જાણો ક્યા ક્યા અંગ ફરકવાથી થાય છે ધનલાભ?

શરીરના કોઈ એકાદ અંગનું ફરકવું કે પછી સતત કોઈ અંગમાં વારંવાર લબકારા થયા કરે એ કોઈ બીમારી કે સમસ્યા નથી પણ એક લક્ષણ હોઈ શકે તમારી તબીયત ખરાબ થઈ શકવા માટેનું. કે પછી એનાથી આપણું શરીર કોઈ અણધાર્યા ધન લાભનો સંકેત આપતું હોય એવું બને.

image source

દરેક અંગ કંઈક જુદા સંકેતો આપે છે અને તેમાંય આપણાં શરીરમાં ડાબું અને જમણું એમ બે અંગ હોય છે, આ હિસાબે કયું અંગ અને કઈ બાજુનું ફરકે છે, તેના ઉપરથી સંકેતો અંગે અનુમાન લગાવવામાં આવે છે. આપણું શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે તે આપણી આસપાસ થનાર ઘટનાઓને પારખી લઈને આપણને ચેતવણી પણ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. જી હા, જો તેને સમજવાનો પ્રયત્ન કરશો તો ઘણી સમસ્યાઓને સમયસર નિવારી શકશો. આવો જાણીએ શરીરનું એવું કયું અંગ છે, જે ફરકે તો થઈ શકે છે ધન લાભ અને એવું કયું અંગ છે જેનું ફરકવું આપને માટે લાભદાયી.

image source

અંગ ફડકવાથી આપણે ક્યારેક ડરી જતાં હોઈએ છીએ. પગ કે હાથમાં આંગળીઓમાં કે આંખની ભમર કે પાંપણો ફરકતી હોય ત્યારે એમ થાય કે આવું શા માટે થતું હોય છે. શું શરીરમાં કોઈ બીમારીની આ નિશાની છે કે પછી કોઈ બીજી તકલીફ તો નથી થવાનીને? આવો જ્યારે વૈજ્ઞાનિક અમુક તારણ એવા પણ હોય છે કે શરીરમાં વાયુ પ્રકોપ થાય ત્યારે શરીરના અવયવો આ રીતે પ્રતિક્રિયા આપતાં હોય છે.

જેને કારણે કોઈવાર કોઈ ચોક્કસ અંગ ફરકતું રહેતું હોય છે. શરીર કોઈ પ્રકારની બેચેની અનુભવે કે ડિસકંફર્ટ અનુભવે ત્યારે આપણને ચિંતા પણ થતી હોય છે. એ બધાંની સામે એક એવા સમાચાર પણ કોઈ આપે કે શરીરનું કોઈ અંગ ફરકવાથી થઈ શકે છે ધન લાભ તો? જી હા, એવું પણ બની શકે છે. આવો જાણીએ આ રસપ્રદ માહિતી…

Related image
image source

જાણો કયું અંગ ફરકવાથી કેવા થાય છે લાભ

આપણાં જીવનમાં ધન છે અતિ મહત્વની બાબત

આપણે દિવસ આખો કામમાં વ્યસ્ત રહીએ છીએ, મહિનાને અંતે આપણાં ખાતામાં પગાર આવે છે. કોઈ નોકરી કરે છે તો કોઈ પોતાનો વ્યવસાય કરે તેનો એકજ હેતુ હોય છે ધન કમાવવાનો. તેની કમાણી અને તેમાથી થતી બરકત તેના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. તેમ છતાંય દરેકના મનમાં ક્યાંક એવી ઇચ્છા પણ રહેતી હોય છે કે અચાનકથી ક્યાંકથી કોઈ ધન લાભ થઈ જાય તો!

કોઈને કોઈ રીતે વધુ પૈસા કમાવવાની ઇચ્છા અને લાલસા સૌ કોઈને હોય છે. આ બાબત એવી છે કે ધન વિના આપણે આપણા જીવનની કલ્પના પણ ન કરી શકીએ. ધન, વૈભવ અને સમૃદ્ધિ જેટલી વધે તેટલી વધારે મેળવવાની ઇચ્છા રહેતી હોય છે. એમાંય જો આકસ્મિત લાભ થાય તો તેની મજા જ કંઈક ઓર વધી જતી હોય છે. તો આવો કંઈક એવી જ મજાની ચર્ચા કરીએ.

image source

જમણી આંખ

આ એક સૌથી જૂની અને જાણીતી માન્યતા છે. એમાં એવું માનવામાં આવે છે કે સ્ત્રીની જમણી આંખ ફડકે તો કોઈ ધન લાભના સારા સમાચાર કોઈપણ રીતે તમને જાણવા મળી શકે છે. આ સિવાય કોઈ સફળતાનો સંકેત પણ તેનાથી સમજવામાં આવે છે. આવા સમયે જેમને જમણી આંખ ફડકતી હોય તેઓ મનોમન કોઈ ઇચ્છાઓ પણ વિચારવા લાગે છે. કે એવી તે શું ખુશખબરી હશે જે એમને બહુ જ જલ્દી મળવાની છે.

Image result for eyebrows
image source

આંખો ઉપરની આઈબ્રો પણ આપે છે કંઈક સંકેતો

ભમર ખાજવી, એવો શબ્દ વપરાય છે જ્યારે આંખો ઉપરના ભવાં ફરકે છે ત્યારે. એક માન્યતા પ્રમાણે આ અંગનું ફરકવું પણ કંઈક સંકેત આપી રહ્યું છે. જરા સરખી પણ ભમર ફરકે કે અચાનકથી થોડી થોડી વારે હલે તો સમજવું કે કોઈ લાભદાયી સમાચાર મળવાના છે. જેમાં ધન લાભ પણ હોઈ શકે અને કોઈ બીજા શુભ સમાચાર પણ હોઈ શકે.

image source

ખભ્ભો ફરકે ત્યારે?

જ્યારે હાથ કે ખભ્ભો ફડકે ત્યારે સૌથી પહેલાં તો ચિંતા થવા લાગે છે કે શરીરમાં કોઈ ચેપ કે બીમારી તો થઈ જણાઈ રહીને. આમાં જમણો અને ડાબો બંને ખભ્ભા માટે રસપ્રદ માન્યતા છે. જો જમણો ખભ્ભો ફરકતો હોય તો સમજવું કે નજીકના ભવિષ્યમાં તમને કોઈ ખાસ ધન લાભ થવાના સમાચાર મળશે. પરંતુ જો ડાબો ખભ્ભો ફરકે તો કોઈ એવી સફળતાના સમાચાર તમને મળશે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બોલો છે, ને આ રસપ્રદ?

image source

ગાલનું ફરકવું

ગાલ આપણાં શરીરનું એવું અંગ છે, જેને આપણે આપણી ઇચ્છાથી હલનચલન કરી શકતાં નથી. ગાલને અડકીએ તો જ તેના સ્નાયુઓ હલે છે. પરંતુ આ રીતે અચાનકથી હલવા લાગે એટલે કે તે ફરકે છે એવું માનવામાં આવે છે કે જમણાં ગાલનું ફરકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને જો બંને સાઈડના ગાલ એકસાથે અથવા થોડા થોડા સમયે વારાફરથી ફરકતા હોય તો તે અતિશય સારા સમાચાર મળવાના સંકેત હોઈ શકે છે.

image source

ગરદન અને ગળામાં ફરકે છે તો શું થશે તે પણ જાણી લો

ગરદન અને ગળું આપણે જાતે હલાવી શકીએ છીએ પરંતુ તેના સ્નાયુઓ અચાનક થોડા લબક્ઝબક થઈને ફરકવા લાગે છે તો ચેતી જવું. આમાં પણ જો જમણી બાજુની ગરદનનો ભાગ ફરકે છે તો ચિંતા જેવું નથી. તે ધન લાભની વાત સૂચવે છે. પરંતુ જો ડાબી તરફ ફડકવાનું શરૂ થાય તો ચેતી જવા જેવું છે. આ સંકેતથી નુક્સાન થઈ શકવાના એંધાણ મળી શકે છે.

કમર ફડકે ત્યારે

જો કોઈ વ્યક્તિની કમરમાં જમણી તરફનો ભાગ સીધો ફડકતો જણાય કે લબકારા અનુભવાય તો સમજવું કે ધન પ્રાપ્તિના સંકેતો મળી રહ્યા છે.

image source

કપાળમાં ફડક જણાય ત્યારે

કપાળ કે લલાટનો વચલો હિસ્સો ફડકતો જણાય ત્યારે એવું માનવામાં આવે છે કે જે લોકો જગ્યાએ કોઈ જોબ કે વ્યવસાય કરતા હોય તો એ સ્થળે તેમનું માન અને પ્રતિષ્ઠા વધી શકવાની શક્યતા વધી જાય છે. નોકરીમાં પ્રોમોશન કે કોઈ ધનનો નફો થઈ શકવાની શક્યતા દર્શાવે છે.

મોંનું તાળવું

શરીરનું આ અંગ એવું છે જે ભાગ્યે જ હલનચલન કરે છે અને તેમાં સંવેદનશીલતા પણ ખૂબ હોય છે. જો આ અંગ ફડકે ત્યારે સમજવું કે ખુશહાલ અને આરામદાયક વૈભવી જીવન જીવવા માટેનો કોઈ શુભ સંકેત મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ