હૃદય ચીરી નાંખે એવી ઘટના, પિતાએ 10 વર્ષના દીકરાને જીવતો સળગાવી દીધો…

ઓનલાઈન શિક્ષણ હાલમાં જરૂરિયાત બની ગઈ છે, કારણ કે કોરોના અને લોકડાઉનના કારણે શાળાએ જવું અઘરું છે. ત્યારે ઇન્ટરનેટ દ્વારા શૈક્ષણિક જાણકારી વિતરિત એક પદ્ધતિ છે. તે પર્વાર્તાનશીલ અને સ્વ કેળવેલું અને અંતર શિક્ષણ માટે યોગ્ય છે.

image source

શિક્ષણમાં આઇસીટી ઉપયોગ દૂરના સ્થાનો પરથી તેમના શીખનારાઓ લાખો સુધી પહોંચવા માટે તે શક્ય કરી છે. અને હાલમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આખા દેશમાં બાળકો ભણી રહ્યા છે. પણ એ બધાની વચ્ચે એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદમાંથી આક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ ઘટના શું છે.

તો વાત કંઈક એવી છે કે, 10 વર્ષના બાળકને તેના પિતાએ જીવતો સળગાવી દીધો હતો. બાળકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાત ખાલી એટલી જ હતી કે, બાળકે બીડી લાવવામાં વિલંબ કરતા ગુસ્સે ભરાયેલા પિતાએ તેને ઢોર માર માર્યો હતો અને બાદમાં તેને દીવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી.

image source

જો પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ ઘટના ગત રવિવાર રાતની છે કે જ્યારે બાળકના પિતા આર.બાલુએ બીડીનું બંડલ લાવવામાં બાળકે વિલંબ કરતા તેમ જ અભ્યાસમાં સારો દેખાવ નહીં કરતા સગા દીકરાને સળગાવી દીધો હતો અને હાહાકામ મચી ગયો હતો.

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સ્થાનિક ગાંધી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 80 ટકાથી વધારે દાઝી ગયો છે તેમજ શરીરના અંગો ગંભીર રીતે નુકસાન પામ્યા છે.

image source

બાળકે મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલા અંતિમ નિવેદનમાં સમગ્ર ઘટના વિશે પણ માહિતી આપી છે અને કહ્યું છે કે તેને પિતા બાલુએ આગ લગાડી દીધી હતી અને એ પહેલાં પણ ખૂબ જ માર માર્યો હતો. જો કે આ ઘટના અંગે પિતાએ પણ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે.

image source

પિતાએ આ વાત વિશે જણાવ્યુ હતું કે તેનો દિકરો લોકડાઉન સમયે ઓનલાઈન ક્લાસિસમાં અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો અને ખૂબ જ તોફાની થઈ ગયો હતો. બાળકને ખૂબ જ માર માર્યા બાદ તેની ઉપર ટર્પેનટાઈન ઓઈલ છાટ્યું હતું અને માચિસથી આગ લગાડી દીધી હતી.

image source

આગથી સળગતા બાળકે પિડા સહન નહીં થતા બૂમો પાડવા લાગ્યો હતો અને આ ઘટનાથી હેબતાઈ ગયેલા પડોશી ત્યાં દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી અને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને લોકો આવા પિતા પર થૂ થૂ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત