ફેસિયલ અને ક્લિનઅપથી મળે છે આ જબરદસ્ત ફાયદા.

ફેસિયલના ફાયદા

સુંદર દેખાવું કોને નથી ગમતું ? માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ હવે સુંદર દેખાવા માટે પોતાની ત્વચાની સારી સંભાળ ધરાવતા હોય છે. એમાં પણ જ્યારે ખાસ પ્રસંગો આવતા હોય ,લગ્નની સિઝન હોય, નવરાત્રી હોય, દિવાળી આવતી હોય ત્યારે સ્ત્રી- પુરુષ સૌ કોઈ વધુ ને વધુ સુંદર દેખાવા માટે બ્યૂટિ ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે. એમાં સૌથી વધુ પ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતી જો કોઈ સાર સંભાળ હોય તો એ ફેસિયલ અને ક્લીન અપ છે.

image source

ત્વચાને ક્લીન કરી ફેસિયલ કરવાના ઘણાં જ ફાયદા છે. નિયમિત ફેસિયલ ચહેરાની યુવાની, એની નજાકત અને ચમક તો જાળવી જ રાખે છે પણ ચામડીની અંદરથી પણ થતી ખૂબ સાફ-સફાઈને કારણે ત્વચાના કેટલાક રોગથી પણ બચી શકાય છે.

ચાલો ,આપણે આ ગુણકારી ફેસિયલ અને ક્લીન અપના ફાયદાઓ જોઈએ.

image source

મહિલાઓ નિયમિતપણે બ્યુટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. જોકે હવે પુરુષો પણ નિયમિતપણે બ્યુટી પાર્લરની મુલાકાત લેતા થયા છે .પુરુષો પણ પોતાના દેખાવ પ્રત્યે જાગૃત થયા છે. એ પણ એક નોંધનીય પાસુ છે. પણ સ્ત્રીઓ સૌંદર્ય પ્રત્યે થોડી વધારે સજાગ હોય છે અને એટલે જ ઘણી વાતમાં કરકસરયુક્ત વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ પણ વાત જ્યારે બ્યુટીપાર્લરના ખર્ચાની આવે ત્યારે ચહેરાની ચમક અને રોનકને વધુ મહત્વ આપે છે.

image source

જોકે ઘણા ને એવી ગેરસમજ પણ છે કે ફેસિયલ અને ક્લિન અપમાં વપરાતા કેમિકલ યુક્તા ક્રિમ ને કારણે ત્વચાને નુકસાન થતું હોય છે .હંમેશા એવું નથી હોતું.તેના ફાયદા પણ છે. ક્લિન અપ અને ફેશિયલમાં વપરાતા કેમિકલ તત્વો ચામડીના મૂળ સુધી પહોંચી અને સફાઈ કરતા હોય છે.

image source

૩૦ થી ૩૫ વર્ષની ઉમર સુધીની ઉંમર એવી છે કે ત્યારે આપણી ત્વચામાં કુદરતી રીતે જ નિખાર હોય છે. પણ જેમ જેમ વય વધતી જાય છે તેમ ત્વચાની નીચેની તૈલીય ગ્રંથિના કાર્યમાં થોડી કચાશ આવતા ચામડી સુકી અને તેજ વગરની લાગવા લાગે છે. ચામડીના બચાવ માટે તેની નિયમિત યોગ્ય રીતે સાફ સફાઈ જરૂરી છે. જે માટે માવજત રૂપે ક્લિન અપ અને ફેસિયલ જરૂરી છે . . ફેશિયલના ક્રીમમાં પોષક તત્વો પણ સામેલ હોવાને કારણે ચામડીને ન્યુટ્રિશન મળી રહે છે. વધતી જતી વય ને ટાળી શકાતી નથી પરંતુ યુવાનીને થોડો લાંબો સમય ખાસ દેખભાળ થી જાળવી શકાય છે ખરી. નિયમિતપણે ફેશિયલ કરાવવાથી ચામડીમાં કરચલી ઓછી પડે છે . ત્વચા થોડો લાંબો સમય યુવાન અને બંધાયેલી રહી શકે છે.

image source

ઉમર વધત્તા શરીરમાં કોલેજન નામના પોષક તત્વોની ઊણપ વર્તાવા લાગે છે. કોલેજન ચામડીને ટાઈટ રાખવાનું કામ કરે છે. જેને કારણે ચામડી નું તેજ જળવાઈ રહે છે. કોલેજન ઘટતા ત્વચા ઢીલી, કરચલીવાળી અને તેજ વિહીન દેખાવા લાગે છે.

image source

નિયમિતપણે ક્લીન અપ અને ફેશિયલ કરાવવાથી ચામડીમાં સર્જાતા પોષક તત્વો ની ખામી ને ફેશિયલ ક્રીમમાં રહેલામાં પોષક તત્વોથી પૂરી કરી શકાય છે .જરૂરી નથી કે ક્લિન અપ અને ફેસિયલ માટે બ્યુટિપાર્લર માં જવું જ પડે.ઘરે પણ સારા પ્રસાધનોના ઉપયોગ અને યોગ્ય માલિશ દ્વારા કરી જ શકાય છે.

image source

ઉંમર વધતા ચહેરા ઉપર પિગ્મેંટેશન અને આંખો નીચે ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ વધે છે. ઉપરાંત ગાલની અંદરની ત્વચા પણ ખેંચાઇ જવાને કારણે ગાલમાં ખાડા પડી રહ્યા હોય અને ગાલ બેસી ગયા હોય એવું લાગે છે. ત્વચાની નિયમિત સાફ સફાઈ પિગ્મેન્ટેશનથી બચાવે છે. ઉંમર વધતા હોર્મોન્સમાં અસંતુલન અને સૂર્યના કિરણોને કારણે પણ ત્વચા પર ડાઘધબ્બા પડવાની સમસ્યા વધે છે. જો સમયસર ચહેરાની સાર સંભાળ કરવાનું શરૂ કરી દીધું હોય તો લાંબો સમય સુધી ચહેરાને તરોતાજા અને યુવાન જાળવી શકાય છે.

image source

વાતાવરણમાં રહેલા ધૂળ, માટી તથા અન્ય રાજકનોની ગંદકી ચહેરા પર થતા પરસેવા સાથે ભળીને ચહેરાના છિદ્રો ને બંધ કરી દે છે. જો નિયમિતપણે આ છિદ્રોની સાફ સફાઈ ના થાય તો એક જગ્યાએ આ ગંદકી ભેગી થઈ અને એમાંથી ખીલની સમસ્યાને ઊભી કરે છે .આ સંચિત થયેલી અસ્વચ્છતા ચહેરા પર ડાઘ ધબ્બા તેમજ સ્કાર સ્વરૂપે તેની નિશાની છોડી જાય છે. જે ચહેરાના સૌંદર્યને નષ્ટ કરે છે. એટલા માટે પણ સમયસર ચહેરાની સાફ-સફાઈ જરૂરી છે. નિયમિત સારા ક્રિમ કે લોશનથી અથવા તો ઘરેલૂ ચીજવસ્તુઓથી પણ ચહેરાને સાફ કરવામાં આવે તો ચહેરાના છિદ્રો ખુલી ને અંદર સુધી ક્રીમ પ્રસરી ચહેરાની ગંદકીને સાફ કરે છે અને ચહેરો ચોખ્ખો અને તેજસ્વી રહે છે.

image source

ક્લીન અપ અને ફેશિયલ દ્વારા ચહેરા પર થતું મસાજ પણ ચામડીને સુંવાળી અને ટાઈટ રાખે છે.મસાજને કારણે ચહેરાનો રકતસંચાર વધતાં ચહેરો ફૂલગુલાબી જગમગી ઊઠે છે. ફેસિયલ દ્વારા ચહેરામાં જમા થયેલા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ નીકળી જવાથી ચહેરાની મૂળથી સફાઈ થાય છે. થોડા સમયે ત્વચામાં જમા થતાં ડેડ સેલ્સ પણ ફેસિયલથી દૂર કરવામાં આવે છે જેનાથી ચહેરો ચોખ્ખો, કાંતિમય અને મુલાયમ રહે છે.

ફેશિયલ માટે પણ બજારમાં મળતા ક્રીમ ન વાપરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાયો પણ અજમાવી શકાય.

image source

એક ચમચી મલાઈમાં લીંબુના રસના ત્રણ-ચાર ટીપા ભેળવી મસાજ કરવામાં આવે તો તેનાથી પણ ચામડી ચોખ્ખી થાય છે તેમજ ચામડીમાં ગ્લો પણ આવે છે.

image source

ટામેટાનો રસ પણ ચહેરા પર નિખાર આપે છે. એક ચમચી દહીંમાં થોડો રવો ભેળવી ચહેરા પર હળવે હાથે મસાજ કરવાથી પણ સ્ક્રબિંગ નું કામ થાય છે અને ચામડીમાં રહેલા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર કરી શકાય છે.ચામડીના છિદ્રોને ખોલી ને ચામડીની સાફ-સફાઈ અંદરથી કરવી પણ જરૂરી બને છે પણ એનાથી પણ જરૂરી એનાં છિદ્રો ને ફરીવાર બંધ કરવા નુ મહત્વ છે. ચહેરા પર હળવે હાથે મસાજ કર્યા બાદ ચહેરાને ચોખ્ખો કર્યા બાદ કોઈ સારા ટોનરથી ચામડીને ટોન કરી શકાય છે.કાકડીનો રસ ઉત્તમ ટોનર સાબિત થાય છે॰ ઉપરાંત બરફ ઘસવાથી પણ ચામડીનાં છિદ્રો બંધ થાય છે.

જરૂરી નથી કે ફેશિયલ અને cleanup માટે મોંઘા કેમિકલયુક્ત પ્રસાધનો જ વાપરી શકાય.

image source

થોડા ઘરગથ્થુ નુસખા પણ ચામડીને પોષણયુક્ત રાખી અને સાફ-સફાઈ કરવામાં મદદરૂપ બને છે.

ઉપરાંત નિયમિત હળવી કસરત, સમતોલ આહાર અને પૂરતી ઊંઘ પણ ચામડીનું તેજ ટકાવી રાખે છે. ખોરાકમાં નિયમિતપણે લીલા શાકભાજી અને રેસાવાળા ફળનો ઉપયોગ પણ સ્વસ્થ ત્વચા માટે જરૂરી છે ઉપરાંત ચામડીના નિખારને જાળવી રાખવા દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવાનું પણ રાખવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ