ધનતેરસ શુભ સંયોગ – ૧૦૦ વર્ષ બાદ આવી છે આવા ભવ્ય મહાસંયોગમાં ધનતેરસ.

ધનતેરસ ભગવાન ધન્વન્તરીનો પ્રાગોટ્યોત્સવ કાર્તક મહિનાની વદ તેરસે આવે છે. આ વર્ષે 25 ઓક્ટોબરના રોજ ધનતેરસનો શુભ તહેવાર આવી રહ્યો છે. આ દિવસે કેહવાય છે કે કુટુંબના સારા સ્વાસ્થ્ય માટે ઘરના મુખ્ય દરવાજા પર યમદેવનું સ્મરણ કરીને દક્ષિણ મુખે અન્ન વિગેરે વસ્તુઓએ મુકીને દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી તમારા ઘરથી દરેક બલા દૂર રહે છે.

image source

આ ધનતેરસે પુજા કરવાનો શુભ સમય સાંજે 7 વાગ્યાને 6 મિનિટથી 8 વાગ્યાને 16 મિનિટ સુધી છે. આ સમય દરમિયાન ‘ઓમ નમો ભગવતે ધન્વંતરાય વિષ્ણુરુપાય નમો નમઃ’ના મંત્રનો જાપ કરીને ષોડશોપચાર વિધિ દ્વારા પુજન અર્ચન કરવું જોઈએ. આ વિધિથી ઘરના સભ્યો લાંબુ જીવન જીવે છે અને તેમનું આરોય્ગય પણ સ્વસ્થ રહે છે.

image source

100 વર્ષ બાદ આવી રહ્યો છે ધનતેરસના દિવસે શુભ મહાસંયોગ

આ વર્ષે શુક્રવારના દિવસે ધનતેરસ આવી રહી છે. તેમ જ શુક્રપ્રદોષ પણ છે. અને આ બન્નેના મિલનના કારણે આ એક મહાસંયોગ છે. આ સિવાય આ દિવસે બ્રહ્મ અને સિદ્ધિ યોગ બની રહ્યો છે. આવો મહાસંયોગ સો વર્ષે બીજીવાર થઈ રહ્યો છે. આ દિવસે જે પણ શુભ કામ કે ખરીદી કરવામાં આવે તે સમૃદ્ધિદાયક રહે છે.

image source

જાણો ભગવાન ધન્વંતરીને શા માટે પુજવામાં આવે છે તેની કથા

ધનવન્તરી જયંતી એટલે કે ધનતેરસ મનાવવા પાછળ એક કથા છે. તો ચાલો જાણીએ આ કથા વિષે. એક સમયે ઇન્દ્ર દેવના અભદ્ર વ્યવહારથી મહર્ષિ દુર્વાસાએ ત્રણે લોકને શ્રીહીન થવાનો શ્રાપ આપ્યો હતો જેના કારણે અષ્ટલક્ષ્મી પૃથ્વીનો ત્યાગ કરીને પોતાના લોકમાં જતા રહ્યા હતા. ફરીથી ત્રણે લોકમાં શ્રીને સ્થાપવા માટે દેવતાઓ વ્યાકુળ બની ગયા હતા.

image source

આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દેવતાઓ ત્રણે દેવતાઓ પાસે ગયા અને તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો ઉપાય જણાવવા અરજ કરી ત્યારે મહાદેવે દેવોને સમુદ્રમંથન કરવાની સલાહ આપી જેને દેવતાઓ તેમજ દૈત્યોએ ખુશી ખુશી માની લીધી. સમુદ્ર મંથન કરવા માટે મંદરાચલ પર્વતને વલોણું બનાવવામાં આવ્યું અને નાગોના રાજા વાસુકીને મંથન માટેની દેરી બનાવી લેવામાં આવી. વાસુકીના મોઢા આગળ દાનવો રહ્યા અને તેની પૂંછડી આગળ દેવતાઓ રહ્યા અને તેમણે સમુદ્ર મંથનની શરૂઆત કરી.

image source

સમુદ્ર મંથનથી ચૌદ મુખ્ય રત્નોની ઉત્પત્તી થઈ જેમાં ચૌઉદમાં રત્ન તરીકે ખુદ ધન્વન્તરી ભગવાન પ્રગડ થયા જેમના હાથમાં અમૃતનો કળશ હતો. ભગવાન વિષ્ણુએ તેમને દેવતાઓના વૈદ અને વનસ્પતિ તેમજ ઔષધીઓના સ્વામી તરીકે ચૂંટ્યા. તેમના જ વરદાન સ્વરૂપે બધા જ વૃક્ષો-વનસ્પતિઓમાં રોગનાશક શક્તિ ઉત્પન્ન થઈ.

આયુર્વેદ પ્રમાણે પણ ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે સ્વસ્થ શરીર અને લાંબી આયુ આવશ્યક છે. શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે કે ધર્મનું સાધન પણ નીરોગી શરીર છે, માટે જ આરોગ્ય ધન માટે જ ભગવાન ધન્વંતરીની પુજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે. એવું કેહવાય છે કે આ દિવસે શ્રી ધન્વંતરી ભગવાનની પુજા અર્ચના કરવામાં આવે તો માનવ શરીર આખું વર્ષ સ્વસ્થ રહે છે.

image source

સમુદ્ર મંધન દરમિયાન શરદ પુર્ણિમાના દિવસે ચંદ્રમાં, કાર્તક દસમે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરી ભગવાન અને અમાસે મહાલક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી. માટે જ ઉપર જણાવેલી તીથીઓએ તેમની પુજા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ