જો ધનવાન બનવા માંગો છો તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો…

આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેમની આવક સારી એવી હોવા છતાં તેમની ખિસ્સું ખાલી જ થઈ જતું હોય છે. જરૂરીયાતના સમયે આવા લોકોને અન્ય સામે હાથ લાંબો કરવો જ પડે છે. આમ થવા પાછળ તેમની જ આદતો જવાબદાર હોય છે. એટલે કે આવા લોકો જાણતાં કે અજાણતાં એવા કામ કરતાં હોય છે કે જેના કારણે તેમના ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે.


ઘરમાં એક કરતાં વધારે કમાણી કરતાં લોકો હોય તેમ છતાં જો રૂપિયા ઘરમાં ટકતાં ન હોય તો સૌથી પહેલા નજર કરી લેવી પોતાની દિનચર્યા પર. દિવસભર થતાં કામમાં એવું કંઈક તો ઘરમાં થઈ જતું હોય છે જેનાથી વ્યક્તિ અજાણ હોય પરંતુ તેનાથી નુકસાની મોટી થઈ જતી હોય છે. આવી જ ઘટનાઓ વિશે આજે તમને જાણવા મળશે. જે પણ ઘરમાં આ કામ થતાં હોય છે ત્યાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થતો નથી.


1. જે ઘર સાફ ન રહેતું હોય ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં રોજ સાફ સફાઈ કરવી જોઈએ અને પૂજા પાઠ પણ કરવા જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કોઈપણ જગ્યાએ કરોડિયાના જાલ ન હોવા જોઈએ. ઘરમાં રોજ સવારે અને સાંજે ધૂપ કરવો જોઈએ.


2. ઘરમાં તુટેલા વાસણ કે વસ્તુઓ ન રાખવી. આવી વસ્તુઓ ઘરમાં હોય તો પણ ઘરમાં દરિદ્રતા જ રહે છે. આવા પાત્રનો ઉપયોગ ભોજન કરવામાં ક્યારેય ન કરવો. તેને ઘરમાંથી બહાર કરી દેવા જોઈએ. ઘરમાં તુટેલા અરીસા પણ ન રાખવા. જો અરીસો તુટી જાય પછી તુરંત તેને બદલવો શક્ય ન હોય તો તેના પર કપડું ઢાંકી દેવું જોઈએ જેથી કોઈ તેમાં પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકે.


3. પોતાની કમાણીનો એક ભાગ દાનમાં આપવો. જો આમ કરવું શક્ય ન હોય તો એક રકમ નિશ્ચિત કરી લેવી, જે દર મહિને દાનમાં આપવી. આ કાર્ય કરનાર પર માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે.


4. સવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવવી અને સાથે જ પક્ષીઓને ચણ પણ ખવડાવવી.


5. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાની સ્વચ્છતા પર ધ્યાન ન આપે તેના ખિસ્સા પણ ખાલી જ રહે છે. એટલે જ નિયમિત રીતે સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરવા. સમયસર વ્યક્તિએ દાઢી-વાળ પણ કપાવી લેવા જોઈએ. જે લોકો આ કામ નિયમિત નથી કરતાં તેની પાસે લક્ષ્મી ટકતી નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ