અત્યંત શુભ માનવામાં આવે છે આ ૧૦ દિવાળી ગીફ્ટ્સ..

દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. પણ તહેવારની તૈયારી અને ખરીદીનું કામ તો છેક સુધી રહ્યાં જ કરે છે. હવે તો દિવાળીના તહેવારમાં સંગા-સંબંધી, મિત્રો તથા સાથે કામ કરતા કર્મચારીઓને પણ ભેટ આપવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને મીઠાઇની સાથે ગિફ્ટ(ભેટ) પણ આપે છે.

image source

વ્યક્તિ ગિફ્ટ પોતાની સગવડ પ્રમાણે જ આપે છે, પરંતુ ગિફ્ટ નાની હોય કે મોટી તહેવાર પર આપનારના ભાવ અને લાગણીનુ વધુ મહત્વ હોય છે. તે સાથે સંબંધ પણ ગાઢ બને છે. માર્કેટમાં તો દિવાળી નિમિત્તે વિવિધ બ્રાન્ડ્સ પર જાતજાતની ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવે છે, તો ઘણા તો ખરીદી પર ગ્રાહકોને જ ગિફ્ટ આપે છે.

દેવી દેવતાની મૂર્તિ

image source

દિવાળીનો તહેવાર માતા લક્ષ્મી અને સરસ્વતીની ઉપસના કરીને તેમને પ્રસન્ન કરવાનો પર્વ છે. તેમાં પણ આ શુભ કાર્ય કરતી વખતે વિઘ્નહર્તાને કેવી રીતે ભૂલી શકાય. તો ગણેશજી, સરસ્વતી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ ભેટમાં આપી શકો છે. આ કોઈપણ વર્ગના લોકોને ભેટ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.

ચોકલેટ

image source

પહેલાના સમયમાં જે રીતે એકબીજાને મિઠાઇ આપવાનું ચલણ હતું તે જ રીતે હવે મિઠાઇનું સ્થાન ચોકલેટે લીધું છે. ચોકલેટ નાના-મોટા દરેકને ભાવે છે. બજારમાં મળતી ડાર્ક ચોકલેટ, ડ્રાયફ્રટ નટ્સ ચોકલેટ, ચોકલેટ કુકીઝ વગેરે એકબીજાને આકર્ષક પેકિંગ કરીને ભેટમાં આપી શકાય છે. આ દિવાળી પર ભેટ આપવા માટે સારો વિકલ્પ છે.

સ્ટાઈલિશ વોચ

image source

વોચ નાના-મોટા દરેકને ગમે છે. તેમાં પણ સ્ટાઇલિશ વોચ ગિફ્ટ કરવામાં આવે તો ન ગમે એવુ શક્ય જ નથી. બાળકો હોય કે મહિલાઓ કે પુરૂષ કોઈને પણ ભેટ આપવા માટે વૉચ બેસ્ટ ઓપ્શન છે. ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ પણ મળી શકે છે.

હેલ્થ પોલિસી

image source

અત્યારે જીવનનો કોઇ જ ભરોસો હોતો નથી. તેવામાં હેલ્થ પોલિસી એટલે કે તમારા ખૂબ જ નિકટ અને પરિવારના લોકો માટે હેલ્થ ઈંશ્યોરેંસ લઇને પણ ભેટમાં આપી શકો છો. જે તમારા પ્રેમ અને લાગણીને જ નહી પણ તમાર મનની લાગણીને પણ વ્યક્ત કરશે.

ડ્રાયફ્રૂટ્સ

 

image source

સામાન્ય રીતે દિવાળી પર ડ્રાઈફ્રૂટ્સના પેકેટ કે ડબ્બાનું ચલણ સૌથી વધુ રહે છે. તે જ ચલણ- પરંપરાને આગળ વધારવાની સાથે આકર્ષક પેકિંગ કરીને ગિફ્ટ કરી શકાય. ડ્રાયફ્રૂટ્સને પોટલીમા બાંધીને આપવાથી દેખાવમાં આકર્ષક લાગશે.

જ્વેલરી

image source

દિવાળીના તહેવારમાં જ્વેલરીનું ખાસ મહત્વ હોય છે. તેમાં તમે તમારા પરિવારના સભ્ય કે અંગત મિત્રને સોના ચાંદી કે પ્લેટિનિયમની જ્વેલરી ગિફ્ટમાં આપી શકો છે. આ સિઝનમાં જ્વેલરીમાં ઓફર પણ મળી રહે છે. તથા જેને ગિફ્ટ આપશો તે પણ ખૂબ ખૂશ થશે.

મેકઅપ કિટ

image source

જો ગિફ્ટ કોઇ મહિલાને એટલે કે માતા, પત્ની, બહેન, મંગેતર, ગર્લફ્રેન્ડ કે મિત્રને આપવી હોય તો મેકઅપ કિટ બેસ્ટ ઓપ્શન છે. અત્યારે દરેક બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપની ખાસ ઓફર લોન્ચ કરે છે. તેનો લાભ લઇને સારી મેકઅપ કિટ ગિફ્ટમાં આપી શકો છો.

કેન્ડલ હોલ્ડર

image source

આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના કેન્ડલ હોલ્ડર મળી રહ્યા છે. કેન્ડલ હોલ્ડર  દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તમે કોઈ પણ ગિફ્ટ શૉપ કે ડેકોરેશન આઈટમ્સની શૉપમાં જઈને તેને ખરીદીને ગિફ્ટ કરી શકો છો.

બાથ સેટ

image source

બાથ સેટ સાંભળતા જ એમ થશે કે આ કોઇને ગિફટમાં કેવી રીતે આપી શકાય પણ બાથ સેટ ગિફ્ટ કરી શકાય. બાથ સેટ તમે મહિલા કે પુરુષ બંનેને ગિફ્ટ આપી શકો છો. તેમાં અનેક પ્રકારના શૉવર જેલ, શેમ્પૂ, સોપ મળશે.

વાઉચર

image source

આપણે જે ગિફ્ટ લઇએ તે કદાચ સામેવાળી વ્યક્તિ પસંદ ન પણ આપે અને અમુક સંબંધમાં પૈસા પણ ન આપી શકાય. તો તેવા સંજોગોમાં વાઉચર સારુ ઓપ્શન છે. તમે કપડાની ખરીદીનું વાઉચર કે જમવા માટે હોટલનું વાઉચર આપી શકો છો. તેમાં ફ્રી કે અમુટ ટકા ડિસ્કાઉન્ટવાળુ વાઉચર પસંદ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ