વર્ષ 2020માં થયું આ સેલેબ્સનું બ્રેકઅપ, કોઈએ 6 તો કોઈએ 10 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો

વર્ષ 2020 એના અંતિમ તબક્કામાં છે. થોડાક જ દિવસમાં આ વર્ષ પૂરું થઈ જશે. વર્ષ 2020 ઘણા લોકો માટે સારું રહ્યું તો અમુક લોકો માટે આ વર્ષ કઈ ખાસ ન રહ્યું. ખાસ કરીને પ્રેમની બાબતમાં આ વર્ષ કઈ ખાસ ન રહ્યું. આ વર્ષે ઘણા વર્ષોના સંબંધને ખતમ કરી દીધા. તો ચાલો આજે અમેં તમને જણાવીએ આવા જ અમુક કપલ્સ વિશે જેમના વર્ષો જુના સંબંધ હવે આગળ નહિ વધી શકે.

પૂજા ગૌર અને રાજ સિંહ.

image source

હાલમાં થોડા દિવસ પહેલા ટેલિવિઝન અભિનેત્રી પૂજા ગૌરે ખુલાસો કર્યો છે કે એમનો 10 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. પૂજા ગૌર અને અભિનેતા રાજ સિંહ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પણ બંનેનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતની જાણકારી ખુદ પૂજાએ પોતાના સોશિઉલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આપી હતી.

કૃષ્ણા શ્રોફ અને એબન હ્યમસ.

image source

બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફનું પણ હાલમાં જ બ્રેકઅપ થયું છે. કૃષ્ણા શ્રોફ ફૂટબોલ પ્લેયર એબન હ્યમસને છેલ્લા ઘણા મહિનાઓથી ડેટ કરી રહી હતી. પણ થોડા દિવસ પહેલા કૃષ્ણાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે એમનું બ્રેકઅપ થઈ ગયું છે. કૃષ્ણાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તમે બધા જ એબન સાથે મારા ફોટા એડિટ કરીને મને ટેગ કરવાનું બંધ કરી દો. અમે બંને હવે સાથે નથી. એટલે અમને બંનેને સાથે જોડવાનું બંધ કરી દો.

કરણ કુન્દ્રા અને અનુશા દાંડેકર.

image source

જાણીતા અભિનેતા કરણ કુન્દ્રા અને વિજે અનુશા દાંડેકરનો સંબંધ પણ આ વર્ષે ખતમ થઈ ગયો. કરણ અને અનુશા છેલ્લા 6 વર્ષથી એકબીજા સાથે લિવ ઇનમાં રહેતા હતા. પણ આ વર્ષે એમનું બ્રેકઅપ થઈ ગયું. જો કે બંનેમાંથી કોઈએ પણ આ વિશે ખુલીને વાત નથી કરી પણ અનુશાએ પોતાના સંબંધને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી.

સના ખાન અને મેલ્વિન.

image source

સના ખાન અને કોરિયોગ્રાફર મેલ્વિનનું બ્રેકઅપ પણ આ વર્ષે જ થયું હતું. મેલ્વિન સાથે બ્રેકઅપ પછી સનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને હવે એમને લગ્ન પણ કરી લીધા ચ3. સના ખાને મેલ્વિન લુઇ પર વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો હતો જે ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

ઋત્વિક અને આશા નેગી.

image source

પવિત્ર રિશ્તા ફેમ એકટર ઋત્વિક ધનજાની અને આશા નેગીએ પણ આ વર્ષે પોતાનો સંબંધ પૂરો કરી દીધો. આ બંનેના રિલેશન પણ છેલ્લા 6 વર્ષથી હતા. જો કે આ બંનેમાંથી કોઈએ પણ પોતાના બ્રેકઅપની પુષ્ટિ નથી કરી. આશાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો અલગ થઈ જાય છે, સંબંધ તૂટી જાય છે પણ લાઈફની ખાસ વાત એ છે કે તમારા મનમાં એમના માટે પ્રેમ ક્યારેય નથી મરતો. આ બયાન પછી જ લોકો અંદાજો લગાવવા લાગ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ