ધનતેરસના ચમત્કારિક નુસખાઓ – કરોડપતિ બનવું છે? – તો જરૂર અજમાવો.

કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે અને અમાસે દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ બન્ને દિવસે ધનની દેવી લક્ષ્મીમાતા તેમજ સ્વાસ્થ્યના દેવતા એવા ધન્વતંરી ભગવાનની પુજા કરવામાં આવે છે જેથી કરીને શરીર સ્વાસ્થ્ય તેમજ લક્ષ્મીમાતા આપણા પર આખું વર્ષ પ્રસન્ન રહે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પુજા તો કરવામાં આવે જ છે પણ દેવતાઓના ખજાનચી એવા કુબેરદેવતાની પણ પુજા કરવામાં આવે છે.

image source

જો તમે પણ તમારા ઘરમાં હરહંમેશા ધનની વર્ષા ઇચ્છતા હોવ તો આજે અમે તમને ધનતેરસે કરવાના કેટલાક એવા તોટકા જણાવીશું જે તમારી બધી જ આર્થિક તંગીઓને દૂર કરી દેશે. એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું ફળ કાર્યકરનાર વ્યક્તિને તેરગણું મળે છે. માટે તમે લક્ષ્મીજીની જેટલી આરાધના કરશો, સોનાની જેટલી ખરીદી કરશો તેનું વળતર તમને તેરગણું મળશે.

image source

તો ચાલો જાણીએ આ સરળ તોટકાઓ વિષે.

  • ધનતેરસના દિવસ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરના સભ્યો માટે જ ભેટ ખરીદવી ઘરની બહારના લોકો માટે ભેટ ન ખરીદવી. તે તમે બીજા કોઈ શુભ દિવસે આપી શકો છો.
  • આ દિવસે ઘરની અંદર 13 દિવા પ્રગટાવો અને ઘરની બહાર 13 દિવા પ્રગટાવો. આટલું કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે. ઘરના એક-એક ખુણામાં પ્રકાશ ફેલાશે અને ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
  • જો તમારી આવક તો નિયમિત ચાલું રહેતી હોય પણ ઘરમાં ધન સ્થિર ન થઈ શકતું હોય તો આ વખતે ધનતેરસથી દિવાળીના દિવસ સુધી માતા લક્ષ્મીને એક લવિંગની જોડી ચડાવો.

    image source
  • ધનતેરસના દિવસે તમારે ત્યાં જે પણ ગરીબ વ્યક્તિ આવે તે પછી કોઈ માંગણ હોય કે પછી કોઈ સફાઈ કરવાવાળી વ્યક્તિ હોય કે પછી કોઈ ગરીબ હોય તેને ઘરેથી ખાલી હાથ ન જવા દેવા જોઈએ. તમારી શક્તિ પ્રમાણે તેને નાનું સરખુ પણ દાન કરવું જોઈએ. આમ કરવાથી લક્ષ્મીમાતા તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર ઓર વધારે ધનવર્ષા થશે. અને તમારા કામમાં કોઈ વિઘ્ન પણ નહીં આવે.
  • ધનતેરસના દિવસે મનમાં નકારાત્મક ભાવના ન રાખવી. ન કોઈની નિંદા કરવી ન તો કોઈની સાથે વિવાદમાં પડવું. આમ કરવાથી આ શુભ દિવસ અશાંત બની જશે અને ઘરમાં નકારાત્મકતા ફેલાશે.

    image source
  • ધનતેરસના દિવસે જો તમે કોઈ કિન્નરને રૂપિયાનું દાન કરો તો તેમની પાસેથી સામે એક રુપિયો માગી લો. તેમનો આ એક રૂપિયો તમારી કિસ્મત ચમકાવી દેશે. અને આ એક રૂપિયો કિન્નર રાજીખુશીથી આપવો જોઈએ તેની પાસેથી પરાણે ન લેવો. જો તે તમને એક રૂપિયાનો સિક્કો આપે તો તેને તમારે એક સફેદ વસ્ત્રમાં બાંધી લેવો અને તમારી તિજોરીમાં મુકી દેવો. ઘરમાં ક્યારેય ધન નહીં ખુટે.
  • ધનતેરસના દિવસે તમે જ્યારે કોઈ મંદીરે દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં કેળાનો છોડ અથવા તો કોઈ સુગંધ ઉત્પન્ન કરતો છોડ રોપવો. જેમ તે છોડનો વિકાસ થતો જશે તેમ તેમ તમારા જીવનનમાં સફળતાઓ વધતી જશે.

    image source
  • ધનતેરસના દિવસે પુજા પહેલાં દક્ષિણાવર્તી શંખમાં પાણી ઉમેરીને તેમાંથી પાણી લઈને ઘરના ખૂણે ખૂણે અને ખાસ કરીને ચારે ખૂણે છંટકાવ કરવો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીમાં પગલા પાડશે. આ જળને તમે ઘરના સભ્યો પર પણ છાંટી શકો છો તેનાથી મન સકારાત્મક બને છે.
  • ધન તેરસના દિવસે તમારૈ સફેદ વસ્તુઓ જેવા કે, સફેદ વસ્ત્ર, ચોખા, પતાશા, ખીર, ખાંડ, દૂધપાક જેવી વસ્તુઓનું દાન કરવું. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની ખોટ નહીં સર્જાય. આ તોટકાથી તમારા ધનમાં તો વધારો થશે જ પણ તમારા જે કોઈ પણ કાર્યો અટકી પડ્યા હશે તેની સામેના વિઘ્નો પણ દૂર થતાં જશે.

    image source
  • તમે સતત મહેનત કરતાં રહેતા હોવ પણ તેમ છતાં તમારા કામમાં વિઘ્નો આવતા રહેતા હોય અથવા તેમાં તમને સફળતા ન મળતી હોય તો તમારે જે ઝાડ પર ચામાચિડિયાનો વાસ હોય તે ઝાડની એક ડાળખી તોડી લાવવી. તેને તમારા ડ્રોઇંગરૂમમાં મુકવાથી તમારા ઘરમાં સંપત્તિની આવક થશે અને સાથે સાથે તમારી પ્રતિષ્ઠા પણ વધશે.
image source

આ વિધિથી અચૂક ફાયદો થશે

ધનતેરસના દિવસે ચોઘડિયામાં શુભ મૂહર્ત જોઈને નવી ગાદી પાથરો, સાંજના સમયે ઘરમાં તેર દિવા પ્રગટાવીને તિજોરીમાં કુબેર મહારાજની પુજા કરો.
હવે, આટલું કર્યા બાદ ચંદન, ધૂપ કરવા દીપ તેમજ નિવેદ કરીને પુજા કરો. પુજા દરમિયાન

image source

“યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યઅધિપતયે
ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા”

આ મંત્રની એક માળા કરીને કપૂરથી આરતી ઉતારી ભગવાન પર ફુલ ચડાવો. આટલી વીધી કરવાથી તમારા પર જે આર્થિક સંકટો હશે તે દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ