ઘણા સમયથી બાળક માટે કરી રહ્યા હતા પ્રયત્ન, પછી થયો એક ચમત્કાર…

ઈંગ્લેન્ડમાં રહેતા 36 વર્ષની મહિલાનું પ્રગ્નન્સી મેડિકલ સાયન્સ માટે પણ એક પહેલી બની ગયું છે. બિયાટા બીનીયાસને તેના વધારે પડતાં વજનના કારણે અને પોલિસીસ્ટિક ઓવારી સિન્ડ્રોમ ના કારણે પ્રેગનેંટ થવાની ઉન્મીદ જ છોડી દીધી હતી. તેનું વજન પણ 107 કિલો સુધી પહોંચી ગયું હતું. સ્ત્રીને લાગ્યું કે તેને વજન ઓછું કરીને છેલ્લા સમય આઇવીએફ ટેકનૉલોજિની સહાય લેવી જોઈએ. અને તેનું નસીબ સારું કે તે  આઇવીએફ ટેકનિકથી  તે વર્ષો પછી પ્રગ્નન્ટ થઈ શકી.  પરંતુ ડોક્ટર્સે તેના પેટમાં એવી  વસ્તુ જોઈ કે ડોક્ટરના પણ  હોશ ઊડી ગયા. 

ડોક્ટર્સની ટીમે જણાવ્યુ કે, બિયટા એ  તેમના કહેવા પ્રમાણે વજન ઓછું કરીને આઇવીએફ સારવાર લીધી. તેમાં તેને કૃત્રિમ રીતે પ્રેગ્નન્ટ કરવામાં આવી.  તેના ગર્ભમાં ભ્રૂણને ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યું  જે સફળ રહયું. અને બિયાટા  પ્રગ્નન્ટ બની ગઈ. 

 પરંતુ જ્યારે તેના ગર્ભની તપાસ કરવામાં આવી ત્યારે ડોક્ટર્સની સંપૂર્ણ ટીમ તો દંગ જ રહી ગઈ. . તેમના ગર્ભમાં પહેલાથી જ જુડવા બાળકનો વિકાસ શરૂ થઈ ગયો હતો.  એટલે તે ત્રણ બાળકોની માતા બનવાની હતી.

આખરે ક્યાથી આવ્યા બીજા બે બાળકો ? 
ડૉક્ટર્સને વિશ્વાસ  નથી કે સ્ત્રીની ગર્ભમાં બે બાળકો પહેલેથી જ હતા. તપાસમાં જાણવા મળ્યું કે આઇવીએફ સારવારની કેટલીક દિવસ પહેલા જ સ્ત્રી નેચરલ પદ્ધતિથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.  તેમના પતિ પાવલ જે 40 વર્ષના છે તે પણ આ જાણીને દંગ જ રહી ગયા.  એટલે કે સ્ત્રી ને બે બાળકો નેચરલ રીતથીજ કંસીવ કરી રહ્યા હતા અને એક બાળક IVF થી છે.

આ પ્રગ્નન્સી જોઈને એક ડૉક્ટરએ કહ્યું, ‘મેં મેડિકલ સાયન્સ માં આજ સુધી આ કેસ જોયો નથી. જે સ્ત્રી વર્ષોથી પ્રેગ્નન્ટ નથી થતી, તેના ગર્ભાશયમાં આઇવીએફ સારવારથી થોડા જ દિવસ પહેલા કુદરતી રીતે કંસીવ થઈ રહ્યું હતું. 
25 વર્ષોથી ફર્ટીલિટી એક્સપર્ટનું કામ કરી રહ્યા છે ડૉક્ટર ઇમા કેનને કહ્યું, ” હું 25 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. મેં ક્યારેય આવું  જોયું નથી. આ બધો કુદરતનો ચમત્કાર છે. ”.