ધુળેટી પર સર્જાશે ગજકેસરી યોગ, આ રાશિના લોકો માટે હશે ઉત્તમ દિવસ..તો આ રાશિના લોકોને મળશે નિરાશા

ધુળેટી પર સર્જાશે ગજકેસરી યોગ, સિંહ રાશિના લોકો માટે હશે ઉત્તમ દિવસ તો કન્યાને મળશે નિરાશા

દેશભરમાં હોળીનો તહેવાર 9 માર્ચે ઉજવાશે ત્યારબાદ ધુળેટી 10 માર્ચએ ઉજવાશે. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે હોળી અને ધુળેટી ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષે 10 માર્ચએ મહાસંયોગ સર્જાશે. આ મહાસંયોગ કેટલાક લોકોને સુખ, સમૃદ્ધિ, માન-સમ્માન બધું જ આપશે.

image source

આ વર્ષે મંગળવાર અને ધુળેટીના પર્વએ ઉત્તરાફલ્ગુની નક્ષત્રની રચના થઈ રહી છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને ગુરુ ધન રાશિમાં રહેશે. જેના કારણે 10 માર્ચે ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ સર્જાવા જઈ રહ્યો છે.

ગજકેસરી યોગ એટલો પ્રભાવશાળી હોય કે તે કોઈપણ વ્યક્તિના જીવનમાં પદ, પ્રતિષ્ઠા, ધન, સુખ વધારે દે છે. તો ચાલો તમને જણાવીએ કે આ વર્ષે હોળીનો પર્વ કઈ રાશિના જાતકને કેવું ફળ આપશે.

મેષ

મેષ રાશિના લોકોને ગજકેસરી યોગથી કાર્ય સારી સિધ્ધિ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. તમને ભાગ્યનો સાથ મળશે. તમારા વિવાહિત જીવનમાં પણ મધુરતા આવશે. તમે જે કાર્ય કરશો તેમાં લાભ થશે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે ગજકેસરી યોગ તમામ પ્રકારની સુખ-સગવડ લઈને આવી રહ્યો છે. તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે. ઓફિસમાં થયેલા કાર્યથી સકારાત્મક પરિણામ મળશે. આ રાશિના લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે. સંપત્તિમાં વધારો થશે.

મિથુન

મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ અચાનક બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. ધન કમાવવાના નવા રસ્તા શોધવાનો પ્રયાસ કરશો. જીવનસાથી સાથે મનમેળ ઘટી શકે છે. જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે. ઓફિસમાં વાદ-વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું.

કર્ક

કર્ક રાશિના લોકોએ મહેનત કરવી પડશે. જમીન અને સંપત્તિની બાબતોમાં સમસ્યા હશે તો સમાધાન મળશે. તમારે અચાનક યાત્રા પર જવું પડી શકે છે, જેના કારણે તમારા ખર્ચમાં વધારો થશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ

આ રાશિના લોકોને આ મહાયોગનો અઢળક લાભ આપશે. તમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. તમને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. તમારા દરેક નિર્ણયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે બંને એકબીજાની નજીક આવશો.

કન્યા

કન્યા રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં સ્થિતિ સામાન્ય રહેશે. તમારે કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. મહેનતનું ફળ ન મળે તો પણ નિરાશ થવાની જરૂર નથી. ખર્ચ અંગે ચિંતા કરવી નહીં તેને ઓછા કરવાનો પ્રયત્ન કરો.

તુલા

તુલા રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળે તેવી સંભાવના છે. વ્યવસાયી લોકો પણ આ મહિનામાં સારો લાભ પ્રાપ્ત કરશે. જો તમે ઉદ્યોગપતિ છો તો તમારો ધંધો વિસ્તરશે. તમને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે જેના કારણે તમને કામમાં લાભ મળશે. વૈવાહિક જીવન સારું રહેશે.

વૃશ્ચિક

આ રાશિના લોકોએ નોકરીમાં ખૂબ જ મહેનત કરવી પડશે. તમારામાંથી કેટલાક નવી નોકરી માટે અરજી કરી શકે છે. આવક વધશે પરંતુ તમારા ખર્ચ પણ વધારે રહેશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. જીવનસાથી સાથે તાલમેલ જાળવવા પ્રયત્ન કરવા.

ધન

ધન રાશિના લોકોને ઓફિસમાં લાભ થવાની સંભાવના છે. તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને ગજેકસરી યોગનો લાભ વધારે થશે. તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થશો. પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો મળશે.

મકર

મકર રાશિના લોકો આ મહાયોગના પ્રભાવથી સંપત્તિ કે વાહન ખરીદી શકે છે. ઓફિસમાં તમે કોઈ જૂની સમસ્યામાંથી મુક્ત થઈ શકશો. જેઓ નવી નોકરીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે. વિવાહિત લોકો પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. પરિવારના સભ્યો સાથે સુમેળ જાળવી રાખજો.

કુંભ

આ રાશિના લોકો પ્રગતિ તરફ આગળ વધશે. ભાગ્યનો સાથ મળશે. અધૂરા કામ પૂર્ણ થશે. સંબંધમાં ઘણી દોડધામ કરવી પડશે. પરંતુ તેની સકારાત્મક અસર જોવા મળશે.

મીન

નવી નોકરીની શોધ કરતાં લોકોની મનોકામના પૂર્ણ થઈ શકે છે. તમે તમારા વ્યવસાયને વધારવા માટે કેટલાક મોટા નિર્ણયો લેશો. પરંતુ તે પહેલાં તમારે કાળજીપૂર્વક વિચારવું જરૂરી છે. પ્રેમ સંબંધમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. વિદ્યાર્થીઓને ભણવામાં વધારે મહેનત કરવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ