દાળ ઢોકળી બરાબર ના બનતી હોઈ તો બનાવો પરફેક્ટ સ્પેશિયલ ટિપ્સ સાથે ગુજરાતી ફેમસ દાળ ઢોકળી આસાન રીતેથી

આજે આપણે દાળ ઢોકળી બરાબરના બનતી હોય તેના માટે ની પરફેક્ટ ટિપ્સ જોઈશું. શિયાળામાં દાળ ઢોકળી ખાવાની મજા જ પડી જાય છે. ગરમાગરમ જો દાળ ઢોકળી મળી જાય તો મજા જ પડી જાય છે. દાળ ઢોકળી બનાવતી વખતે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તે આપણે જાણીશું. દાળ ઢોકળી જ્યારે પણ બનાવીએ ત્યારે ઢોકળી ચોંટી જતી હોય છે. ઢોકળી બહુ ઘટ્ટ થઈ જતી હોય છે. અને જ્યારે જમવા બેસીએ ત્યારે દાળ કે ઢોકળી તે બંનેમાં દાળ ઢોકળી શું છે તે જ ખબર ના પડે. ઢોકળી ચોંટી ના જાય તેના માટે આપણે શું કરવું જોઈએ તે જોઈશું.

1- હંમેશા દાળ ઢોકળી બનાવતા હોય ત્યારે બે વાત ખૂબ જ અગત્યની છે. સૌથી પહેલાં તો તેનો વઘાર ખૂબ મહત્વનો છે. તેના ઉપર જ તેનો સ્વાદ નો આધાર છે. અને બીજી વાત છે તે ઢોકળી ની વાત છે. એકદમ પરફેક્ટ લી દાળમાં જવી જોઈએ.અને દાળ માં કુક થઈ જવી જોઈએ. તો જ દાળ ઢોકળી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે.

2- દાળ ઢોકળી બનાવી તે પણ એક કળા છે. તમારી ઢોકળી સરસ નય બનતી હોય પણ તમારા સાસુ ની અથવા તમારા દાદી માં ની ઢોકળી બહુ સરસ બનતી હોય છે. હવે તમારી દાળઢોકળી પણ પરફેક્ટ જ બનશે. સૌથી પહેલાં તો આપણે લગભગ બેથી ત્રણ વ્યક્તિને થાય એટલી દાળ ઢોકળી તૈયાર કરીએ છે. તેના માટે ત્રણથી ચાર લુઆ લેવાના છે. અને એક તપેલી દાળ લેવાની છે.તો તેના માપ મુજબ આપણે પા કપ દાળ લઈશું.અને અડધો ગ્લાસ પાણી ઉમેરી તેની અંદર ચપટી મીઠું અને હળદર ઉમેરી તેને બાફી લેવાની છે.

3- હવે દાળ નો વઘાર કરી લઈશું. આપણે વઘાર કરીએ ત્યારે તેમાં ઘી અને તેલ મૂકીશું. દાળ ઢોકળી માં ઘી નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. એક વાત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી પહેલાં ઘી અને તેલ લઈશું અને એક ઘી લઈશું. દાળ ઢોકળી માં ઘી નું પ્રમાણ બહુ નથી લેવાનું. અને રાય જીરું અને મેથી. રાય અડધી ચમચી, જીરુ ૧/૪ ચમચી અને મેથીના આઠથી દસ દાણા લેવાના છે. રાય જીરું ફૂટે એટલે તેમાં ખાસ ધ્યાન રાખવાનુ છે કે હિંગ ઉમેરી શું અડધી ચમચી અને એક ચમચી હળદર ઉમેરીશું. અને તેની સાથે એક ચમચી મેથીનો મસાલો ઉમેરીશું.અને લાલ મરચું પાવડર ૧ ચમચી ઉમેરીશું. અને તરત જ પા કપ જેટલું પાણી ઉમેરીશું. જેથી કરીને મરચું અને મેથી નો મસાલો છે તે બળી ના જાય. અને આના લીધે ઢોકળી નો કલર બહુ સરસ આવશે.

4- તેના કારણે વઘાર એકદમ ટેસ્ટી થશે. હવે તેની અંદર બાકીના મસાલા કરીશું. બીજું પા કપ પાણી ઉમેરીશું. ૧ ચમચી લાલ મરચું પાવડર,૨ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું. અને તેની સાથે લગભગ બેથી ત્રણ ચમચી ગોળ ઉમેરવાનો છે. લીંબુ અથવા આંબલીનો પલ્પ તમને જે ગમતું હોય તે એડ કરી શકો છો. લગભગ એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. પાણીમાં જ ઉમેરવાનું છે જેથી કરીને બધા મસાલા ચડી જશે. મસાલા કર્યા પછી દાળ ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને તેની સાથે મીઠો લીમડો અને સિંગદાણા ઉમેરવાના છે.

5- હંમેશા દાળ ઢોકળી માં સિંગદાણાનો ટેસ્ટ ખુબ સરસ આવતો હોય છે. બે ચમચી કાચી સીંગ ઉમેરીશું. હવે તેમાં બાફેલી દાળ ઉમેરીશું.અને તેની સાથે બે કપ પાણી ઉમેરીશું. હવે આ દાળને સરસ રીતે ઉકળવા દેવાની છે. હવે બેથી ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો તમને વધારે પસંદ હોય તો વધારે ઉમેરી નાખી શકો છો. આ મિશ્રણને ઉકળવા દેવાનું છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું. હવે આપણે ઢોકળી તૈયાર કરીશું.

6- જ્યારે તમે દાળ ઢોકળી બનાવતા હોય ત્યારે મોટા વાસણમાં બનાવવાની છે. તપેલામાં દાળઢોકળી નથી બનાવવાની. જેથી કરીને ઢોકળી ઉમેરો ત્યારે તે ચોંટી ના જાય. હવે ઢોકળી બનાવતી વખતે તેની જે કણક તૈયાર કરીએ.એક કપ ઘઉંનો લોટ લઈ અને તેમાં અને બે ચમચી તેલ ઉમેરવાનું છે. મોવાણ નું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું. એટલે બે ચમચી તેલ લઈશું ૧ ચમચી મીઠુ, ૨ ચમચી લાલ મરચું પાવડર, ૨ ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી હિંગ લઈશું. અને એક ચમચી હળદર લઈશું. આ બધું મિક્સ કરી લેવાનું છે અને પાણી ઉમેરી અને કણક તૈયાર કરી લેવાની છે. કણક તૈયાર થાય એટલે સરસ લુઆ પાડી લેવાના છે અને રોટલી ને વણી લેવાનું છે. અને થોડી પાતળી રોટલી વણવાની છે. અને કાચી પાકી શેકી લેવાની છે. જે તમારી ઢોકળી ચોંટે છે ને આ રીતે ઢોકળી તૈયાર કરશો તો નહી ચોંટે. અને એકદમ સરસ છુટ્ટી છુટ્ટી બનશે. અને તેનો ટેસ્ટ ખુબ સરસ આવશે.

7- આપણે ઢોકળીને પાતળી વણી હશે એટલે ઢોકળી બહુ સરસ લાગશે. હવે તેના પીસ પાડી લેવાના છે. થોડા મોટા એવા પીસ પાડતા હોય છે. હજુ એક બીજી ટિપ્સ જોઈશું. તમે ત્રણ થી ચાર લુઆ તૈયાર કર્યા તો તેને એક સાથે રાખી દેવાના છે. કાચા પાકા શેકીને પછી પિઝા કટરથી નાના નાના સક્કરપારા જેવા તેના પીસ કરી લેવાના. આમ કરવાથી ઢોકળી ખાવામાં પણ બહુ સરસ લાગશે.અને એકબીજા સાથે ચોંટશે પણ નહીં. હવે જ્યારે દાળ ઉકળતી હોય ત્યારે તમારી તૈયાર કરેલી ઢોકળી છે જે વણેલી અને પીસ પાડેલી તે ઢોકળી દાળ ની અંદર ઉમેરી દેવાની છે. અને ઉકળવા દેવાની છે. તે ઢોકળી થોડી શેકાયેલી છે અને દાળમાં વધારે શેકાય જશે એટલે કચાસ નો સ્વાદ પણ નહિ આવે. ઢોકળી સરસ રીતે ચડી જશે.

8- કોઈ વાર આપણે ઢોકળી બનાવતા હોય ત્યારે થોડીવાર પહેલા બનાવી હોય તો ઢોકળી થોડી ઘટ્ટ થઈ જતી હોય છે. તો તેવું ઘટ્ટ ના થાય તેની માટે શું કરવાનું?તો સૌથી પહેલા દાળને થોડી વધારે જ પાતળી રાખવાની છે. આમ છતાં ઘટ્ટ થઈ જાય. કોઈ વાર ઉકળતા ઉકળતા અને સરસ તૈયાર થઇ ગઈ અને જમવામાં થોડો લેટ થઈ ગયું તો દાળ ઢોકળી જે છે તે ઘટ્ટ થઈ જાય છે તો ત્યારે શું કરવાનું છે?કે લગભગ એક કપ પાણી લેવાનું છે અને તેને ગરમ કરી લેવાનું છે. કોઈ દિવસ ઠંડુ પાણી નથી ઉમેરવાનું. આમ કરવાથી શું થશે કે દાળ ઢોકળી નો સ્વાદ જે છે તે જતો રહેશે. એટલે કે કચાસ નો ટેસ્ટ આવશે તો મજા નહિ આવે. પાણી ને થોડું ઉકાળી લેવાનું છે. અને પછી તેમાં ચપટી મીઠું ઉમેરી. અને એ જ પાણી દાળ ઢોકળી માં એડ કરવાનું. આમ કરવાથી ઢોકળી સ્વાદ જે છે તે બગડશે પણ નહીં અને જે ઘટ્ટ થઈ ગયેલી દાળ એ સરસ થઇ જશે. પછી દાળ ઢોકળી ને વધારે ગરમ કરી લેવાની છે. આમ કરવાથી ઢોકળી એકદમ ટેસ્ટી તૈયાર થશે. હવે આ રીતે જો તમે દાળ ઢોકળી બનાવશો તો તમારી દાળઢોકળી પણ પરફેક્ટ જ બનશે. અને દાળ ઢોકળી પર એક ચમચી ઘી ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.