શિયાળુ સ્પેશિયલ ઢાબા સ્ટાઈલ પનીર પરાઠા બનાવવાની પરફેક્ટ રેસિપી..

આજે આપણે શિયાળુ સ્પેશિયલ ઢાબા સ્ટાઈલ પનીર પરાઠા બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. જ્યારે આપણે ઢાબામાં ખાઈએ છે ત્યારે પરફેક્ટ પનીરનું સ્ટફીંગ હોય છે અને એકદમ ક્રિસ્પી હોય છે. અને બહુ જાડા નહીં બહુ પાતળા નહી તેવા પરાઠા હોય છે.તો આજે આપણે પરફેક્ટ ઢાબા સ્ટાઈલ પનીર પરાઠા ની રેસિપી જોઈશું.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • પનીર
  • મરી
  • આખા ધાણા
  • મીઠું
  • ઘી
  • અજમો
  • શેકેલા જીરાનો પાવડર
  • આમચૂર પાવડર
  • લીલા મરચાં
  • આદુ
  • લીલા ધાણા
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ફુદીનાના પાન
  • ડુંગળી

રીત-

1- સૌથી પહેલા એક બાઉલ લઈશું. હવે લોટ બાંધી લઈશું. દોઢ કપ ઘઉંનો લોટ લઈશું. એક ચમચી દેશી ઘી એડ કરીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈશું.

2- આપણે લોટ ને બહુ કઠણ નહીં અને બહુ સોફ્ટ નહી તેવો બાંધી લઈશું.લોટ ને જેટલું મસળી ને સોફ્ટ કરશો તેટલા તમારા પરાઠા સોફ્ટ બનશે.થોડો ઘી વારો હાથ લગાવી લઈશું.હવે લોટ ને વીસ મિનિટ માટે રહેવા દઈશું.

3- હવે આપણે પનીર નો મસાલો બનાવી લઈશું. મોટા કાણાની છીણી લઈશું. અને ઘરનું બનાવેલું 200 ગ્રામ પનીર લઈશું.અને પનીર ને છીણી લઈશું. હવે આપણું પનીર છીણાય ગયું છે. સૌથી પહેલા ખાયણી લઈશું.તેમાં આખા મરી નાખીશું.હવે અડધી નાની ચમચી આખા ધાણા લઈશું.

4- ઢાબા સ્ટાઈલ પનીર પરાઠા માં મરી ને અને આખા ધાણા ને કરકરા વાટી ને જ લેવામાં આવે છે. હવે તે પનીર માં નાખીશું.હવે પા ચમચી અજમો લઈશું.તેને હાથ માં લઇ ને મસળી ને નાખીશું. ત્યારબાદ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું. હવે અડધી ચમચી આમચૂર પાવડર લઈશું. હવે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી શું.

5- હવે આપણે પા ચમચી હળદર નાખીશું. હવે 2 લીલા મરચાં ઝીણાં સમારીને નાખીશું. ત્યારબાદ પા ચમચી આદુ છીણીને નાખીશું. ત્યારબાદ 1 મોટી ડુંગળી ઝીણી સમારીને નાખીશું. ત્યારબાદ બે ચમચી ઝીણા સમારેલા ધાણા નાખીશું. ત્યારબાદ ૫ થી ૬ ફુદીનાના પાન લીધા છે.તેને હાથ થી તોડી ને નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખી શું. હવે બધું મિક્સ કરી લઈશું.

6- હવે આપણે હાથ થી મોટા બોલ્સ બનાવી લઈશું. હવે આપણે લોટ જોઈ લઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. સરસ સોફ્ટ થઈ ગયો છે. તેને ફરીથી થોડો મસળી ને મિડીયમ સાઈઝ નો બોલ્સ બનાવી લઈશું.અને બોલ્સ ને એકદમ સોફ્ટ કરી લીસો કરી લઈશું. ત્યારબાદ બોલ્સ પર કોરો લોટ નાખી ને હાથ થી થેપી ને પૂરી જેવું બનાવી લઈશું.

7- હવે આપણે વાડકી જેવો સેપ આપી દઈશું. અને તેમાં પનીર નો બોલ્સ નાખી દઈશું.અને ઉપર થી આખું તેને સિલ કરી દેવાનું. લોટ ને ઉપરથી લિસ્સો કરી વધારાનો લોટ કાઢી લેવાનો. અને તેને બરાબર સીલ કરતું જવાનું છે. જેમ કચોરી વાડીએ છે તે રીતે વાળવાનું. હવે કોરો લોટ ઉપર ભભરાવીને હાથથી થેપિ લેવાનું છે. બધી સાઇડથી થેપવાનું છે.હવે આપણે વેલણ થી વણી લઈશું. વેલણથી વણતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે સાઈડ પરથી વણી લઈશું. વચ્ચેથી નથી વણવાનું.

8- હવે આપણે એક તવી ગરમ કરવા મૂકીશું.બહુ જાડુ નહી અને બહુ પાતળું નહીં તેઓ પરોઠા આપણે વણી લીધો છે.હવે આપણે પરોઠા ને શેકી લઈશું. પરોઠા બનાવવા માટે હંમેશા લોખંડની તવી નો જ ઉપયોગ કરવાનો છે.

9- હવે તવી પર પરોઠો મુકીશું. હવે નીચેની સાઈડ શેકાય ગઈ છે તો તેને પલટાવી લઈશું.શેકાય ગયા પછી ઘી અથવા તેલ નાખીશું. હવે ઉપર ની સાઈડ પણ શેકાય ગઈ છે તો તેને પલટાવી લઈશું.હવે ૧ નાની ચમચી ઘી નાખીશું.

10- હવે આપણે બંને સાઈડ ઘી લગાવી દઈશું. હવે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તેને સહેજ દબાવતા દબાવતા શેકી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. અને સુગંધ પણ સરસ આવે છે. હવે પરોઠાને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ જ રીતે બાકીના બધા પરોઠા બનાવી દઈશું. બન્યા છે ને એકદમ ઠંડીમાં ગરમા-ગરમ ખાવાની મજા પડે તેવા ઢાબા સ્ટાઈલ પનીર પરાઠા. તો તમે ચોક્કસથી આ રેસીપી થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.