ધનતેરસઃ આ વસ્તુઓ વિના અધૂરી છે ધનતેરસની પૂજા. વાંચો પૂજન સામગ્રીનું લિસ્ટ

દીવાળીના તહેવારોના મહત્ત્વના દિવસોમાં ધનતેરસનો દિવસ અતિ મહત્ત્વનો છે. આ દિવસે લક્ષ્મીમાતા, ધનવંતરી ભગવાન, કુબેર મહારાજ, અને ગણપતિજીની પુજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદીનું પણ એટલું જ મહત્ત્વ છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે ખરીદી કરવાથી લાભ થાય છે. આવું કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનના દેવતા કુબેર અને સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી ભગવાનની પણ કૃપા રહે છે.

image source

આ દિવસે ખીદવામાં આવેલી વસ્તુઓની પણ પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે પુજા કરવાથી ઘરમા સૌભાગ્ય, સુખ અને સંપન્નતા આવે છે અને તે ઘરમાં ટકી રહે છે અને જે વ્યક્તિ પર દેવું હોય છે તેને તેનાથી મુક્તિ મળે છે.

ધનતેરસની પુજા કરતી વખેત કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે આ આપણી રોજિંદી રેગ્યુલર પુજા કરતાં અનોખી હોય છે. તેમાં કેટલીક મહત્ત્વની પુજા સામગ્રીની જરૂર પડે છે અને જો તેમાંથી કંઈ રહી જાય તો પુજા અધૂરી રહે છે. માટે આજે અમે તમારી માટે લાવ્યા છે ધનતેરસની પુજા માટેની સંપુર્ણ સામગ્રીની યાદી. તો ચાલો જાણીએ કે પુજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે.

image source

ધનતેરસની પુજાની સામગ્રીની યાદી

કપૂરઃ કપૂરનું પુજામાં ખાસ મહત્ત્વ છે. હંમેશા માતાજી કે પછી દેવતાઓની આરતી બાદ કપૂર પણ પ્રગટાવવામાં આવે છે અને તેના માટે ખાસ શ્લોક પણ ઉચ્ચારવામાં આવે છે. માટે તમે જ્યારે ધનતેરસના દીવસે માતા લક્ષ્મી તેમજ દેવતાઓની પુજા કરો તો એક દીવો કપૂરનો ચોક્કસ પ્રગટાવવો જોઈએ.

image source

સોપારીઃ સોપારીનો ઉપયોગ પુજામાં શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, પુજા કરતી વખતે સોપારી બ્રહ્મદેવ, યમદેવ, વરુણ દેવ અને ઇંદ્રદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસ બાદ સોપારીને તીજોરીમાં મુકવી શુભ ગણાય છે.

image source

પાનઃ પાનનો ઉપયોગ ધાર્મિક કામોમાં શુભ માનવામાં આવે છે માન્યતા છે કે ધનતેરસની પુજામાં પાનના પર્ણોમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. માટે જ ધનતેરસની પુજામાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

ફુલઃ ફુલ ચડાવ્યા વગર કોઈ પણ દેવી-દેવતા પ્રસન્ન નથી થતાં. ફુલોની કુદરતી મહેક તમારા મંદીરમાં જ નહીં પણ તમારા ઘરમાં પણ શુભ અને હકારાત્મક વાતાવરણ ફેલાવે છે. આ દિવસે પુજામાં બીજા કોઈ ફુલ ન હોય તો કંઈ નહીં પણ ગલગોટાના ફુલ જરૂર હોવા જોઈએ.

ધાણાના દાણાઃ ધનતેરસના દિવસે તમે જ્યારે લક્ષ્મી પુજા કરતા હોવ ત્યારે તેમને ધાણાના દાણા ચડાવવામાં આવે છે આમ કરવાથી લક્ષ્મીમાતા પ્રસન્ન થાય છે અને ગરીબી દૂર થાય છે.

image source

પંચામૃતઃ ધનતેરસના દિવસે પુજા પત્યા બાદ લક્ષ્મીમાતા તેમજ ધનકૂબેર, ધનવંતરી ભગવાન તેમજ ગણેશજીને પંચામૃત ચડાવવામાં આવે છે.

શુદ્ધ ઘીનો દીવો અને સુગંધીત અગરબત્તી અથવા ધૂપ સળીઃ આપણે રોજિંદી સામાન્ય પુજામાં પણ આપણે દીવા-બત્તી કરતા હોઈએ છીએ આ પુજામાં પણ આપણે શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ તેમજ અગરબત્તી કરવાના છે.

image source

પતાશાઃ માતા લક્ષ્મીની પુજા કરતી વખતે તેમને પતાશાનો ભોગ ધરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે માતાજીને પતાશા ભોગ સ્વરૂપે ધરવાથી તમારા પરથી ઘણા બધા સંકટો દૂર થાય છે. તેમ જ તમે આર્થિક સંકટમાંથી પણ મુક્ત થાઓ છો.

આ પુજા તમારે વર્ષમાં એક જ વાર કરવાની હોવાથી તમારે ઉપર જણાવેલી બધી જ સામગ્રી સાથે જ પુજા કરવી જોઈએ. જો બધી જ સામગ્રી સાથે પુજાવિધિ સંપન્ન કરવામાં આવશે તો દેવી-દેવતાઓ પ્રસન્ન થશે અને તમને આશિર્વાદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ