જો તમે પણ નિયમિત આ કાર્યોનુ પાલન કરશો તો વધશે આત્મવિશ્વાસ અને થશે તરક્કી…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ પર ચાલતો દેશ છે. આપણા દેશની તમામ જગ્યાઓ, તમામ વસ્તુઓ અને લોકોની જીવનશૈલીમા પણ તમને સંસ્કૃતિના દર્શન થાય છે. આ અદ્યતન વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળ્યો છે. જે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમા પૌરાણિક સંસ્કૃતિ અને તેના નીતિ-નિયમોને મહત્વ આપે છે તેને જીવનમા કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી અને તેનુ જીવન હમેંશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

image source

જ્યારે પણ આપણે વહેલી સવારે ઊઠીએ છીએ ત્યારે દરરોજ સવારે ઊંઘમાંથી ઊઠ્યા પછી આપણે દિવસની શરૂઆત એક સારા કાર્યની શરૂઆત સાથે કરવા ઇચ્છીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમા વ્યક્તિની આ ઇચ્છા સાથે સંબંધિત અમુક વિશેષ કાર્યનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

image socuyre

જ્યોતિષના નિષ્ણાતો જણાવે છે કે, આપણા જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા માટે રોજિંદા જીવનમાં અમુક કામ કરી શકાય છે. સામાન્ય રીતે એવુ કહેવામાં આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ દરરોજ વહેલી સવારે ઊઠે છે અને નિત્યક્રમનું પઠન કરીને અને સમય પર પૂજા કરીને અન્ય કાર્યો કરે છે, તેનો આવનાર સમય ખુબ જ શુભ અને સારો પસાર થશે.

image soucre

અમુક લોકો એવા પણ હોય છે કે, જે સવારે ઉઠીને પૂજા કરતા નથી. તો તેમને પણ જણાવી દઈએ કે જો તમારે જીવનમા સફળતા મેળવવી હોય તથા તમે એવુ ઈચ્છતા હોવ કે, તમારુ જીવન સુખ અને શાંતિથી ભરેલુ બન્યુ રહે તો નિયમિત સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા અવશ્યપણે કરવી જોઈએ.

image soucre

એવુ પણ કહેવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિ જ્યોતિષશાસ્ત્રમા જણાવેલ આ અમુક કાર્ય નિયમિત કરે તો તેમના જીવનમા પ્રગતિનો માર્ગ ખુલી જાય છે અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ એકદમ સરળ બની જાય છે. ચાલો, આપણે જાણીએ ક્યા છે આ કાર્ય?

image soucre

નિયમિત પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા, બજરંગ તીર તથા સુંદરકાંડનુ પઠન કરો. આ સિવાય ગીતાના એક શ્લોકનુ નિયમિત પઠન કરીને પણ તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. આ સિવાય ૨૪વાર ગાયત્રી મંત્રનો જાપ કર્યા પછી જ દિવસની શરૂઆત કરવી પણ શુભ માનવામા આવે છે.

image soucre

આ ઉપરાંત મંદિરમા જઈને પ્રાર્થના કરો, પૂજા કરો અથવા અગરબત્તી અને પુષ્પ અર્પણ કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય ઓમનુ પાંચ મિનીટ માટે મંત્રોચ્ચાર કરો તો તે પણ તમારા માટે શુભ સાબિત થશે. આ સિવાય જો તમે નિયમિત વહેલી સવારે અને સાંજે પૂજા કર્યા પછી ભજન અને કીર્તન કરો તો તે પણ તમારા માટે શુભ સાબિત થઇ શકે છે.

image soucre

આ ઉપરાંત જો તમે સવારમા વહેલા ઉઠી સૂર્યનમસ્કાર કરો અને ત્યારપછી તમારા માતાપિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરો તો તે પણ તમારા માટે શુભ સાબિત થશે. આ સિવાય દુર્ગા સ્ત્રોત, રામ સ્ત્રોત, ગણેશ સ્ત્રોત વગેરેનુ નિયમિત પઠન કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ