દિવાળીમાં જો કર્યા હશે તમે આ ૧૦ કામ, તો ચોક્કસ આવશે લક્ષ્મી પૂછી તમારું નામ!

નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ મહિલાઓ દિવાળીની તૈયારીઓ શરૂ કરે છે. તેમાં પહેલા તેઓ ઘરની સાફ-સફાઇ કરે છે, નાસ્તા બનાવે છે અને ખરીદી વગેરે જેવા કાર્ય કરે છે. આ ઉપરાંત ઘણા એવા કાર્યો છે, જેની આપણને જાણ નથી અને જો જાણીએ છીએ તો તેને અવગણીએ છીએ.

image source

ભાગદોડના જીવનમાંથી સમય કાઢવો મુશ્કેલ તો હોય છે. પરંતુ તહેવારના દિવસોમાં ઇશ્વરની કૃપા મેળવવા તથા લક્ષ્મીજીના સ્વાગત માટે તૈયારીઓ તો કરવી જ પડે…તો દિવાળી પર અનેક પ્રકારના માંગલિક કાર્ય કરતા પહેલા આ કાર્યો અચુકથી કરો અને લક્ષ્મીજીને પોતાના આંગણે આવકાર આપો.

ઘરમાં સફાઇ અને કલરકામ

image source

જ્યા સ્વચ્છતા દેખાય છે ત્યા જ લક્ષ્મી નિવાસ કરે એવું માનવામાં આવે છે. તે વાતમાં કોઇ શંકા નથી. વરસાદ બાદ ઘરમાં આવેલું ભેજ, કોઇ વસ્તુ ખરાબ થઇ હોય તો તેની સફાઇ કરવી જોઇએ. તે સાથે કલરકામ કરીને ઘરની સજાવટ પણ કરવી જોઇએ.

તોરણ લગાવો

image source

મોટાભાગના લોકો દિવાળીમાં મોતીના આકર્ષક તોરણ લગાવે છે, પરંતુ ખરેખર તો આસોપાલવ કે કેરીના પાનના કોમળ માળાને તોરણ કહે છે. આ તોરણની સુંગધથી દેવગણ આકર્ષિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે.

રંગોળી

image source

રંગોળીને ચોસઠ કલાઓમાંની એક કલા છે. ઉત્સવ પર્વ – માંગલિક અવસરો પર રંગોળીથી ઘર આંગણને સુંદરતાની સાથે અલંકૃત કરી શકાય છે. તેનાથી ઘર પરિવારમાં મંગળ કાર્ય થાય છે.

દીવો

image source

પારંપારિક દીવો માટીનો જ હોય છે. તેમા પાંચ તત્વ છે – માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. હિન્દુ અનુષ્ઠાનમાં પંચ તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે.

ચાંદીનો હાથી

image source

વિષ્ણુ અને લક્ષ્મીને હાથી પ્રિય હોવાનું માનવામાં આવે છે. તેથી ઘરમાં પાકો ચાંદી કે સોનાનો હાથી મુકવો જોઈએ. ઠોસ ચાંદીના હાથીને ઘરમાં મુકવાથી શાંતિ કાયમ રહે છે અને આ રાહુના કોઈપણ પ્રકારના ખરાબ પ્રભાવને રોકે છે.

કોડીઓ

image source

પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ચાંદીનો નાનકડો ઘડો

image source

ચાંદીનો એક નાનકડો ઘડો જેમા આઠથી દસ તાંબા, ચાંદી પિત્તળ કે કાંસાના સિક્કા મુકી શકો છો. તેને ગઢવી કહે છે. તેને તિજોરી કે કોઈ સુરક્ષિત સ્થાન પર મુકવાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે.

મંગળ કળશ

image source

મંગળ કળશ તૈયાર કરવા માટે એક તાંબા(ચાંદી,કાંસા,સોના)નો કળશ લો. તેમાં થોડું પાણી ભરીને, તેમાં પાંચ નાગરવેલ અથવા આસોપાલવના પાન મૂકો. ત્યાર બાદ કળશના મૂખમાં શ્રીફળ મૂકો. કળશ પર કંકુથી સ્વસ્તિક બનાવી કળશ પર નાડાછડી બાંધો. હવે આ કળશને પૂજા કરવાના સ્થાને જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મૂકો. આ કળશ મૂકવાથી મંગળ કાર્ય શરૂ થાય છે તેમ માનવામાં આવે છે.

પૂજા-આરાધના

image source

દિવાળી પર પૂજાની શરૂઆત ધન્વંતરિ પૂજાથી થાય છે. બીજા દિવસે યમ, કૃષ્ણ અને મહાકાળીની પૂજા કરવામાં આવે છે.  ત્રીજા દિવસે લક્ષ્મી માતા, ગણેશજી સાથે કુબેરની પૂજા થાય છે. ચોથા દિવસે ગોવર્ધન પૂજા થાય છે અને અંતમા પાંચમાં દિવસે ભાઈબીજ કે યમ દ્વિતીયા મનાવાય છે.

નમકીન અને મીઠાઇ

image source

દિવાળીના પાંચ દિવસ ઉત્સવ દરમિયાન પારંપારિક વ્યંજન અને મીઠાઈ બનાવાય છે. દરેક રાજ્યમાં જુદા જુદા પકવાન બને છે. ઉત્તર ભારતમાં મોટાભાગે મઠીયા, પૂરી, ઘૂધરા, શક્કરપારા, ચટપટો ચેવડો,ચક્રી વગેરે બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ