માતા-પિતાની કાર્બન કોપી છે આ કલાકારો, જાણી લો નામ

રોજિંદા જીવનમાં તમે એકસરખા ચહેરા, રંગ અને રૂપ ધરાવતા ભાઈ બહેનને જોયા હશે. આ શક્ય પણ છે કારણ કે તે જોડિયા ભાઈ ભાઈ કે ભાઈ બહેન હોઈ શકે છે. ક્યારેક એવું પણ જોયું હશે કે બાળકોમાં તેમના માતા કે પિતાની ઝલક જોવા મળે. પણ એવું ભાગ્યે જ જોયું હશે કે બાળકો માતા પિતાની આબેહૂબ છબિ ધરાવતા હોય.

હા આજે આપણે વાત કરીશું બોલિવૂડની. લોકોનું સતત મનોરંજન કરતા બોલિવૂડમાં અનેક એવી જોડીઓ છે જે તેમના કામ અને દેખાવ માટે જાણીતી છે. પછી પિતા પુત્રની હોય કે માતા અને દીકરીની. તેઓના વખાણ કરતા તેમના ફેન્સ થાકતા નથી. બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા સિતારા છે જેઓ બાળપણમાં એકદમ તેમના માતા પિતા જેવા જ જોવા મળે છે. આજે આપણે એક એવી અભિનેત્રીની વાત કરીશું જે ખાસ કરીને તેની માતાની કાર્બન કોપી છે.

હા વાત 90ના દશકની છે. એટલે કે તે સમયની જાણીતી એક્ટ્રેસ રવિના ટંડનની. રવીના ટંડન સોશ્યલ મીડિયા પર વધારે જ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર પોતાના અને પરિવારના ફોટો અવારનવાર શેર કરે છે. આ સિવાય તે અનેક વાર વીડિયો પણ શેર કરે છે.

image source

અભિનેત્રી રવિના ટંડને સોશ્યલ મીડિયા પર પોતાની અને દીકરી રાશાના બાળપણના ફોટોઝ શેક કર્યા હતા. તેમાં તમે જોઈ શકો છો કે રવીનાની દીકરી રાશા એકદમ એટલે કે આબેહૂબ તેની માતાની કાર્બન કોપી જોવા મળી રહી છે. આ બંને ફોટોઝને એકસાથે જોઈને તમને પણ નવાઈ લાગશે. જો તમે પણ પહેલી વખત આ ફોટો જોતાં હશો તો તમે પણ તેમને ઓળખી શકશો નહીં.

આ અભિનેતાઓના ચહેરા લાગે છે આબેહૂબ તેમના પિતા જેવા

એક્શન ફિલ્મના ખાં ગણાતા ટાઈગર શ્રોફનો ચહેરો તમે ધ્યાનથી જોશો તો તમે તેમાં જેકી શ્રોફની ઝલક જોઈ શકશો.

image source

અબ્રાહમ ખાનનો ચહેરો પણ તેના પિતા સૈફ અલી ખાનને મળતો આવે છે. બંનેની હેર સ્ટાઈલ પણ એકસરખી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અબ્રાહમ ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહનો પુત્ર છે.

image source

આ સિવાય અન્ય કેટલીક જોડીઓની વાત કરીએ તો આ કલાકાર નો ચહેરો તેના પિતા જેવો જ છે. સંજય દત્ત અને સુનિલ દત્ત. આ બંનેનો ચહેરો પણ એકમેકને મળતો આવે છે.

image soucre

ફિલ્મ જગતના ખાસ અભિનેતા ફરહાનનો ચહેરો પણ તેમના પિતા જાવેદ અખ્તરને મળતો આવે છે.

image soucre

દર્શકોના દિલ પર રાજ કરનારા રણબીર કપૂરનો ચહેરો આજે પણ તેની માતા નીતુ સિંહને મળતો આવે છે. આ કારણે લોકો તેમને મમ્મા બોય પણ કહે છે.

આ અભિનેત્રીઓ છે તેમની મમ્માની કોપી

image source

સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ જેવી દેખાય છે. નાનપણથી જ સારા અને અમૃતાની કેમેસ્ટ્રી સારી રહી હતી.

image soucre

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના અદ્દલ ડિમ્પલ કપાડિયાની કોપી છે. તેનું કારણ એ છે કે ડિમ્પલ ટ્વિંકલ ખન્નાની માતા છે. આ કારણે તેમનો લૂક એક જેવો છે. યુવાન ઉંમરે પણ તેમના લૂકમાં કોઈ ખાસ ફરક જોવા મળી રહ્યો નથી.

image soucre

સોહા અલી ખાનની વાત કરીએ તો તે પણ તેની માતાની કાર્બન કોપી છે. બંને સાથે હોય તો તમે ઉંમરના કારણે ફરક કરી શકો પણ લૂક બંનેનો સરખો જ છે. સોહા અલી ખાન સૈફ અલી ખાનની બહેન છે અને નવાબ મન્સુર અલી ખાનની પત્ની શર્મિલા ટાગોરનો ચહેરો એકબીજા સાથે મળતો આવે છે.

image source

માતા અને દીકરીની કાર્બન કોપીની વાત થતી હોય તો ડ્રીમ ગર્લને કેવી રીતે ભૂલી શકાય. ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રીનું નામ ઇશા દેઓલ છે. તેમના બંને ચહેરા એકબીજા સાથે ખૂબ સમાન છે. જ્યારે પણ માતા-પુત્રીની જોડીની વાત આવે છે, ત્યારે આ બંનેની ચર્ચા ચોકક્સથી કરવામાં આવે છે.

image source

આ સિવાય અન્ય એક જોડીની વાત કરીએ તો તેમાં પ્રખ્યાત અભિનેત્રી સારિકા હાસન અને તેની પુત્રી શ્રુતિ હાસનની જોડી છે. જેમાં શ્રુતિ હાસન બરાબર તેમની માતા જેવી લાગે છે. એક નજરે તમે કાર્બન કોપી કહો તો કંઈ ખોટું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ