કોરોનાનો હાહાકાર: મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં પણ પરિસ્થિતિ ખરાબ, આંકડા જાણીને ફાટી જશે આંખો, લોકડાઉનનો ખતરો

કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલા ફરી વધ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત (Gujarat) , કર્ણાટક, અને હરિયાણામાં દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ રાજ્યોની સરકારો પણ અલર્ટ મોડ પર છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 18599 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 97 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકાર સતત દૈનિક કોરોનાના નવા કેસ મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ સાથે જ કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરી છે. જ્યાં રોજેરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. તો, મહારાષ્ટ્રમાં પણ આજે કોરોના વાયરસના 14317 નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે નોંધાયેલ કોરોના કેસમાં સૌથી વધુ છે. તેની સાથે જ રાજ્યમાં 57 દર્દીઓના મોત થયા છે. આ મોતની સાથે કુલ મૃતકોનો આંક 52667 થઇ ગયો છે.

24 કલાકમાં કોરોનાના 400થી વધારે નવા કેસ સામે આવ્યા

image soucre

દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 400થી વધારે નવા કેસ સામે આવ્યા છે. ગત મહિનામાં આજે કોરોનાના સૌથી વધારે નવા કેસ મળ્યા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 14, 317 દર્દી મળ્યા. જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધારે છે. આની સાથે રાજ્યમાં 57 સંક્રમિતોએ દમ તોડ્યા બાદ મરનારની સંખ્યા 52, 667 પહોંચી ગયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 2020 પર પહોંચી ગઈ છે

image soucre

કોરોનાના વધતા કેસની વચ્ચે નાગપુરમાં લોકડાઉન લગાવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં ફરી લોકડાઉન લગાવવનો ઈશારો કર્યો છે. પૂણેમાં 21276 કોરોનાના એક્ટિવ કેસ છે. નાગપુરમાં 13800, થાણેમા 10825, મુંબઈમાં 10563 કોરોનાના એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે દિલ્હીમાં 409 કોરોનાના કેસ મળ્યા. જે પહેલા 8 જાન્યુઆરીએ 444 કેસ આવ્યા હતા. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 2020 પર પહોંચી ગઈ છે. 22 જાન્યુઆરીએ આ સંખ્યા 2060 હતી.

એક્ટિવ કોરોના દર્દીનો દર 0.31 ટકા થઈ ગયો

image soucre

દિલ્હીમાં 1028 લોકો હોમ આઈસોલેશનમાં છે. સરકાર દ્વારા જારી હેલ્થ બુલેટિન મુજબ દિલ્હીમાં રિકવરી દરમાં ધીમે ઘટાડો પણ નોંધાયો છે. ફક્ત માર્ચ મહિનામાં રિકવરી દર 0.09 ટકા ઘટાડા સાથે નોંધાયો છે. ત્યારે એક્ટિવ કોરોના દર્દીનો દર 0.31 ટકા થઈ ગયો છે. જ્યારે કોરોના સંક્રમણનો દર 0 .59 ટકા થઈ ગયો છે. સાથે રિકવરી દર 98 ટકાથી નીચે આવી ગયો છે. દિલ્હીમાં રિકવરી દર 97.98 ટકા છે. જે 23 જાન્યુઆરી બાદ સૌથી ઓછી છે. 23 જાન્યુઆરીએ રિકવરી દર 97.99 ટકા પર હતો.

ગત 24 કલાકમાં 286 દર્દી સાજા થયા

image soucre

દિલ્હીમાં 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે કુલ મોત 10, 934 પર પહોંચી ગઈ છે. કુલ કેસનો આંક 642439 છે. ગત 24 કલાકમાં 286 દર્દી સાજા થયા છે. કુલ 6, 29, 485 લોકો સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમં 8 માર્ચે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1730થી, 9 માર્ચે 1812થી, 10 માર્ચે 1900 અને 11 માર્ચએ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 2020 થઈ ગઈ છે. આંકડાનું આકલન કરતા દિલ્હીમાં ફક્ત 4 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 290 કોરોના દર્દીના મોત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ