તો આ કારણે સચિન તેંડુલકરની પત્ની નથી આવતી સ્ટેડિયમમાં ક્યારે મેચ જોવા, ખૂબ જ રસપ્રદ છે કિસ્સો

તમે ધોનીથી લઈને કોહલી સુધી દરેક ક્રિકેટરની પત્નીઓને ક્રિકેટ સ્ટેડિયમમાં પતિને ચીયર કરતા જોઈ હશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની અંજલી એમને મેદાન પર ક્યારેય ચીયર કરવા કેમ નથી આવતી.

હા, સચિન તેંડુલકરની પત્ની અંજલી ક્યારેય પોતાના પતિને ચીયર કરવા નથી જતી અને એનું કારણ ચોંકાવનારું છે.

image source

હાલમાં જ સચિન તેંડુલકર, ગૌરવ કપૂરના ફેમસ ટોક શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનસમાં આવ્યા હતા જ્યાં એમને પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે સંબંધિત ઘણી વસ્તુ જણાવી હતી.

શો દરમિયાન સચિન તેંડુલકરે ખુલાસો કર્યો કે એમની પત્નીએ ક્યારેય પણ એમની કોઈપણ મેચમાં ભાગ નથી લીધો.

image source

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું કે “અંજલી ક્યારેય સ્ટેડિયમમાં નથી આવતી. એકવાર વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયા ટ્રીપની વાત છે. અંજલી મેદાન પર મેચ જોવા આવો હતી. અમે બોક્સિંગ ડે ટેસ્ટ રમી રહ્યા હતા. બ્રેટ લી મારી સામે બોલિંગ કરવા આવ્યા હતા. પહેલી બોલ એમને નાખી જેના પર મારા બેટની ધાર વાગી અને વિકેટકીપરે કેચ પકડી લીધો.અંજલી ઉઠી અને મેદાનમાંથી જતી રહી.

image source

સચિન તેંડુલકરે આગળ કહ્યું કે “એ પછી અંજલી ક્યારેય મારી મેચ જોવા માટે નથી આવી. છેલ્લે એ જ્યારે મેચ જોવા આવી એ મેચ મારા કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હતી” સચિન તેંડુલકર હાલ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને મેન્ટર બનેલા છે.

પહેલી નજરમાં પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ નહીં પણ સચિનને રિયલ લાઈફમાં થયો હતો. સચિનને અંજલી સાથે પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો. એરપોર્ટ પર પહેલીવાર અંજલીની જોતા જ સચિન એમને દિલ આપી બેઠા. વર્ષ 199આ સચિન પોતાના કરિયરની પહેલી ઇંગ્લેન્ડ ટ્રીપ કરીને ભારત પરત ફર્યા હતા, એરપોર્ટ પર આ વાંકડિયા વાડવાળા ખેલાડીના નામે ખૂબ જ શોર થઈ રહ્યો હતો. ત્યાં અંજલીએ પણ સચિનને પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર જોયા હતા. અંજલી એ સમયે ડોકટર બની ચુકી હતી અને હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી હતી.

image source

એરપોર્ટ પર અંજલી પોતાની માતાને રિસીવ કરવા આવી હત8 પણ જ્યારે પહેલીવાર અંજલીએ સચિનને જોયા તો એ બન્ને એકબીજાને જોતા જ રહી ગયા. કારણ કે સચીને ઇંગ્લેન્ડમાં સેન્ચુરી લગાવીને આખી દુનિયામાં ઘણા લોકોને આકર્ષિત કર્યા હતા તો એમના માટે છોકરીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

image source

સ્ટોરી અહીંયા વધુ મજેદાર થઈ જાય છે જ્યારે અંજલીની ખબર પડી કે આ દેશના એ જ યુવા ક્રિકેટર છે જે હાલમાં જ ઇંગ્લેન્ડમાં સેન્ચુરી લગાવી હતી તો અંજલી એરપોર્ટ પર જ સચિન પાછળ દોડી.અંજલીની ભાગતી જોઈને સચિન પણ શરમાઈ ગયા અને પોતાની નજર નીચી કરને કારમાં બેસી ગયા. પછી સચીને અંજલીની મુલાકાત લીધી પણ હસવું તો ત્યારે આવ્યું જ્યારે સચિનને મળવાના ચક્કરમાં અંજલી પોતાની માતાને રિસીવ કરવાનું જ ભૂલી ગઈ હતી.

image source

પ્રેમ કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે એ પછી ભલે ફિલ્મ સ્ટાર હોય કે પછી ક્રિકેટર કે પછી કોઈ સામાન્ય માણસ. દિલ તો બધાના હૈયામાં છે અને એ કોઈને પણ જોઈને ધડકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!