીઠ એ સૌથી ઉતમ શક્તિપીઠમાંની એક માનવામાં આવે છે. એવી માન્યતા  છે કે આ જગ્યાએ માતા સતીની યોનીનો ભાગ આ સ્થળે પડ્યો છે. અને તેને મહાશક્તિપીઠ માનવામાં આવે છે. આ જગ્યાએ સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પૂરી થાય છે.

કરણી માતા મંદિર

રાજસ્થાનના બિકાનેર પાસેથી માત્ર ૩૦ કિલોમીટર દુર જોધપુર પાસે આવેલ દેશનોક ગામની આ સીમ ઉપર આ મંદિર છે અને આ મંદિરને ઉંદરવાળા માતાના મંદિર તરીકે પ્રખ્યાત છે.

૫. દક્ષિણેશ્વર કાલી મંદિર – કોલકાતા પાસે આવેલ આ ભારતનું સૌથી પૌરાણીક મંદિર છે. એવું કહેવાય છે કે આ ગામની મહારાણીને માતા એ સપનામાં આવીને આ મંદિર બંધવાનો નિર્દેશ કર્યો હતો. અને પછી આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતું.

કાલિકા મંદિર –

માતા કાલિકાનું મંદિર દિલ્હીનું સૌથી ખ્યાતનામ મંદિર છે. આ મંદિરે આવનાર સૌની મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિરે આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય  છે. .

અંબાજી મંદિર  –

ગુજરાત અને રાજસ્થાન બને વચ્ચે આવેલ આ મંદિર 1100 વર્ષ જૂનું છે. આ મંદિરમાં આવનાર દરેક ભક્તોની મનોકામના બધી જ પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે આ મંદિરનમાં માતાની જગ્યાએ યંત્રની પૂજા કરવામાં આવે છે. અને આ મંદિરે માતા જગદંબાના સાક્ષાત દર્શન થયા છે અને ઘણા ચમત્કાર પણ થયા છે.

દુર્ગા મંદિર –

વારાણસીમાં આવેલ દુર્ગા મંદિરનુ નિર્માણ લગભગ 18 મી સદીમાં કરવામાં આવ્યું હતું અને તે બંગાળની મહારાણીએ બંધાવ્યું હતું. એવું કહેવાય છે કે આ મંદિર માં સ્વયંભૂ મુર્તિ છે અને તે સાક્ષાત ચમત્કારિક મુર્તિ છે જેના માત્ર દર્શનથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

 ગઢ કાલિકા –

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પાસે માતા હરસિદ્ધિ માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે જે રાજા વિક્રમે બંધાવ્યું હતું, આ દેવી ને રાજા વિક્રમ ના કુળદેવી તરીકે માનવામાં પણ આવે છે. જે માતા ગઢ કાલિકાના મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે.