દાલ મખની – પનીરની એકની એક સબ્જી ખાઈને કંટાળી ગયા છો? આજે બનાવો આ ટેસ્ટી અને સ્પાઈસી દાલ મખની…

ચાલે આજે બનાવીએ દાલ મખની જે એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ખુબજ જાણીતી દાલ છે, દાલ મખની આમ તો ઘણી બધી રીતે બને છે , ચાલો આજે હું મારી રીત થી બનાવેલી દાલ મખની ની રેસિપી જણાવીશ. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

૧ ચમચી – તેલ

૧ ચમચી – ઘી

૧ કપ – આખી અડદ ની દાલ ફોતરાં વાળી

૩ ચમચી – રાજમાં

૧ ચમચી જીરું

૧ કપ જીણી સમારેલી ડુંગળી

૧ ચમચી – મીઠું

૧ ચમચી – હળદર

ચપટી હીંગ

બરાબર સાંતળો

૧ ચમચી – લસણ – આદુ – લીલા મરચા ની પૅસ્ટ

૨ કપ – ટામેટા ની પૅસ્ટ

૧ ચમચી – લાલ મરચું પાવડર

૨ ચમચી – ગરમ મસાલા

૧ ચમચી – ધાણાજીરુ

૨ કપ – પાણી

૧ ચમચી માખણ

જયારે પણ દાલ મખની બનાવની હોય ત્યારે આગળ ના દિવસે રાતે અડદ દાલ અને રાજમાં પલાળી લો. સવારે કુકર માં ૪-૫ સીટી થાય ત્યાં સુધી બાફી લો. એક નોન સ્ટિક પેન માં તેલ અને ઘી ગરમ કરવા મુકો, ગરમ થાય એટલે જીરું નાખો , પછી તેમાં સમારેલી ડુંગળી નાખી દો, મીઠું નાખો , હીંગ અને હળદર નાખી દો , બરાબર સાંતળો, લસણ – આદુ – લીલા મરચા ની પૅસ્ટ નાખી દો. બધું બરાબર મીક્સ કરી લો. ઢાંકી ને ૨-૩ મીનીટ સુધી ચડવા દો. પછી ટામેટા ની પૅસ્ટ નાખી દો, હવે તેમાં લાલ મરચું , ગરમ મસાલો અને ધાણાજીરુ નાખી હલાવી લો. ઢાંકો અને ૨ મીનીટ માટે ચડવા દો . ઢાંકણ ખોલો અને બાફેલી અડદ દાળ અને રાજમાં નાખો , બરાબર મીક્સ કરી હળવે થી દાળ ને ચમચા વડે દબાવો , હવે ૨ કપ પાણી નાખો , ઢાંકો અને ૧૦-૧૫ મીનીટ સુધી ચડવા દો.

ઢાંકણ ખોલી દો , અને ૧ ચમચી માખણ નાખી દો. અને સર્વિંગ બાઉલ માં કાઢી લો અને ગરમ ગરમ ફુલ્કા , નાન કે રાઈસ સાથે પીરસો.
તો આજે જ બનાવો તમારા અને તમારો અભિપ્રાય પણ જણાવો . ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ