સંતોષી અને ધનવાન એવા લોકો જેની હથેળીમાં હોય છે આ ખાસ રેખા…

દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની આવી રેખાનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે પણ હોય છે. હસ્ત રેખા શાસ્ત્ર વિશે તમે સાંભળ્યું પણ હશે. હથેળીની રેખા અને તેના પરના નિશાન પરથી વ્યક્તિના ભવિષ્યની મહત્વની વાતો પણ જાણી શકાય છે.


હસ્ત રેખાઓના અભ્યાસથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકાય છે. ઉપરાંત એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ કેવા વિચારો કે વ્યક્તિત્વ ધરાવે છે.


વ્યક્તિના માન-સન્માન, આર્થિક સ્થિતી અને અન્ય મહત્વની બાબતો હથેળી પર આવેલી સૂર્ય રેખા પરથી જાણી શકાય છે. આ રેખા અનામિકા આંગળીની બરાબર નીચેના ભાગે સૂર્ય પર્વત પર હોય છે. આ કારણે તેને સૂર્ય રેખા કહે છે.


જો કોઈ વ્યક્તિના હાથમાં આ રેખા દોષરહિત હોય તો તેને જીવનમાં ભરપૂર માન-સન્માન અને પૈસા પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આ રેખા બધાના હાથમાં નથી હોતી. આ પરિસ્થિતિઓમાં આ રેખા હોવા છતાં પછી પણ વ્યક્તિને પૈસાની તંગી પણ સહન કરવી પડે છે.


સૂર્ય રેખા હાથની સૌથી મહત્વપૂર્ણ રેખા હોય છે. જે જાતકના હાથમાં સૂર્ય રેખા હોય છે તેનું ભાગ્ય હંમેશા તેનો જ સાથ આપે છે. આ રેખા જાતકના જીવનને બદલી દે છે. સૂર્ય રેખા અન્ય કયા ગુણ સુચવે છે તે પણ જાણી લો હવે.


– સૂર્ય રેખા જેના હાથમાં હોય છે તે આશાવાદી હોય છે અને સંતોષી સ્વભાવના પણ હોય છે. આ જાતક સૌદર્ય અને કળાના પારખી હોય છે.


– જો હથેળીની સૂર્ય રેખા મંગળના પર્વત પર જીવન રેખા ઉપરથી શરૂ થતી હોય તો તે વ્યક્તિ તેના દરેક ધ્યેયને પ્રાપ્ત કરે છે. તે જીવનના તમામ સુખને પામવાની મહત્વકાંક્ષા રાખે છે અને તે પામે પણ છે.


– જો સૂર્ય રેખા મસ્તિષ્ક રેખાથી શરૂ થતી હોય તો તે વ્યક્તિ સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે પણ સફળ થાય છે. તેઓ પોતાની આવડતના કારણે આગવી ઓળખ બનાવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ