દલિયા ઉપમા – શું તમે એક ટેસ્ટી અને હેલ્થી નાસ્તો કરવાનું વિચારી રહ્યા છો? તો આ બેસ્ટ ઓપશન છે..

દલિયા ઉપમા :

દલિયા ઉપમા એ ઘઉંના નાના ટુકડાઓમાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતા રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ માટે સર્વ કરવામાં આવે છે. બધા લોકો માટે હેલ્ધી નાસ્તો છે.

દલિયાને સ્લો ફ્લૈમ પર થોડા ઘીમાં ગોલ્ડન કલરના થઇ અરોમા આવાવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરી શેકવાથી ઉપમા પરફેક્ટ બને છે. તેમાં મનપસંદ શાકભાજી બારીક કાપીને ઉમેરી, ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બનાવી શકાય છે. તેને ચટણી સાથે સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગે છે.

હું અહીં આપ સૌ માટે ખૂબજ જલદી બની જતી દલિયા ઉપમાની રેસિપિ આપી રહી છું. જે નાના મોટા બધાને નાસ્તો કરવા માટે ખૂબજ પસંદ પડશે. તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.

દલિયા ઉપમા બનાવવા માટેની સામગ્રી :

  • ½ ટેબલ સ્પુન ઘી
  • ½ કપ ઘઉંના દલિયા
  • 2 કપ ગરમ પાણી
  • 1 ½ થી 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ¼ કપ કાજુના ફાડા
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • ¼ ટી સ્પુન હિંગ
  • 1 ટેબલ સ્પુન અડદની ફોતરા વગરની દાળ
  • 1 ટેબલ સ્પુન ચણાની દાળ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 -2 નંગ બારીક સમારેલું લીલું મરચું
  • 2 ઓનિયન બારીક સમારેલી
  • 2 નાના ટમેટા બારીક સમારેલા
  • 3 ટેબલ સ્પુન ગાજર બારીક સમારેલા
  • 3 ટેબલ સ્પુન બાફેલા વટાણા
  • 3 ટેબલસ્પુન બાફેલી મકાઇ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન સુગર
  • 3 ટેબલ સ્પુન શિંગદાણા
  • 2 ટેબલ સ્પુન કોથમરી

દલિયા ઉપમા બનાવવાની રીત :

સૌ પ્રથમ પાણી ગરમ મૂકી તેમાં વટાણા અને મકાઈના દણા બાફી લ્યો .બફાઇ જાય એટલે પાણી નિતારી લઈ એકબાજુ રાખો.

હવે એક પેન લઇ તેમાં ½ ટેબલ સ્પુન ઘી ગરમ મૂકો. સ્લો ફ્લૈમ પર દલિયાને સતત હલાવતા રહી રોસ્ટ કરો. દલિયા રોસ્ટ થઇ ગોલ્ડન કલરના થઇ જાય અને તેમાંથી સરસ અરોમા આવવા લાગે ત્યાં સુધી હલાવતા રહો. હવે દલિયાને એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ 2 કપ પાણી ગરમ કરી લ્યો. હવે પેનમાં 1 ½ થી 2 ટેબલ સ્પુન જેટલું ઓઇલ મૂકી તેમાં ¼ કપ કાજુના ફાડા પિંક થાય ત્યાં સુધી ફ્રાય કરી બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે એજ પેનમાં વધેલા ઓઇલમાં ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરી તતડાવી લ્યો. ત્યારબાદ તેમાં ¼ ટી સ્પુન હિંગ ઉમેરીને તેમાં 1 ટેબલ સ્પુન અડદની ફોતરા વગરની દાળ અને 1 ટેબલ સ્પુન ચણાની દાળ ઉમેરી પિંક થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં 7-8 મીઠા લીમડાના પાન અને 2 બારીક સમારેલી ઓનિયન ઉમેરો. ઓનિયન ટ્રાંસ્પરંટ થાય એટલે તેમાં 3 ટેબલ સ્પુન ગાજર બારીક સમારેલા, 1 -2 નંગ બારીક સમારેલું લીલું મરચું, 2 નાના ટમેટા બારીક સમારેલા, 3 ટેબલ સ્પુન બાફેલા વટાણા અને 3 ટેબલસ્પુન બાફેલી મકાઇના દાણા ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને ¼ ટી સ્પુન હળદર પાવડર અને ½ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરો. તેમાં 3 ટેબલ સ્પુન શિંગદાણા ઉમેરી બરબર સ્પુન વડે હલાવી લ્યો. 1થી 2 મિનિટ કુક કરીને તેમાં રોસ્ટ કરેલા દલિયા ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ કરી લ્યો.

હવે તેમાં ગરમ કરેલું 2 કપ પાણી ઉમેરી ફરી બરાબર હલાવી લ્યો. ઢાંકીને 5 થી 7 મિનિટ ઢાંકીને મિડિયમ ફ્લૈમ પર કૂક કરો. ત્યારબાદ ઢાંકણ ખોલીને 5 મિનિટ અથવા દલિયા બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર કૂક કરો. બધુ પાણી એબસોર્બ થઇ જશે.

તેમાં ફ્રાય કરેલા કાજુના ફાડા ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. સાથે તેમાં થોડી કોથમરી ઉમેરી લ્યો. ફ્લૈમ બંધ કરી મિક્ષ કરી લ્યો. હેલ્ધી અને ટેસ્ટી ગરમાગરમ ઉપમા સર્વ કરવા માટે રેડી છે.

હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી ટમેટા, ફ્રાય કરેલા કાજુના ફાડા, ઓનિયનના પીસ અને કોથમરી અને લીમડાના પાનથી ગાર્નિશ કરી નાસ્તા માટે સર્વ કરો. ઘરના દરેક લોકોને દલિયા ઉપમા ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.