એક સમયે તેમની માતા માટે નહોતી આવી એમ્બ્યુલન્સ, આજે તેઓ આપી રહ્યા છે ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસ…

આપણા દેશમાં પિત્ઝા ૩૦ મીનીટમાં તમને ગરમા ગરમ મળશે તેની ગેરંટી મળે છે પણ આજે આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એબ્યુલન્સ સર્વિસ સમયે નથી પહોચતી જેના કારણે ઘણા એવા લોકો હોય છે જેમના જીવ જોખમમાં મુકાય છે. ઘણા સમાચારમાં આપણે જોતા હોઈએ છીએ કે હોસ્પિટલ મોડા પહોચતા રસ્તામાં જ મૃત્યુ કે પછી રસ્તા માં જ કરાવી પડી પ્રસુતાની ડિલીવરી, આ કેટલું સેફ છે એ ક્યારેય વિચાર્યું છે?

આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત જણાવીશું જેનાથી તમને ખરેખર ગર્વ થશે. આ વ્યક્તિએ એક એવી શરૂઆત કરી છે જેનાથી તેમણે અનેક લોકોના જીવ બચાવ્યા છે અને ઘણાને સમયે સારવાર અપાવી છે. આ વ્યક્તિએ એમ્બ્યુલન્સ સર્વિસ શરુ કરી છે. આ વિષે તેમને આઈડિયા ત્યારે આવ્યો હતો જયારે તેમની માતા બીમાર હતી અને તેમણે કેટલીય વાર એમ્બ્યુલન્સને ફોન કર્યા પણ સમયે એમ્બ્યુલન્સ ના આવતા તેમની માતાનું મૃત્યુ થયું હતું. આ બનાવ પછી તેમણે એક એવું કામ કર્યું જે વાંચીને તમને ભરોસો થઇ જશે કે ખરેખર અદ્ભુત કામ કર્યું છે આ વ્યક્તિએ.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ઢાલાબારી નામનું ગામ છે આ વ્યક્તિ એ જ ગામમાં રહે છે. તેમનું નામ કરીમ-ઉલ-હક છે. કરીમ એ ત્યાં સ્થાનીય કોઈ ચાના બગીચામાં મજુરીનું કામ કરે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો પણ છે. તેઓ આ મહેનતનું કામ તો કરે જ છે પણ સાથે સાથે તેઓ પોતાની મનની શાંતિ માટે પરોપકારનું પણ કામ કરે છે.

વાત એમ છે કે તેઓ જયારે પણ જરૂર પડે ત્યારે પોતાના આસપાસના ગામના લોકોને બાઈક પર હોસ્પિટલ લઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ વ્યક્તિ આ કામ કરવા માટે એક રૂપિયો પણ લેતા નથી. જયારે કોઈને નાની મોટી તકલીફ હોય ત્યારે તેમની માટે તેઓ બાઈકમાં જ એક કીટ પણ રાખે છે. નાનું મોટું વાગવા પર તેઓ જાતે જ મલમપટ્ટી કરી આપે છે.

પહેલા તો તેમની આ સેવાથી ગામના લોકોને ઘણું આશ્ચર્ય થતું કે આટલી ગરીબ પરીસ્થિતિ હોવા છતાં પણ આ વ્યક્તિ લોકોની આટલી મદદ કેમ કરે છે. પછી જયારે લોકોને તેમની કહાની વિષે ખબર પડી. વાત એમ હતી કે ૨૦ વર્ષ પહેલા કરીમની માતા બીમાર પડી હતી. તેમણે ગામથી થોડે દૂર હોસ્પિટલ જવા માટે કોઈપણ પ્રકારનું સાધન હતું નહિ. આ કારણે તેમની માતાનું મૃત્યુ થઇ જાય છે.

બસ આ બનાવ પછી કરીમ બીમાર લોકોને મદદ કરે છે અને તેઓ બીમાર લોકોને બાઈક પર જ હોસ્પિટલ મુકવા માટે જાય છે. ગામના લોકો પ્રેમથી તેમને એમ્બ્યુલન્સ દાદા કહીને બોલાવે છે.

કરીમ જણાવે છે કે ચા ના બગીચામાં કામ કરીને દર મહીને તેમને ૫૦૦૦ રૂપિયા મળે છે, આટલા થી તેઓ માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. જયારે તેમને બાઈક એમ્બ્યુલન્સ વિષે પૂછવામાં આવ્યું તો તેઓ જણાવે છે કે તેઓ તેમના ગામના આસપાસના ૨૦ ગામમાં સેવા આપે છે. સાથે સાથે તેમને હોસ્પિટલ લઇ જઈને ડોક્ટર પાસેથી ઉપચાર પણ કરાવે છે. તેમણે જીલ્લા હોસ્પિટલ જઈને ડોક્ટર પાસેથી પ્રાથમિક ઉપચારની ટ્રેનિંગ પણ લીધી છે. તેનાથી તેઓ ઘાવ પપર મલમ લગાવવાથી લોકોને ઈન્જેકશન પણ લગાવી શકે છે.

તેઓ જાણતા નથી પણ તેમના આ કામની નોંધ બહુ પહેલા લઇ લેવામાં આવી હતી. તેમની આ સમાજ સેવાને લીધે તેમને પદ્મશ્રી થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. હવે તેઓ પોતાની થોડી જમાપૂંજી અને લોકોની મદદથી આ કામ ઘણી સારી રીતે કરી રહ્યા છે.

ફિલ્મોમાં આજકાલ બાયોપિક બનાવવાની સીઝન ચાલી રહી છે ત્યારે આ સમાજસેવક હીરો પરથી પણ એક ફિલ્મ બને તો નવાઈની ના કહેવાય. અમુક સમાચારનું માનીએ તો વિનય મુદગીલ “એમ્બ્યુલન્સ મેન” નામનું એક પિક્ચર પણ બનાવવાના છે.