VIDEO: ચાલુ વરસાદે ક્રિકેટ રમી રહેલા આ યુવાને માર્યો હેલિકોપ્ટર શોટ, અને પછી થયુ કંઇક એવું કે..વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો

હાલના સમયે ઉનાળો હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દેશના અનેક ભાગમાં ચોમાસુ બેસી પણ ગયું છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી રહી છે. વરસાદની સિઝન ઘણા ખરા લોકો માટે આનંદ અને મોજ મસ્તી માણવાની સિઝન છે. તમે જોયું હશે કે વરસાદ શરૂ થતા જ અમુક યુવાનો અને બાળકો ખાસ વરસાદના પાણીમાં નહાવા નીકળી પડે છે.

તો ઘણા ખરા લોકો જેઓને વરસાદના પાણીમાં નહાવું માફક નથી આવતું તેઓ વરસાદના ઠંડા માહોલમાં ગરમ ગરમ ચા અને સમોસા, પકોડા અને ભજીયાનો આસ્વાદ લઈ ભરપૂર વરસાદ માણે છે. વળી, અમુક ઉર્જાવાન યુવાનો વરસતા વરસાદે ક્રિકેટ મેચ રમવાની પણ મોજ માણતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન વરસતા વરસાદે ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યો છે અને ત્યાં તેની સાથે જે થયું તે જોઈને સૌ કોઈ વિડીયો જોનાર હસવું નથી રોકી શકતા.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરસતા વરસાદમાં અમુક યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ દરમિયાન એક યુવાન બેટિંગ કરી રહ્યો છે. બેટિંગ કરતા સમયે આ યુવાન ભારે જોશ સાથે બેટ ફેરવીને હવામાં હેલિકોપ્ટર શોટ મારે છે.

પરંતુ ત્યારે યુવાનની બેટ ફેરવવાની ગતિ એટલી બધી ઝડપી હોય છે કે તે પોતે જ લસરીને જમીન પર ફસડાઈ પડે છે. કદાચ એ યુવાન ભૂલી ગયો હશે કે તે વરસતા વરસાદે ક્રિકેટ રમી રહ્યો છે અને તે જે જગ્યાએ ઉભો છે તે પણ પાણીથી લથબથ છે. વીડિયોમાં યુવાનની આ આકસ્મિક અદા જોઈને વિડીયો જોનારા પૈકી મોટાભાગના લોકો હસી પડે તેવું લાગે છે.

એટલું જ નહીં વાયરલ થઈ રહેલો આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે કારણ કે વધુને વધુ સોશ્યલ મીડિયા યુઝરો આ વીડિયોને શેયર કરી રહ્યા છે અને સાથે જ ” હેલિકોપ્ટર શોટ ” એવું મજેદાર ડિસ્ક્રીપ્શન લખે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે લોકો ફક્ત તેને શેયર જ નથી કરી રહ્યા પરંતુ તેઓ આ વીડિયો અંગે પોતપોતાના મંતવ્યો અને રિએક્શન પણ કોમેન્ટના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે.

ધોનીનો ફેવરિટ હતો હેલિકોપ્ટર શોટ

એ તો મોટાભાગના લોકો જાણતા હશે કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રહી ચૂકેલા અને દમદાર વિકેટ કીપર તરીકે ખ્યાતિ મેળવનાર મહેન્દ્રસિંહ ધોનીનો આ હેલિકોપ્ટર શોટ ફેવરિટ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong