દિવાળીમાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા બનાવો આવી રંગોળી જુઓ રંગોળીની 50 તસ્વીરો

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા બનાવો આવી રંગોળી જુઓ રંગોળીની 50 તસ્વીરો

રંગોળી એ પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે. પુરાણકાળથી હીન્દુ ધર્મમાં રંગોળીનું એક અનેરુ મહત્વ રહ્યું છે. જ્યારે ક્યારેય પણ તહેવારો ઉત્સવો કે પછી શુભ પ્રસંગો ઘરમાં હોય ત્યારે ઘરના આંગણે સુંદર માજાની આકૃતિવાલી રંગોળીઓ પુરવામાં આવે છે, જેનાથી ઘર શોભી ઉઠે છે.

image source

રંગેળીને અલ્પના પણ કહેવામાં આવે છે. મોહેન જોદડો અને હડપ્પા સંસ્કૃતિમાં પણ રંગોળી એટલે કે અલ્પનાના ચિહ્નો મળી આવ્યા છે. અલ્પના વાત્સ્યાયનના કામસૂત્રમાં વર્ણવવામાં આવેલી ચોસઠ કળામાંની એક છે. મૂળે તો અલ્પના શબ્દ સંસ્કૃતમાંથી અવતરેલો છે સંસ્કૃતમાં ‘ઓલંપેન’ શબ્દ છે જેનો અર્થ થાય લેપ કરવો. પુરાણ કાળથી આ કળાને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તેને ઘરની સમૃદ્દિ માટે ઘરના આંગણામાં છેક પુરાણકાળથી જ બનાવવામાં આવે છે.

image source

25 ઓક્ટોબરથી દીવાલીનો મહાપર્વ ધનતેરસના શુભારંભથી શરૂ થઈ રહ્યો છે આ જ દિવસથી લોકોના ઘરના આંગણાઓમાં વિવિધ રંગોળીઓ રચવામાં આવે છે અને તેને સુંદર રંગોથી સજાવામાં આવે છે. શહેરોમાં તો રંગોળીને માત્ર દિવાળીની રાત્રે જ ઘરના આંગણે કે પછી ફ્લેટની બાલ્કનીમાં બનાવવામાં આવે છે પણ ગામડાઓમાં રંગોળીને ધનતેરસના દિવસથી ભાઈબીજ સુધી બનાવવામાં આવે છે. દરેક દિવસે તહેવારને અનુરુપ ભાતભાતની રંગોળીથી ઘરનું આંગણું શોભી ઉઠે છે તો આજે અમે તમારા માટે લાવ્યા છે વિવિધ ડીઝાઈન્સ વાળી રંગોળીઓ.

image source

ગણેશજીની ડીઝાઈનવાળી  રંગોળી

ગણેશજીની છવી તેમની મુર્તિ વિગેરે ઘર માટે ખુબ જ શુભ ગણવામાં આવે છે. અને તેમની આકૃતિ એટલી સુંદર હોય છે કે કોઈનું પણ મન એક જ નજરે તેમના પર મોહી પડે. દીવાળીના તહેવારો દરમિયાન ઘણા બધા ઘરના આંગણે ગણેશજીની સુંદર રંગોળી પુરવામાં આવે છે.

image source
image source
image source
image source

આ વિડિયો દ્વારા શીખો સુંદર અને સરળ ગણેશજીની રંગોળી

અહીં માત્ર એક સ્ટીક ચમચી અને માત્ર બે જ રંગો દ્વારા આ સુંદર પણ સરળ રંગોળી બનાવવામાં આવી છે. અહીં લીલા રંગથી સુંદર પાંદડુ બનાવવામાં આવ્યું છે અને તેના પર પીળા રંગથી ગણપતિજી બનાવવામાં આવ્યા છે.

ખુબ જ ઓછા સમયમાં આ રંગોળી બની જાય છે. જો તમે પણ આ રંગોળી જાતે જ બનાવવા માગતા હોવ તો નીચે આપેલી વિડિયો પર ક્લિક કરીને તેમાંથી આ રંગોળી શીખી શકો છો.

image source
image source
Image result for ganesh rangoli
image source

કુંભની ડીઝાઈનવાળી રંગોળી

image source

ઘણા ઘરોમાં કુંભની રંગોળી કરવામાં આવે છે જે ખુબ જ સુંદર લાગતી હોય છે. ઉપરની રંગોળીમાં સરસ મજાનો કુંભ બનાવવામાં આવ્યો છે તેમ જ તેને નીચે કમળની ડીઝાઈન કરીને આસન પણ આપવામાં આવ્યું છે. અને આ કુંભને સોનાનના સિક્કા એટલે કે ધનથી છલકાતો બતાવવામાં આવ્યો છે. કુંભની રંગોળીની આવી તો ઘણી બધી ડીઝાઈન તમારા માટે અમે અહીં આપી છે.

image source
image source
image source
image source
image source

સ્વસ્તિકની રંગોળી

સ્વસ્તિકને હીન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામાં આવે છે. તેને ઘરના કોઈપણ શુભ પ્રસંગે કંકુથી કરવામા આવે છે. તેને ઘરના ઉંમરે, ઘરના બારણે, ઘરના માટલા પર તો ઘરના પાણિયારે બધે જ વારે તહેવારે કરવામાં આવે છે. અને આજ સ્વસ્તિકને જો રંગોળી સ્વરૂપે બનાવવામાં આવે તો તમારું આંગણું ઓર શોભી ઉઠે છે. તો ચાલો જોઈએ કેટલીક સ્વસ્તીકની ડીઝાઈનવાળી રંગોળીઓ

image source
image source
image source
image source
Image result for swastik design rangoli
image source
image source

માતાજીની રંગોળી

ઘણા લોકો ટ્રેડીશનલ રંગોળીથી થોડી અલગ રંગોળી બનાવાનું પણ પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે ઘરોમાં દિવાળીના તહેવારોમાં ગાલિચા રંગોળી બનાવવામાં આવે છે. પણ કેટલાક એવા લોકો પણ હોય છે જેમને રંગોળીમાં વિવિધતા ખૂબ ગમતી હોય છે તેવા લોકો માતાજીની રંગોળી પણ બનાવે છે. કોઈ લક્ષ્મી માતાની રંગોળી બનાવે છે તો કોઈ સરસ્વતિ દેવીની રંગોળી બનાવે છે તો વળી કોઈ દુર્ગામાતાની રંગોળી બનાવે છે.

image source
image source
image source
image source

દીવડાં રંગોળી

દીવડાંની ડીઝાઈન વાળી રંગોળી પણ ખુબ જ સુંદર લાગે છે. ઉપરની રંગોળી દીવા આકારની બનાવવામાં આવી છે. તે ઘણી સિમ્પલ પણ લાગે છે અને અત્યંત સુંદર પણ લાગે છે. દીવો એ હીન્દુ ધર્મની દરેક પુજામાં કરવામાં આવે છે. નિયમિત ઘરના મંદીરમાં દીવો પ્રગટાવવાથી તન અને મનને એક અનેરી ઉર્જા મળે છે. દીવો એ પ્રકાશનું પણ પ્રતિક છે. અને પ્રકાશ એ આશાનું પ્રતિક છે. ઘરનાં આંગણામાં દીવડાંની ડીઝાઈનવાળી રંગોળી ખુબ જ સુંદર લાગે છે.

image source
image source
image source
image source

ફુલોની રંગોળી

ઘણા લોકો તહેવારોમાં રંગોની જગ્યાએ વિવિધ જાતના ફુલોથી રંગોળી બનાવે છે. ફુલોની રંગોળી આખું ઘર મહેકાવી ઉઠે છે અને તે મહેકના કારણે આખા ઘરનું વાતાવરણ હકારાત્મક ઉર્જાથી મહેકી ઉઠે છે. ફુલોનો ઉપયોગ હીન્દુ ધર્મમાં દરેક પુજામાં કરાતો આવ્યો છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા ધર્મોમાં દેવી દેવતાઓને ફુલ ચડાવવામાં આવે છે. ફુલો દ્વારા પણ ખુબ જ સુંદર રંગોળી બનાવી શકાય છે.

image source
image source
image source
image source
image source
image source
image source

રંગોળીને આ રીતે સજોવો દીવડાંથી

રંગોળી બનાવી લીધા બાદ તેને જો દીવડાંથી સજાવવામાં આવે તો તે ઓર વધારે સુંદર લાગે છે. કારણ કે દીવાનો મધ્ધમ પ્રકાશ તેના પર પડતાં તેના રંગો ઓર વધારે ખીલી ઉઠે છે. અને અંધારામાં પણ રંગોળી ખુબ જ સુંદર લાગે છે. ચોરસ રંગોળીના ચારે ખુણામાં અને સેન્ટરમાં દીવડાં મુકવાથી રંગોળી સુંદર લાગે છે તો વળી ગોળાકાર ડીઝાઈનવાળી રંગોળીની ફરતે દીવડાં મુકવાથી પણ તેની શોભા ઓર વધી જાય છે.

image source
image source
image source
image source
image source
image source

રંગોલી મેકીંગ વિડિયો

જો તમને રંગોળી બનાવતા ન આવડતી હોય તો ઇન્ટરનેટ પર તેને તમે ખુબ જ સરળ રીતે વિવિધ વિડિયો દ્વારા શીખી શકો છો. તેને જોઈને તમે તમારા ઘરના આંગણાને પણ દીવાળીના તહેવારોમાં રંગોળી પુરીને સજાવી શકો છો. શું તમે કેટલીક નવી રંગોળીની ડિઝાઈન્સ ટ્રાઈ કરવા માગો છો તો અહીં જુઓ કેટલીક રંગોળી મેકીંગની વિડિયોઝ.

 

View this post on Instagram

 

A post shared by Dreamers (@craft_love____) on

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ