ઇઝરાઇલમાં પુરાતત્ત્વવિદોને મૃત્યુની ગુફામાંથી આશરે 6000 વર્ષ જૂનું એક હાડપિંજર મળી આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુની આ ગુફા ઇઝરાઇલના જુડિયન રણમાં મૃત સમુદ્રની બાજુમાં આવેલ છે. થોડા વર્ષો પહેલા આ ગુફામાંથી 40 જેટલાં નરકંકાલ પણ મળી આવ્યા હતા. આ કંકાલ મળ્યાં બાદ જ આ ગુફાને મૃત્યુની ગુફા નામ આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ મળી આવેલ હાડપિંજર એક છોકરીનું છે, જેની ઉંમર 6 થી 12 વર્ષની વચ્ચે હોવાની શક્યતા છે. આ કેસમાં સંશોધન કરનારાઓનું કહેવું છે કે હાડપિંજર ગુફાની અંદર સુકા વાતાવરણમાં મળી આવ્યું છે અને તે કુદરતી રીતે મમીમાં ફેરવાઈ ગયું છે. આ હાડપિંજર મળ્યાં બાદ તેનું સિટીસ્કેન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા જાણવા મળ્યું હતું કે હાડપિંજરની રચના જે મુજબની છે તે પરથી લાગી રહ્યું છે કે તે 6 વર્ષની 12 વર્ષીય છોકરીનુ હાડપિંજર છે.

લગભગ 6000 વર્ષ પછી પણ તેના ચામડા અને વાળ આંશિક રીતે અકબંધ રહે છે. આ હાડપિંજર સુધી પહોંચવા માટે નિષ્ણાતોએ દોરડાંનો આશરો લેવો પડ્યો હતો. ઇઝરાઇલી ઇતિહાસકાર રોનીટ લુપુ માને છે કે જેણે પણ છોકરીને દફનાવી હતી તેને કપડાથી લપેટી હતી. આ જોતાં આવું લાગે છે કે જાણે માતાપિતા તેમના બાળકોને ધાબળમાં લપેટી રાખે છે. તેમ કપડા હાડપિંજરમાં લપેટેલા છે. કાપડના છેડાને પણ હાથમાં બાંધવામાં આવ્યો હોય તેમ લાગે છે. આ હાડપિંજરની નજીક એક કેટલોગ શીટ પણ મળી આવી છે.

આ પત્રમાં હિબ્રુ ભાષામાં પ્રાચીન અક્ષરોમાં લખવામાં આવ્યો છે. 2000 વર્ષ જુની કેટલોગ તાજેતરમાં જ આ વિસ્તારમાંથી મળી હતી અને તેમના પર નહુમ અને ઝખાર્યાના પુસ્તકોનું ભાષાંતર કરવામાં આવ્યું છે અને લખાયેલું છે. રોમ સામે યહૂદીઓના બળવો દરમિયાન હિબ્રુ ભાષામાં લખાયેલા આ પત્રો છુપાયેલા હતા. મૃત સાગરના કિનારેથી વિશ્વની સૌથી જૂની ટોપલી પણ મળી આવી છે. જે લગભગ 10,000 વર્ષ જૂનો છે.

આ સાથે, અહીંથી તીરની અણીઓ અને સિક્કા મળી આવ્યા હતા જે માનવામાં આવે છે કે તે કોચબા ક્રાંતિના સમયનો છે. પુરાતત્ત્વવિદો 6000 વર્ષ જૂનું હાડપિંજર મળી આવતાં બધા પુરાતત્વ વિભાગ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આ હાડપિંજર સુધી રસ્સીના સહારે પહોંચી શકાય છે. બાળકીના હાડપિંજરના સિટિ સ્કેનથી જાણવા મળે છે કે તેની વય 6 થી 12 વર્ષની હશે. તેની ચામડી અને વાળ 6000 વર્ષ વિતવા છતા પણ આંશિક રૂપે બચેલા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!