જો જલદી બનવુ હોય લાખોપતિ, તો જલદી આ વિસ્તારમાંથી શોધો ડાયમંડ

આપણે સૌ જાણીએ છીએ કે હીરાનું સૌથી મુખ્ય પ્રાપ્તિસ્થાન એટલે હીરાની ખાણ.

image source

વિશ્વભરમાં એવી અનેક હીરાની ખાણો આવેલી છે જેમાંથી અત્યાર સુધી લાખો અને કરોડો રૂપિયાના કાચા હીરા પ્રાપ્ત થયા હોય. હીરાની વાત આવે એટલે ગુજરાતી ગૃહિણીઓના કાન તરત જ ચમકી જાય. ફક્ત ગુજરાતી જ પરંતુ કોઈ પણ સ્ત્રી હોય હીરા ની વાત આવે એટલે ધ્યાન ખેંચાયા વિના રહે જ નહીં. કારણ કે હીરા એ સ્ત્રીઓના ઘરેણાંઓનુ મુખ્ય અંગ છે.

image source

ખેર, મૂળ વાત પર આવીએ. માની લો કે તમે આવી જ કોઈ હીરાની ખાણમાં કામ કરી રહ્યા હોય અને તમને લાખો કે કરોડોની કિંમતનો હીરો હાથ લાગે તો તમે શું કરશો ? તમને થશે કે જે હીરાની ખાણમાં કામ કરતા હોઈએ એ ખાણના માલિકને જ એ હીરો આપવો પડે.

પરંતુ શું તમે એ વાત પર વિશ્વાસ કરશો કે કોઈ વિસ્તાર કે ખાણ એવી પણ હોય કે જ્યાં જેને જે હીરો મળે તેની માલિકી પણ હીરો શોધનારની થઈ જાય ?

image source

કદાચ તમને વિશ્વાસ નહિ આવે પણ આ દુનિયામાં જ આવો એક વિસ્તાર એવો પણ આવેલો છે જ્યાં કોઈપણ વ્યક્તિ હીરા શોધવા ખાણમાં પ્રવેશી શકે છે અને જો એને હીરો શોધવામાં સફળતા મળે તો તે હીરો કોઈપણ રોકટોક વિના પોતાના ઘરે લઈ જઈ શકે છે.

image source

આ વિસ્તાર અમેરિકાના અરકાંસાસ રાજ્યના પાઈક કાઉન્ટી ખાતે આવેલા મરફ્રેસબોરોમાં સ્થિત છે. આ વિસ્તારમાં વર્ષ 1906 થી હીરા મળવાના શરૂ થયા હતા. અરકાંસાસ નેશનલ પાર્કમાં સ્થિત 37.5 એકર વિસ્તારમાં પથરાયેલી આ જગ્યાને ” દ ક્રેટર ઓફ ડાયમંડ ” પણ કહેવામાં આવે છે.

image source

વર્ષ 1972 માં આ વિસ્તારને એક ડાયમંડ કંપની પાસેથી અરકાંસાસ ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ ટુરિઝમ વિભાગે ખરીદીને નેશનલ પાર્કમાં ભેળવી દેવામાં આવી હતી.

જો કે વર્ષ 1906 થી જ આ વિસ્તારને હીરા ઉત્પાદન માટેના વ્યવસાયિક ક્ષેત્ર તરીકે વિકસાવવાના પ્રયાસો શરૂ થયા હતા પણ જે તે સમયે સફળતા ન મળતા વિસ્તારને સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યો હતો. લોકોને અહીં ખેડાણ કરતા કરતા હીરા મળ્યાના અનેક દાખલાઓ સામે આવ્યા છે. સરકારી અધિકારીઓના કહેવા મુજબ 1972 થી અત્યાર સુધી અહીં 31000 જેટલા ડાયમંડ મળી ચૂક્યાં છે.

image source

એક વેળા તો 40 કેરેટનો ” અંકલ સેમ ” જાતનો એક કિંમતી ડાયમંડ પણ અહીંથી મળી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આમ તો નાના પ્રકારના ડાયમંડ જ મળતા હોય છે પણ અહીં મળેલ અંકલ સેમ ડાયમંડ અમેરિકામાં મળેલ તમામ ડાયમંડમાં સૌથી મોટો ડાયમંડ હતો.

image source

અહીં જે નાના ડાયમંડ પ્રાપ્ત થાય છે તે પણ ચાર કે પાંચ કેરેટના હોય છે જેની કિંમત હજારો ડોલર સુધીની હોય છે. સામાન્ય લોકો પણ અહીં ખેડાણ કરી ડાયમંડ શોધતા નજરે પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ