આ ગડબડને કારણે બદલાયેલા લાગે છે ટોમ એન્ડ જેરી, જાણો ક્યારે થશે રિલિઝ

થિયેટરો ખુલવાની સાથે જ ફિલ્મો બનાવનારા પોતાના પટારામાંથી નવા નવા પ્રકારની તરકીબો બહાર કાઢી રહ્યા છે. આવી જ એક તરકીબ છેલ્લા કેટલાક સમયથી હોલિવુડમાંથી નીકળીને વિશ્વભરમાં પ્રચલિત થઈ છે. આ તરકીબ એટલે જુના એનિમેશન પાત્રોને નવા વાઘા પહેરાવીને નવી ફિલ્મોમાં રજૂ કરવા. ડિઝનીએ પોતાની ફિલ્મ “મુલાન” આ તરકીબ અજમાવી. જો કે તેની મહેનત માથે પડી. અને હવે કદાચ વોર્નર બ્રધર્સની ફિલ્મ “ટોમ એન્ડ જેરી ધ મુવી” વારો છે. આ.ફિલ્મ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

IMAGE SOUCRE

એ તો જગજાહેર છે કે 2021 માં વોર્નર બ્રધર્સની બધી ફિલ્મો થિયેટરો અને OTT પર એક સાથે રિલીઝ થઈ રહી છે. ભારતમાં હજુ HBO મેક્સ ઉપલબ્ધ નથી તો અહીં વોર્નર બ્રધર્સ “ટોમ એન્ડ જેરી ધ મુવી” ને અમેરિકા કરતા એક અઠવાડિયા પહેલા રિલીઝ કરી રહ્યા છે. ફિલ્મનું હિન્દી ટ્રેલર પણ ગત ગુરુવારે બહાર આવી ગયું હતું. ફિલ્મના હિન્દી સંવાદોમાં કોરોના લોકડાઉનને વણી લેવાનો પ્રયાસ પણ સારો છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન પોતું મારવાની આદત પણ સૌને યાદ છે, પરંતુ એક ખુશનુમા ફિલ્મ માટે આ યાદો આનંદદાયક ન હોઈ શકે.

image soucre

ફિલ્મ “ટોમ એન્ડ જેરી ધ મુવી ” ના હિન્દી ટ્રેલરમાં મુશ્કેલી એ છે કે તેને હિન્દી પટ્ટીના દર્શકોની સંવેદના મુજબ નથી લખવામાં આવ્યું અથવા એમ પણ હોઈ શકે કે વોર્નર બ્રધર્સ માટે હિન્દી પટ્ટીનો અર્થ ફક્ત મુંબઈમાં હિન્દી ફિલ્મો જોનારા દર્શકો જ હોય. જો કે નવાઈની વાત તો એ છે કે મુંબઇ વિતરણ ક્ષેત્રમાં મૂળ હિન્દીમાં બનેલી ફિલ્મો જોનારાની સંખ્યા પણ દર વર્ષે ઘટી રહી છે ત્યારે આવી ડબિંગ થયેલી ફિલ્મો જોવા માટે તેઓ જાય તો પણ સારું કહેવાય.

image soucre

ટોમ એન્ડ જેરીના જેટલા ચાહકો વિશ્વભરમાં છે લગભગ તે તમામ લોકો જાણે છે કે ઓરીજીનલ ટોમ એન્ડ જેરીની ચમક ખોવાઈ ગઈ છે. 1940 માં વિલિયમ હન્ના અને જોસેફ બાર્બરાએ જેસ્પર અને જીંક્સ એમ બે પાત્રો બનાવ્યા જે આગળ ચાલતા ટોમ એન્ડ જેરી તરીકે ખ્યાતિ પામ્યા. MGM ના દિગ્ગજ સ્ટાર જીન કેલી અને અસ્થર વિલિયમ્સ સાથે આ પાત્રો લાઈવ એક્શન ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. ઓસ્કાર જીત્યા બાદ તેનો સોનેરી યુગ લગભગ આથમવા લાગ્યા. MGM વોર્નર બ્રધર્સનું થઈ ગયું, ટોમ એન્ડ જેરીની દુશ્મની ઓછી થઈ ગઈ, બન્ને વચ્ચે મિત્રતાના કિસ્સા વધુ બનવા લાગ્યા અને વોર્નર બ્રધર્સે તેને બાળકો માટે વધુ બનાવી મોટેરાઓ માટે ઓછી.

image soucre

હવે “ટોમ એન્ડ જેરી ધ મુવી ” સામે સૌથી મોટો પડકાર એ છે કે આ ફિલ્મ જોવા થિયેટરમાં કોણ જશે ? મોટા કે બાળકો ? શું ઘરે બાળકો મોટાઓ પાસે જીદ કરશે કે તેઓ તેમને ફિલ્મ જોવા થિયેટર લઇ જાય ? કારણ કે ફિલ્મના ટ્રેલરમાં તો મોટાઓને આનંદ પડે તેવું કશું દેખાતું નથી. ટોમ એન્ડ જેરીના મોટા પડદાની યાત્રા ભૂતકાળમાં પણ બહુ ઉત્સાહજનક નથી રહી. આ વખતે કોઈ ચમત્કાર થઈ જાય તો પહેલાથી જ પરેશાન સિનેમા જગત માટે તે સારા સમાચાર કહેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ