એક ક્લિકે જાણી લો તમે પણ દેવઉઠી અગિયારસના દિવસે કેવી રીતે કરશો પૂજા…

દેવઊઠી અગિયારસઃ છે વિશેષ મહત્વ આપણી ધાર્મિક પરંપરામાં અને કઈરીતે કરવું આ પ્રવિત્ર વ્રત, જાણો વિધિવત પૂજા અને કથા…

હિન્દુ ધર્મમાં, કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશીને દેવતાઓની ઉપાસના કરવાનો વધુ એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે, આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રા પછી જાગૃત થાય છે. જાણો શું છે આ દિવસનું આપણી ધાર્મિક પરંપરામાં ખાસ મહત્વ અને કઈરીતે કરાય છે આ દિવસે વ્રત પૂજા…

દેવઊઠી અગિયારસ બાદ કરી શકાશે તમામ માંગલિક કામ…

image source

આ વખતે વર્ષ ૨૦૧૯ની ૮મી નવેમ્બરના રોજ આ દેવઊઠી એકાદશી આવે છે. ધાર્મિક પરંપરા મુજબ એવી પ્રથા છે કે ચોમાસા બાદ આસો નવરાત્રી અને દિવાળીના તહેવારો બાદ ચાર મહિનાથી અટકેલા તમામ માંગલિક કામો જેમ કે સગાઈ, લગ્ન પ્રસંગો અને ઘરનું વાસ્તુ કાર્યાલયનું ઉદ્ઘાટન જેવા શુભ કાર્યો પણ આજ દિવસથી કરવાનું શરૂ થાય છે.

દેવઊઠી અગિયાર જોડાયેલી છે આ પૌરાણિક કથા…

image source

વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન શ્રી વિષ્ણુએ શંખસુરા નામના ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો અને ત્યારબાદ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરનારા શેષનાગ ઉપર ચડીનેને આરામથી તેના પર પોતાનું બીછાનું આસન જમાવીને સૂઈ ગયા. એવું કહેવાય છે કે દેવ આ રીતે પોઢી ગયા પછી માતા લક્ષ્મી તેમના પગ દબાવતાં તેમની પાસે બેસી રહ્યા હતાં. ભગવાન વિષ્ણુની આ ચાર મહિનાની યોગ નિંદ્રાના ત્યાગ કર્યા પછી જાગૃત થવાનો અર્થ એ કરી શકાય છે કે ચાર મહિના દરમિયાન આપણે આત્મ – અધ્યયન, વ્રત અને ઉપાસનાથી પ્રાપ્ત કરેલ ઊર્જાને સત્કર્મોમાં ફેરવી શકીએ છીએ જેથી આપણા સદ્ગુણોની અસરો આપણા જીવનમાં દેખાય. જેના કારણે આપણાં કાર્યોમાં આપણને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે.

પંચભિકા વ્રત…

કાર્તિક પંચ તીર્થ મહાસ્નાન પણ આજ દિવસથી શરૂ થાય છે અને તે કાર્તિક પૂર્ણિમા સુધી ચાલે છે. આ મહિના દરમિયાન કાર્તિક માસમાં તિર્થ જળાશયોમાં સ્નાન કરનારાઓ માટે, ‘પંચભિકા વ્રત’ એકાદશીની તિથિથી શરૂ થાય છે, જે પાંચ દિવસ સુધી આ તિર્થ સ્થાનોએ સ્નાન કરવાનો રીવાજ વિરામ વગર કરવામાં આવે છે. આ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

image source

પદમ પુરાણમાં વર્ણવેલ એકાદશી મહાત્મ્ય મુજબ દેવબોધન એકાદશી વ્રતનું ફળ એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સો રાજસુય યજ્ઞ સમાન છે. એકાદશી તિથિનું વ્રત સુખ, શાંતિ સમૃદ્ધિ, સમજ આપનાર અને સંતોષકારક છે.

આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ વ્રતનું પાલન કરવાથી જન્મ જન્માંતર પાપ ઓછા થાય છે અને જન્મ – મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે, એવું માનવામાં આવે છે.

દેવઊઠી એકાદશી પર કરવામાં આવતી પૂજા વિધિ…

image source

આ દિવસે સાંજે પૂજાસ્થળને સાફ કરો, ચૂનો અને ગેરુથી શ્રી હરિના જાગરણ માટે આવકારવા માટે રંગોળી બનાવો. દેવી – દેવતાઓ માટે ઘીના અગિયાર દીવડાઓ પ્રગટાવી લો. દ્રાક્ષ, શેરડીના સાઠાં, દાડમ, કેળા, સિંઘોડાં, લાડુ, પતાસા, મૂળા વગેરે રતાળુ જેવાં કંદ અને નવા ઉઘેલા ચોખા – ભાત વગેરે સામગ્રી પૂજામાં સાથે રાખો અને ભગવાનને તેનો ભોગ લગાવો. આ બધી શ્રદ્ધાપૂર્વક શ્રી હરિને અર્પણ કરવાથી તેમની કૃપા હંમેશા રહે છે. એવું માનવામાં આવે છે કે આ બધી સુમધુર ખાદ્ય ચીજો આપણને ઈશ્વરે આપી છે, ત્યારે મોટા દિવસોમાં આપણે આભાર માનવો જોઈએ. સુંદર પ્રકૃતિ આપવા માટે ભગવાન પાસે કૃતજ્ઞતા પ્રગટ કરો…

મંત્ર – જપ

આ દિવસે મંત્ર, પઠન, શંખ નાદ, ઘંટ ધ્વની અને ભજન – કીર્તન દ્વારા ભગવાનને જાગૃત કરવાની પ્રથા છે. ભગવાનને જાગૃત કરવા માટે આ મંત્રોનો જાપ કરવો જોઈએ – જેમાં ભગવાનને જગાડવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની રહે છે…

ઉત્તીષ્ઠ ગોવિંદ ત્યાજ નિદ્રાં જગતપતયે। ત્વય સુપતે જગન્નાથ જગત સુપટમ્ ભાવેદિમ્

ઉત્તેતા ચેસ્તે સર્વમુત્તીશોત્તીષ્ઠં માધવ। ગતામેઘાવૈચૈવ નિર્મલં નિર્માલાદિષ. શરદંચિ પુષ્પનિ ગૃહં મમ કેશવ।

‘જાગૃત થાવ દેવ, બેઠા થાવ દેવ’

image source

હે પ્રભુ, હું તો કોઈ મંત્ર જાણતો નથી અથવા મારી બોલીમાં કોઈ શુદ્ધ ઉચ્ચારણ ન હોય તો પણ આ ‘જાગૃત થાવ દેવ, બેઠા થાવ દેવ’ કહીને શ્રી નારાયણને જગાડવાનો પ્રયત્ન કરો. શ્રીહરિને જાગૃત કર્યા પછી, તેમને ષોડશોપચાર વિધિથી પૂજા કરો. સુખ અને સદનસીબની વૃદ્ધિ માટે ભગવાનની કૃપા મેળવવા ભગવાનની મૄતિને ધરાવેલ ચરણામૃતનો પ્રસાદ લેવો જ જોઈએ. એવું માનવામાં આવે છે કે ચરણામૃત તમામ રોગોનો નાશ કરે છે અને તેમને અકાળ મૃત્યુથી આપણી રક્ષા કરે છે, બધા દુખ – દર્દને દૂર કરે છે. દેવઊઠી એકાદશીના દિવસે વિષ્ણુની સ્તુતિ, શાલિગ્રામ અને તુલસી વિવાહના મહિમાનો પાઠ અને વ્રત – ઉપવાસ કરવો જોઈએ. તેના ફળસ્વરૂપે એવું માનવામાં આવે છે કે ઉપાસક પોતાના જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે.

છેવટે, શ્રી હરિ કેમ સૂઈ જાય છે, જાણો પૌરાણિક મહત્વ…

image source

એકવાર, તેમના પ્રિય લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, “ભગવાન, તમે રાત-દિવસ જાગતા રહો છો, પણ જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમે ઘણા વર્ષો માટે અને લાંબા સમય સુધી સૂઈ જાઓ છો. આ રીતે સમસ્ત પ્રકૃતિના કાર્યભારના સંતુલન ખલેલ પહોંચે છે. તેથી, તમે નિયમથી જ આરામ કરો. હું તમને આ કરવા માટે થોડો સમય આપીશ.” લક્ષ્મીજીની વાત સાંભળીને નારાયણ હસ્યા અને બોલ્યા ; “દેવી! તમે યોગ્ય કહ્યું છે. મારું જાગવું બધા દેવોને અને ખાસ કરીને તમને મારી સેવાને લીધે આરામ આપતું નથી.

image source

તેથી, આજથી, હું વરસાદની ૠતુમાં ચાર મહિનામાં સૂઈશ. મારી આ ઊંઘને અલ્પનિદ્રા અને યોગનિદ્રા કહેવામાં આવશે, જે મારા ભક્તો માટે અંતિમ આશીર્વાદ હશે. આ સમય દરમિયાન,જે પણ ભક્ત મારી નિંદ્રાની અવસ્થાને તેમની સદભાવના સાથે મારી સેવા કરનારા તમામ ભક્તોને ઘરે તમારા સાથે નિરંતર નિવાસ કરીશ.”

તુલસી-શાલીગ્રામ વિવાહ

image source

કાર્તિક માસમાં થતા આ સ્નાનને કરનારી મહિલાઓ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે શાલિગ્રામ અને વિષ્ણુપ્રિયા તુલસીના વિવાહ કરે છે. તુલસીના છોડથી શાલીગ્રામ સાથેના વિવાહના સમારંભ એક સુંદર મંડપ હેઠળ કરવામાં આવે છે. લગ્નમાં ઘણા ગીતો, સ્તોત્રો અને તુલસી પત્રોનો સમાવેશ થાય છે. તુલસી નામાષ્ટક સહિત વિષ્ણુશાસ્ત્રનામનો પાઠ કરવાની પણ આ દિવસે પ્રથા છે.

image source

શાસ્ત્રો અનુસાર તુલસી – શાલિગ્રામ વિવાહના પ્રસંગને કરવાથી શ્રેષ્ઠ પૂણ્ય મળશે. તેમના જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ, દાંપત્ય જીવનમાં સુમેળ રહે છે. કાર્તિક મહિનામાં તુલસી રૂપી દાન કરવા જેવું બીજું મોટું કોઈ દાન નથી. દેવી તુલસી પૃથ્વી લોકમાં વૃંદાવની, વૃંદા, વિશ્વપૂજિત, વિશ્વપાવની, પુષ્પસરા, નંદિની, કૃષ્ણજીવાણી અને તુલસી આઠ નામથી પ્રખ્યાત થઈ છે. શ્રી હરિના પ્રસાદમાં પૂજા બાદ તુલસીને ભોગમાં ધરાવવી ફરજીયાત છે, જો પ્રસાદ ધરાવતી વખતે કહેવાય છે કે તેની ઉપર તુલસી ન હોય તો ભગવાન તે ભોગને સ્વીકારતા નથી. ભગવાનની માળા કરીને અને તુલસી પત્રોને ચરણોમાં ચડાવવામાં આવે છે.

દેવઊઠી એકાદશી વ્રતનું મુહૂર્ત

આ વર્ષે આ દેવઊઠી અગિયારસની પૂજા અર્ચના કરવા માટેનું મુહૂર્ત આ પ્રમાણે છે, જેમાં ૭ નવેમ્બર ૨૦૧૯ સવારે ૦૯:૫૫ થી ૮ નવેમ્બર ૨૦૧૯ સુધી બપોરે ૧૨:૨૪ સુધી રહેલું છે. આપ વ્રત ૮મી તારીખે રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ