ધનલાભ સહિત ૯ ફાયદા મેળવવા ધનતેરસે લાવો લક્ષ્મીજીને પ્રિય આ વસ્તુ ઘરમાં

ધનતેરસ એ લક્ષ્મીમાતાને રિઝવવાનો દિવસ છે. આ દિવસે જો તમે તમારા ઘરમાં કાયમી લક્ષ્મીમાતાનો વાસ ઇચ્છતા હોવ તો તમારે તમારા ઘરમાં સંપુર્ણ વિધિથી લક્ષ્મીમાતાની પુજા કરવાની હોય છે. અને લક્ષ્મી માતાને રિઝવવા માટે તેમને પ્રિય ભોગ પણ ધરાવવામાં આવે છે અને તેમને પ્રિય વસ્તુઓ પણ ખરીદવામાં આવે છે.

image source

પણ બધી વસ્તુઓમાં લક્ષ્મી માતાને શંખ ખુબ જ પ્રિય છે. માટે ધનતેરસના દિવસે તમારે ઘરમાં શંખની ખરીદી કરવી જોઈએ. અને તેને તમારા મંદીરમાં મુકવો જોઈએ અને જ્યારે ક્યારેય પણ પુજા કરો ત્યારે પુજા કરતી વખતે એક વાર તો શંખ ફૂંકવો જ જોઈએ. શંખનો અવાજ ઘરમાં હકારાત્મક ઉર્જા ફેલાવે છે અને શુભફળને પોતાના તરફ આકર્ષે છે.

image source

શંખ ખરીદવાના ફાયદાઓ

– શંખને કેટલીક રીતે ઘરમાં વાપરવાથી ઘરની વ્યક્તિઓને અનેક લાભ થાય છે. તમે જ્યારે ક્યારેય પણ પુજા કરવા બેસો ત્યારે તમારે આ શંખમાં પાણી ભરી રાખવું. પુજા પુર્ણ થયા બાદ આ પાણીનો સમગ્ર ઘરમાં છંટકાવ કરવો. ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

image source

– આ સિવાય તમે જ્યારે ધનતેરસના દિવસે લક્ષ્મી પુજન કરો ત્યારે શંખમા પાણી ભરીને લક્ષ્મીજીની પુજા કરવી. આમ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે અને તમારા ઘરની આર્થિક તંગી દૂર થશે.

– જો તમે દક્ષિણાવર્તી શંખ ખરીદતા હોવ તો તેને તમારે મંત્ર સિદ્ધ કરવાની જરૂર નથી. તેને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામા આવે છે. આ શંખને માત્ર તમે તમારા મંદીરમાં પણ રાખશો તો તમારા જીવનના દરેક વિઘ્નો નાશ પામશે.

image source

– તમે જો શંખની પુજા કરવા માગતા હોવ તો તેને અત્તર તેમજ ગુલાબથી કરો. આ સિવાય તમે તેની સામે નિવેદ્ય પણ મુકો અને શ્રી સુક્તના પાઠ પણ કરો.

– કહેવાય છે કે જો પુજા પત્યા બાદ આ શંખમાં દૂધ ભરીને તેવી સ્ત્રીને તે દૂધ પીવડાવવામાં આવે કે જે માતા ન બની શકતી હોય તો તેને સંતાનસુખ પ્રાપ્ત થાય છે.

– દિવાળીના દિવસે તમે લક્ષ્મી પુજા પુર્ણ કરી લીધા બાદ આ શંખને તમારી તીજોરીમાં અથવા તમે જ્યાં તમારું ધન રાખતા હોવ ત્યાં મુકી દેવો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે. તમને ક્યારેય ધન ખૂટવાની ફરિયાદ નહીં રહે.

image soruce

– જો તમે ધનતેરસના દિવસે દક્ષીણાવર્તી શંખ ખરીદવાના હોવ તો તેને તમારે દીવાળીના દિવસે પુજન કરીને શ્રી સુક્તના શ્લોકો દ્વારા આહુતિ આપવી જોઈએ. તેમ કરવાથી ઘરમાં લક્ષ્મીમાતા કાયમી વાસ કરે છે.

image source

– આ શંખમાં પુજા કરતી વખતે પાણી ભરી લેવું અને પુજા પત્યા બાદ તે પાણીનું સેવન કરવામાં આવે તો તમારામાં એક અદ્ભુત સુંદર પરિવર્તન આવશે.

– જો તમે દક્ષિણાવર્તી શંખ ખરીદ્યો હોય અને તેને તમારા મંદીરમાં જ રાખતા હોવ તો તેની સામે રોજ એક અગરબત્તિ કરવાથી તમારી પ્રસિદ્ધિ તેમજ યશમાં વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ