સાથળ અને કુલાની ચરબી ઓગાળીને શેઈપમાં લાવવા કરો આ યોગાસન…

શું તમારા વધેલા થાઈ અને હીપ્સે તમારા શરીરને બેડોળ બનાવી દીધું છે ? તો આ સરળ યોગાસન દ્વારા બનાવો તેને સુડોળ

આજે દરેક વ્યક્તિ તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે યુવાન હોય કે આધેડ હોય પોતાના શરીરને સુડોળ રાખવાના નિતનવા પ્રયોગો કરતી રહેતી હોય છે. જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. જો તમારા મનમાં એવી લાગણી હોય કે તે તો માત્ર શરીરને સારા દેખાવા માટેની એક ઘેલછા છે તો તે યોગ્ય નથી. કારણ કે આ રીતે તમે શરીરને સુંદર દેખાડો તો છો જ પણ તમે તમારા શરીરને સ્વસ્થ પણ રાખો છો. અને સ્વસ્થ શરીર એ કોઈ અખૂટ ખજાનાથી ઓછું નથી.

image source

જો તમારી સમસ્યા વજન વધારાની હોય તો તમે તેને કેટલીક એક્સરસાઇઝ દ્વારા ઘટાડી શકો છો પણ ઉંમર વધતાં તેમજ લાઇફસ્ટાઇલ તેમજ હોર્મોન્સમાં ફેરફાર થતાં કેટલીક સ્ત્રીઓનું શરીર સામાન્ય રહે છે પણ તેમનો હીપ્સ તેમજ થાઇનો ભાગ ભારે બની જાય છે. જેને તમે સામાન્ય કસરતથી નહીં પણ કેટલાક ચોક્કસ વ્યાયામ દ્વારા દૂર કરી શકો છો. અને જો તમે પણ તમારા હીપ્સ તેમજ ભારે થઈ ગયેલા થાઇના કારણે તમારી જાતને બેડોળ અનુભવતા હોવ તો આજે અમે તમને તેને શેઇપમા લાવવા માટેના યોગાસનો વિષે જણાવા જઈ રહ્યા છીએ.

ઉસ્ટ્રાસન (camel pose)

image source

ઉસ્ટ્રાસન કેવી રીતે કરવું

  • સ્ટેપ 1 – આ યોગાસન કરવા માટે સૌ પ્રથમ તમારે વજ્રાસનમાં બેસવાનું રહેશે.
  • સ્ટેપ 2 – હવે તમારા હીપ્સ તેમજ તમારા શરીરને ઉપરની તરફ ઉઠાવો.
  • સ્ટેપ 3 – હવે તમારી છાતીને પહોળી કરો અને પાછળની બાજુએ વળી જાઓ.
  • સ્ટેપ 4 – હવે તમારા ખભાને પંજા સુધી લઈ જાઓ. આમ કરવાથી તમારા ખભા સ્ટ્રેચ થશે.
  • સ્ટેપ 5 – હવે ધીમે ધીમે તમારા માથાને પાછળની તરળ લઈ જાઓ.
  • સ્ટેપ 6 – હવે આ જ સ્થિતિમાં તમારાથી શક્ય હોય તેટલી વાર રહો.

આ આસન કરતી વખતે તમારા શરીરને ટોર્ચર નથી કરવાનું પણ ધીમે ધીમે તમારે આ આસનને કરીને તમારા શરીરને તેના માટે તૈયાર કરવાનું છે. કોઈ પણ જાતની ઉતાવળ આસનને કરવા માટે કરવી નહીં કે પછી શરીર સાથે કોઈ બળજબરી પણ ન કરવી તેમ કરવાથી શરીરને લાભ પહોંચવાની જગ્યાએ નુકસાન પહોંચી શકે છે.

image source

ઉસ્ટ્રાસનને ઇંગ્લીશમાં કેમલ પોઝ કહેવામા આવે છે કારણ કે તેનો પોઝ ઉંટ જેવો હોય છે. આ યોગાસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમારા હીપ્સ તેમજ થાઇના મસલ્સને પુષ્કળ લાભ થાય છે. આ આસનથી માત્ર તમારા થાઈ કે હિપ્સ જ નહીં પણ તમારા શરીરના લગભગ બધા જ અંગો ટોન થઈ જશે. આ આસન કરવાથી તમારા હીપ્સ તેમજ થાઈ પર જે ચરબીના થર જામેલા હોય છે તે બર્ન થઈ જાય છે. અને તમે એક સુંદર સુડોળ શરીરના માલિક બનો છો.

નૌકાસન (boat pose)

image source

નૌકાસન કેવી રીતે કરવું

  • સ્ટેપ 1 – સૌ પ્રથમ દન્ડાસનની સ્થિતિમા બેસી જવું.
  • સ્ટેપ 2 – હવે તમારા પગને જમીનથી ઉપરની તરફ ઉઠાવવા.
  • સ્ટેપ 3 – જ્યારે ઉપર જણાવેલી સ્થિતિમાં તમારુ શરીર બેલેન્સ કરી લે ત્યારે તમારા બન્ને હાથને પણ ઉપર હવામાં ઉઠાવવા અને તેને એકદમ ટટ્ટાર રાખવા.
  • સ્ટેપ 4 – હવે આ જ સ્થિતિમાં તમારાથી શક્ય હોય તેટલો સમય ટકી રહેવું. આ આસન કરતી વખતે ઉંડા નિયમિત શ્વાસ લો.

નૌકાસનને ઇંગ્લીશમાં બોટ પોઝ કહેવામાં આવે છે કારણ કે તે આસનની શારીરિક સ્થિતિ હોડીના આકાર જેવી હોય છે. આ આસનનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારા શરીરના એક એક અંગને સ્વસ્થ બનાવે છે તે તમારા શરીરના નર્વસ, હાડકા તેમજ મસલ્સને લાભ કરે છે.

image source

આ આસન કરતી વખતે તમારા શરીરનું વજન તમારા હીપ્સ પર પડે છે જેના કારણે તમારું શરીર ધ્રુજવા લાગે છે પણ આ જ સ્થિતિમાં તમારા શરીરને રહેવા દેવાથી તમને અત્યંત અસરકારક પરિણામ મળે છે. તેનાથી શરીરના અંગો તો ટોન થાય જ છે પણ તેના કારણે શરીરમાં રક્તપરિભ્રમણ પણ સુધરે છે અને તેના કારણે શરીરની ત્વચા પણ કાંતિવાન બને છે.

ઉત્કટાસન (chair pose)

image source

ઉત્કટાસન કેવી રીતે કરવું

  • સ્ટેપ 1 – સૌ પ્રથમ એકદમ ટટ્ટાર તાડાસનના પોઝમાં ઉભા રહી જવું.
  • સ્ટેપ 2 – હવે તમે જે રીતે ખુરશીમાં બેસતા હોવ તેમ ધીમે ધીમે તમારે તમારા પગને વાળવાના છે.
  • સ્ટેપ 3 – હવે ધીમે ધીમે શ્વાસ લેવો અને તમારા બન્ને હાથને તમારા ખભાને સમાંતર તમારી સામેની બાજુ સીધા રાખવા.
  • સ્ટેપ 4 – આ જ પોઝિશનમાં તમારે તમારાથી શક્ય હોય તેટલો સમય રહેવું.

જરૂરી સૂચનાઃ

આ આસન તમારા માટે શરૂઆતમાં અઘરુ રહેશે પણ ધીમે ધીમે આ જ પોઝિશનમાં રહેવાનો સમય વધતો જશે. તમારી ક્ષમતાની હદોને તમારે વધારવી. અને બને તેટલો વધારે સમય આ પોઝિશનમાં રહેવાનો અભ્યાસ કરવો.

જો કે તમારે ધીરજ રાખવાની છે અને તમારા શરીરને ટોર્ચર નથી કરવાનું. પણ ધીમે ધીમે તમારે આ આસન યોગ્ય રીતે કરતાં શીખવું અને તેને નિયમિત કરવું.

શિલ્પાએ પ્રેગ્નન્સી બાદ કેવી રીતે ૪ મહિનામાં ઘટાડ્યુ ૩૨ કિલો વજન, જાણો તેના ડેઈલી રૂટીનને

ઉત્કટાસનને ઇંગ્લીશમાં ચેયર પોઝ પણ કહેવાય છે. કારણ કે તે આસનને તમે ખુરશીમાં જેવી રીતે બેસતા હોવ તેવી રીતે કરવાનું હોય છે જોકે તમારે તેમાં ચેયર એટલે કે ખુરશીનો ઉપયોગ નથી કરવાનો હોતો.

image source

આ આસન કરવાથી તમારા પગના એટલે કે કમરથી લઈને તમારી પગની પાની સુધીના મસલ્સ મજબુત બને છે. અને તેની સીધી જ અસર તમારા હીપ્સ તેમજ થાઈ પર પડે છે. ખુરશીનું નામ સાંભળતાં જ આપણને આરામથી બેસવાનું યાદ આવે પણ અહીં તમારે એક કાલ્પનિક ખુરશી પર બેસવાનું છે. જે થોડું અઘરું છે.

શરીરને આ પોઝમાં રાખવાથી તમારા મસલ્સ ખેંચાય છે. આ આસનથી તમારા શરીરનું વજન તમારા સાથળ તેમજ પગ પર આવે છે. આ આસન નિયમિત કરાથી તમારા થાઈ તેમજ હીપ્સની ચરબી બળવા લાગશે અને તમારા પગ ટોન્ડ થશે, તે જાણે કોઈ એથલિટના પગ હોય તેવુ લાગશે.

સેતુબંધાસન (bridge pose)

image source

સેતુબંધાસન કેવી રીતે કરવું

  • સ્ટેપ 1 – આ આસન કરતી વખતે તમારે સૌ પ્રથમ જમીન પર સીધા જ સુઈ જવું.
  • સ્ટેપ 2 – ત્યાર બાદ તમારા ગોઠણને વાળો. અને તમારા પગ તેમજ હીપ વચ્ચે અંતર રાખો. પગને વાળો ત્યારે પગથી હીપ્સ વચ્ચેનું અંતર લગભગ 10-12 ઇંચનું રાખવું.
  • સ્ટેપ 3 – હવે તમારે તમારા બાવડાને એટલે કે હાથને તમારા શરીરના સમાંતર રાખો અને તમારા હાથની હથેળિયો જમીન તરફ રાખો.
  • સ્ટેપ 4 – હવે ધીમ ધીમે શ્વાલ લો અને ધીમે ધીમે તમારી પીઠનો નીચેનો ભાગ, ત્યાર બાદ પીઠનો વચ્ચેનો ભાગ અને ત્યાર બાદ પીઠનો ઉપરનો ભાગ ઉંચા કરો.
  • સ્ટેપ 5 – હવે આ જ સ્થિતિમાં રહીને તમારી છાતીને તમારી હડપચી પર અડાડવા પ્રયાસ કરો. અહીં તમારી હડપચીને તમારે આગળ નથી લાવવાની પણ છાતીને હડપચી સુધી લઈ જવાની છે. તમારા શરીરના વજનને તમારા ખભા, હાથ અને તમારા પગથી સપોર્ટ આપો.
  • સ્ટેપ 6 – હવે આ જ સ્થિતિમાં તમારાથી શક્ય હોય તેટલી વાર રહેવું. અને આ જ આસનને વારંવાર રીપીટ કરતાં રહેવું.

સેતુબંધાસનને ઇંગ્લીશમાં બ્રીજ આસન કહેવામાં આવે છે. તેના નામ પ્રમાણે જ આ આસનની પોઝિશન બ્રીજ જેવી એટલે કે પુલ જેવી હોય છે. તમારા થાઈ તેમજ હીપ્સ પર જામેલા ચરબીના થરને જો તમે ઝડપથી દૂર કરવા માગતા હોવ તો આ આસન તમારા માટે ઉત્તમ છે. આ આસન કરવાથી તમારા થાઈ તેમજ હીપ્સની ચરબી તો ઘટશે જ પણ તમારી કમરની ચરબી પણ ઉતરશે તેમજ પીઠ તેમજ કમરનો દુઃખાવો પણ દૂર થશે.

આ સિવાય આ આસનના માનસિક ફાયદા પણ છે જેમ કે આ આસન કર્યા બાદ તમે તમારી જાતને સ્ફુર્તિલી અનુભવો છો અને તેના કારણે તમારો મુડ પ્રસન્ન રહે છે. અને સારા મુડની અસર તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. તે તમારા માનસિક સ્ટ્રેસને દૂર કરે છે તેમજ તમને એંગ્ઝાઇટી તેમજ ડીપ્રેશનથી પણ દૂર રાખે છે.

image source

સેતુબંધાસન તમારા ફેફસા ખોલે છે અને તમારા થાઇરોઇડની સમસ્યાઓને પણ દૂર કરે છે. આ ઉપરાંત સેતુબંધનો અભ્યાસ નિયમિત કરવાથી તમારી કબજીયાતની તકલીફો દુર થાય છે અને તમારું પાચનતંત્ર મજબુત બને છે. અને જે સ્ત્રીઓ મોનોપોઝમાંથી પસાર થઈ રહી હોય અને જેમને માસિક દરમિયાન દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે પણ આ આસન કરવાથી આરામ રહે છે.

વીર ભદ્રાસન (warrior pose)

image source

વીરભદ્રાસન કેવી રીતે કરવું

  • સ્ટેપ 1 – સૌ પ્રથમ તમારા પગને પહોળા કરો.
  • સ્ટેપ 2 – હવે તમારા જમણા પગની એડીને વાળો અને તેના પંજાને બહાર તરફ રાખો. અને તમારા ડાબા પગને જે છે તે જ સ્થિતિમાં રાખવો.
  • સ્ટેપ 3 – તમારા ડાબા પગની એડી જમણા પગને બિલકુલ સમાંતર હોવી જોઈએ.
  • સ્ટેપ 4 – હવે તમારા હીપ્સને નમાવો અને તમારા હાથને સ્ટ્રેચ કરો
  • સ્ટેપ 5 – હવે તમારી ડોકને જમણી તરફ વાળો, હવે આ જ પોઝિશનમાં તમારે શક્ય હોય તેટલી વાર રહેવું. અને આ દરમિયાન ધીમેધીમે બ્રીધીંગ કરો.
  • સ્ટેપ – 6 હવે આજ સ્ટેપ્સ તમારે તમારા ડાબા પગ સાથે રીપીટ કરવા. આમ આ પ્રક્રિયા તમારે વારંવાર કરતા રહેવી.

વીર ભદ્રાસનને ઇંગ્લીશમાં વોરિયર પોઝ કહેવાય છે. આ આસન કરવાથી તમારા પગ, સાથળ તેમજ થાપાના મસલ્સની સાથે સાથે ખભા તેમજ કમર અને બાવડાના મસલ્સ પણ ટોન થાય છે. ટુંકમાં આ આસન તમારા સંપુર્ણ શરીરને સુડોળ બનાવે છે. અને ખાસ કરીને તમારા હીપ્સ તેમજ થાઈને.

image source

વીરભદ્રાસન દેખાવે તો એક સરળ આસન છે અને તેને કરવું પણ સહેલું છે પણ તે પોઝીશનમાં ટકી રહેવું અઘરું છે અને જેટલા તમે તે પોઝીશન એટલે કે વીરભદ્રાસનની મુદ્રામાં ટકશો તેટલો જ વધારે લાભ તમારા શરીરને મળશે.

તો હવે તમે તમારા થાઈ તેમજ હીપ્સ પર જામેલા ચરબીના થરે ઉપર જણાવેલા વિવિધ આસનો દ્વારા દૂર કરી શકો છો અને તમારા શરીરને સુડોળ અને આકર્ષક બનાવી શકો છો. તો આજથી જ શરૂ કરી દો આ આસન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ