ઘરમાં બહુ પડે છે પૈસાની તાણ, તો દેવઉઠી અગિયારસે કરો આ મંત્ર…

આવતીકાલે દેવ ઉઠી અગિયારસ છે. આ દિવસે વિષ્ણુ ભગવાનનીઆ મંત્રજાપ કરીને પૂજા કરવાથી ભરપુર વૈભવ મળે છે.

image source

આવતીકાલે એટલે કે શુક્રવારે દેવઉઠી અગિયારસ છે. દેવઉઠી અગિયારસ કારતક માસના સુદ પક્ષમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી ઉઠે છે. આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુ આ દિવસે ઉઠતા હોવાથી આ દિવસની પૂજાનું પણ ખાસ મહત્વ હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

image source

દેવઉઠી અગિયારસના દિવસે વ્રત-ઉપવાસનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ ઉપરાંત રાત્રી જાગરણ પણ કરવામાં આવે છે. દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને ધૂપ, દીવો, નૈવેધ, ફૂલ, ગંધ, ચંદન, ફળ અને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં નીચે મુજબના મંત્રથી કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે.:

image source

उत्तिष्ठोत्तिष्ठ गोविंद त्यज निद्रां जगत्पते।त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्।।उत्तिष्ठोत्तिष्ठ वाराह दंष्ट्रोद्धृतवसुंधरे।हिरण्याक्षप्राणघातिन् त्रैलोक्ये मंगलं कुरु।।

આ મંત્રનો ઉચ્ચાર શંખ, ઘંટ, મૃદંગ સાથે કરવો.

આ શ્લોકના ઉચ્ચારણ પછી ભગવાન વિષ્ણુની આરતી કરવી. ત્યારપછી નીચે મુજબના મંત્રનો ઉચ્ચાર કરીને પ્રાર્થના કરવી.:

image source

इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।त्वयैव सर्वलोकानां हितार्थं शेषशायिना।।इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।न्यूनं संपूर्णतां यातु त्वत्वप्रसादाज्जनार्दन।।

આ પ્રાર્થના કરયા પછી વિષ્ણુ ભક્ત જેવા કે, પ્રહલાદ, નારદજી, પરશુરામ, પુન્ડરિક, વ્યાસ, અંબરીષ, શુક, શૌનક અને ભીષ્મ વગેરેનું સ્મરણ કરીને ચરણામૃત અને પ્રસાદનું વિતરણ કરવું.

દેવઉઠી અગિયારસના દિવસથી જ શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ અષાઢ મહિનાની સુદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુએ દૈત્ય શંખાસુરનો વધ કર્યો હતો. ઘમાસાણ યુદ્ધ બાદ શંખાસુરનું મૃત્યુ થયું હતું. શંખાસુર સાથેના યુદ્ધથી ભગવાન વિષ્ણુ ખૂબ થાકી ગયા હતા.

image source

ભગવાન વિષ્ણુ આ થાક ઉતારવા અને આરામ કરવા માટે ક્ષીરસાગરમાં જઈને સુઈ ગયા હતા. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સુઈ રહયા અને કારતક સુદ અગિયારસના દિવસે જાગ્યા હતા. આ માટે જ કારતક સુદ અગિયારસના દિવસે વ્રત અને ઉપવાસ તેમજ જાગરણનો પણ એટલો જ મહિમા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ