એક સમયે વિશ્વના ટોચના બેટ્સમેનને પણ રન કરવા અઘરાં બની જાય તેવી ટક્કર આપતો આ બોલર તેની બોલિંગથી લાખો દર્શકોનાં દિલમાં રાજ કરતો હતો. જ્યારે પણ આ બોલર મેદાનમાં ઉતરતો હતો ત્યારે લાખો દર્શકો તેને વધાવી લેતાં હતાં અને તેમાં પણ જ્યારે તે ચોગ્ગા અને છગ્ગા ફટકારે ત્યારે આખું સ્ટેડિયમ ગુંજી ઉઠતું હતું. પરંતુ આ ક્રિકેટની આજની જીંદગી ફક્ત એક ડ્રાઇવર તરીકે વીતી રહી છે. આ ક્રિકેટરનું નામ છે ચિંતાકા જયસિંઘ. જો કે આ ક્રિકેટ અને બોલિવૂડ જેવા ફિલ્ડની હકીકત છે. હાલમાં જ આવી જ એક ઘટના સામે આવી છે. ઘણા ક્રિકેટરો જે એક સમયે શ્રીલંકાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હતા અને આજે તેઓ ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવી રહ્યા છે.

આપણે જોતા હોઇએ છીએ કે ક્રિકેટરો સામાન્ય રીતે સારી એવી કમાણી કરતા હોય છે પરંતુ કેટલાક ખેલાડીઓની કહાની અલગ હોય છે. તેમને પોતાનું જીવન જીવવા માટે આવી વસ્તુઓ કરવી પડતી હોઈ છે જે ખુબ નવાઇ પમાડનારી હોય છે. તાજેતરમાં જ આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં જ્યારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સૂરજ રણદિવ સ્ટ્રેલિયામાં બસ ચલાવતા જોવા મળ્યા હતા ત્યારે સૌ ખુબ જ નવાઇ પામ્યા હતા. મળતી માહિતી મુજબ માત્ર સૂરજ જ નહીં એવા ઘણા ખેલાડીઓ છે જેમણે ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ રમી હતી પરંતુ હવે તેમનો પરિવાર ચલાવવા માટે બસ ડ્રાઈવર બનવુ પડ્યુ છે.

એવો જ એક ખેલાડી હતો ચિંતાકા જયસિંઘ કે જે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હતા. ચિંતાકા જયસિંઘની ઉંમર હાલમા 42 વર્ષ છે. તેઓ જીવનનિર્વાહ માટે ઓસ્ટ્રેલિયામા એક બસ ચલાવાનુ કામ કરી રહ્યા છે. જયસિંઘે શ્રીલંકા માટે પાંચ આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. તેણે 2009માં નાગપુરમાં રમાયેલી ટી-20 મેચથી ભારત સામે ક્રિકેટની શરૂઆત કરી હતી. જયસિંઘ 2010ના ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો પણ ભાગ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

શ્રીલંકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ચિંતાકા જયસિંઘે તાજેતરમાં રાયપુરમાં યોજાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021માં 25 બોલમાં 47 રન મારીને શ્રીલંકાને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં ચિંતાકા જયસિંઘે બસ ચલાવતા અકસ્માતનો શિકાર બન્યા હતા. આ પછી, તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. ત્યારબાદ ચિંતાકાએ ફરીથી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું.

આ પછી વાત કરીએ આવા જ એક બીજા ક્રિકેટરની તો વેડિંગ્ટન મુવેન્ગાની તો એ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રહી ચુક્યાં છે. મળતી માહિતી મુજબ વેડિંગ્ટન વેન્ગાએ 2005માં ભારત સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે 14 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે દસમા ક્રમે બેટિંગ કરી હતી અને કેપ્ટન સૌરવ ગાંગુલીની વિકેટ પણ લીધી હતી. વેન્ગા હવે ઓસ્ટ્રેલિયાની એક બસ ચલાવી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
Kept thinking about how this net bowler has the exact same action as former Sri Lankan office Suraj Randiv and turns out it’s Suraj Randiv himself #AUSvIND pic.twitter.com/qIz6SrZ79Q
— Bharat Sundaresan (@beastieboy07) December 23, 2020
ત્યારબાદ આવા જ એક ક્રિકેટર છે સૂરજ રણદિવ. તેઓ શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રહી ચુક્યાં છે. સૂરજ રણદિવે 2009માં ભારત સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ રણદિવે 2011માં ભારત સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ રમી હતી. આ સિવાય રણદિવે 50 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 86 વિકેટ ઝડપી છે. 2010માં દિલશાનના કહેવા પર સૂરજ રણદિવે એવો નો બોલ ફેંક્યો કે જેના લીધે વીરેન્દ્ર સેહવાગ તેની સદી પૂરી કરી શકે નહીં. ભારતને જીતવા માટે એક રનની જરૂર હતી અને સેહવાગ 99 રન સાથે બેટિંગ કરી રહ્યો હતો. ભારત સૂરજની નો બોલથી જીત્યો, પરંતુ સેહવાગ સદી ચૂકી ગયો હતો. મળતી માહિતી મુજબ સૂરજ રણદિવ, ચિંતાકા જયસિંઘ, વેડિંગ્ટન વાંગ્યા હાલમાં એક જ કંપની ટ્રાન્સદેવ માટે બસ ચલાવી રહ્યાં છે. ત્રણેય લોકો મેલબોર્નની એક ફ્રેન્ચ ટ્રાન્સપોર્ટ કંપની માટે કામ કરી રહ્યા છે.

જાણવા મળી રહ્યુ છે કે સ્થાનિક ક્રિકેટમાં સૂરજ હજુ સક્રિય છે. સ્થાનિક ક્રિકેટર તરીકેની નોકરીમાં સૂરજ રણદિવ ખૂબ સક્રિય હતો અને રાષ્ટ્રીય ટીમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં ભારત વિરુદ્ધ તેની ટેસ્ટની તૈયારી કરવામાં મદદ કરી હતી. રણદિવે કહ્યું હતુ કે મને ક્રિકેટ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ આવીને તેમના બોલરો સામે બોલિંગ કરે.

હાલમાં, રણદિવ ડેંડનોંગ ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમે છે જે વિક્ટોરિયા પ્રીમિયર ક્રિકેટ સાથે સંકળાયેલ છે. જેમ્સ પૈટિન્સન, પીટર સિડલ અને સારાહ ઇલિયટ એવા કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જેઓ આ ક્લબ માટે રમ્યા છે. ચિંતાકા જયસિંઘે 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રાષ્ટ્રીય ટીમ માટે 49 રન બનાવ્યા હતા. તેણે 9 ડિસેમ્બર 2009ના રોજ ભારત સામે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે 2005 અને 2006 દરમિયાન વેડિંગ્ટન ઝિમ્બાબ્વે માટે એક ઝડપી બોલર તરીકે રમ્યા હતા. આ સિવાય તેણે ત્રણ વન ડે મેચ પણ રમી હતી.

ટ્રાન્સપોર્ટ કંપની ટ્રાંસદેવના જણાવ્યા અનુસાર, રણદિવ અને માવેંગા કંપનીની એકેડમીમાં જોડાયા. આ એકેડેમી લોકોને બસ ડ્રાઇવર બનવામાં મદદ કરે છે. 2018થી ટ્રાન્સદેવ મેલબોર્ને આ પ્રોગ્રામ દ્વારા 200 બસ ડ્રાઇવરોની ભરતી કરી છે. ચિંતાકાના પિતાને શ્રીલંકામાં ત્રણ બસો હતી.

આ સાથે વાત કરીએ સૂરજની તો તે શ્રીલંકામાં ક્રિકેટ રમતો ન હતો ત્યારે તે ઘણી વાર લાંબી સફરો માટે જતો અને તેને વાહન ચલાવવાનું ઘણુ પસંદ પણ હતુ જે એક કારણ હતું કે તેણે બસ ડ્રાઇવર બનવાની અરજી કરી હતી. જાણવા મળી રહ્યુ છે કે સૂરજને 8 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. જે ક્રિકેટ, બાસ્કેટબોલ અને ફૂટબોલમા આગળ વધવા માંગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,