ધો-10 પાસ આ વિદ્યાર્થીના ડિવાઈઝને જોઈને ભલભલા એન્જીનિયરો માથુ ખંજવાળવા લાગ્યા

મધ્યપ્રદેશના આગર-માલવા જિલ્લામાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કમાલ કરી બતાવી છે. તેમણે એવું કંઈક બનાવવામાં સફળતા મેળવી છે કે જેના ઉપયોગથી વાહનોની ચોરી થતી અટકી જશે. વિનય જયસ્વાલે હાલમાં 10 મું ધોરણ પાસ કરીને પોલિટેકનિકમાં પ્રવેશ લીધો છે. આટલી નાની ઉંમરે તેણે આ પ્રકારનું ડિવાઇસ બનાવ્યું છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ ફિંગરપ્રિન્ટ વિના કાર શરૂ કરી શકશે નહીં.

માત્ર 127 લોકો વાહન ચલાવી શકે છે

image source

આ ઉપકરણમાં જેની ફિંગરપ્રિન્ટ મેચ ખાશે નહીં તે લોકો કાર શરૂ કરી શકશે નહીં. વિનયે જે ડિવાઇસ બનાવ્યું છે, તે કારમાં તેના ઉપયોગ પર માત્ર 127 લોકો વાહન ચલાવી શકે છે. તો બીજી તરફ કાર શરૂ કરવા માટે ચાવીની સાથે સાથે આ ઉપકરણ પર ફિંગરપ્રિન્ટ લગાવવી પડશે. ફિંગરપ્રિન્ટ મેચ થતાંની સાથે જ કાર શરૂ થશે. આવી સ્થિતિમાં જે લોકોની ફિંગર પ્રીન્ટ સેવ નહીં હોય તેઓ કાર શરૂ કરી શકશે નહીં.

આ ઉપકરણને ફક્ત 3000 રૂપિયાના ખર્ચે બનાવ્યું

image source

વિનય આ ડિવાઇસમાં જીપીએસ ઇન્સ્ટોલ કરવાનું પણ કામ કરી રહ્યો છે, જેથી આ ડિવાઇસમાં વધુ ફેરફાર કરી શકાય. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સ્પાર્ક કરીને વાયરથી કાર શરૂ કરવાનો પ્રયાસ કરશે તો કાર માલિકના મોબાઇલ પર એક એલર્ટ મેસેજ આવી જશે. તે ડિવાઇસને કારના ગેટ પર લગાવવાની પણ યોજના બનાવી રહ્યો છે. તેમણે આ ઉપકરણને ફક્ત 3000 રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું.

વિવિધ વસ્તુઓને કનેક્ટ કરીને આ અદભૂત ઉપકરણ બનાવ્યું

image soucre

એટલું જ નહીં આ પહેલા તેણે ડ્રોન, ઓટોમેટિક સેનિટાઈઝર મશીન, ઓટોમેટિક ડસ્ટબિન પણ બનાવ્યા છે. વિનયે કહ્યું કે એક દિવસ તેના મગજમાં વિચાર આવ્યો કે જ્યારે મોબાઈલ ફોન ફિંગરપ્રિન્ટથી ચાલી શકે છે તો એક વાહન પણ ચાલી શકે છે. આ પછી, તેણે ઇન્ટરનેટની મદદ લીધી અને ખૂબ સંશોધન કર્યા પછી, વિવિધ વસ્તુઓને કનેક્ટ કરીને આ અદભૂત ઉપકરણ બનાવ્યું.

સૌથી પહેલા આ ડિવાઇસનું પરીક્ષણ બાઈક પર કર્યું હતું

image source

વિનયે કહ્યું હતું કે તેણે સૌથી પહેલા આ ડિવાઇસનું પરીક્ષણ મોટરસાયકલ પર કર્યું હતું. જ્યારે આ પરીક્ષણ સફળ થયું, ત્યારે તેણે તેના પિતાની કારમાં ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું. સામાન્ય રીતે આવા ઉપકરણો મોંઘા વાહનોમાં આવે છે અને તેને બનાવવા માટે તેની ઘણો ખર્ચ આવે છે, પરંતુ વિનયે આ ડિવાઈઝ ખુબ ઓછા ખર્ચે બનાવ્યું છે. હાલમાં તેમનું આ ઉપકરણ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ